નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૭૧૧.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪.૮૦ પૉઇન્ટ્સના નેટ સુધારે ૨૩,૭૪૮.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૩૯.૬૧ પૉઇન્ટ્સના નેટ ઘટાડે ૭૪,૭૭૫.૭૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૧૧૫ ઉપર ૭૫,૪૫૦, ૭૫,૭૭૦, ૭૬,૨૨૦, ૭૬,૮૮૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૪,૫૨૯ નીચે ૭૪,૧૮૦, ૭૪,૧૩૪ સપોર્ટ ગણાય. ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટી ફ્યુચરના ગૅપ પુરાઈ ગયા છે. નિફ્ટી ફ્યુચરનો ગૅપ પુરાયો નથી જે પૂરવા બજાર ગમે ત્યારે નીચે આવી શકે છે એમ સમજીને ચાલવું. સમજ્યા વગર રોકાણ કરશો તો નફામાં પસ્તાવો થશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (એવી જ રીતે જો રેઝિસ્ટન્સ લેવલ સારા એવા માર્જિનથી ક્રૉસ થાય તો એ જ રેઝિસ્ટન્સ લેવલ પછી સપોર્ટ બની જાય છે. સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ લેવલથી ભાવો જેટલા દૂર થાય એટલું એમનું મહત્ત્વ વધે છે. જ્યારે આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ તૂટે અથવા તો ક્રૉસ થાય ત્યારે એમની ભૂમિકા બદલે છે એટલે કે સપોર્ટ લેવલ રેઝિસ્ટન્સ લેવલ બને છે અને રેઝિસ્ટન્સ લેવલ સપોર્ટ લેવલ બને છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૩૨.૨૩ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
HFCL (૧૭9.૯૪) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૪ ઉપર ૧૮૯ કુદાવે તો ૧૯૨, ૧૯૮, ૨૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૬૩ નીચે ૧૫૫ સપોર્ટ ગણાય. મુખ્ય સપોર્ટ ૧૩૪ ગણાય. કૂકરી ગાંડી થઈ છે. આપણે નહીં, ચાર્ટ પર નબળાઈ નથી.
હિન્દુસ્તાન યુનિલીવર (૨૧૫૩.૫૦) : ૨૪૦૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૯૬ ઉપર ૨૨૧૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૧૧૮ નીચે ૨૧૧૩ તૂટે તો ૨૦૨૨ મહત્ત્વની સપાટી ગણાય. આ શૅર ખાસ કંઈ વળતર આપતો નથી. લીવરનું લીવર બગડેલું છે.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૪,૭૬૦.૦૦) : ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૬૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૪,૬૦૦ નીચે ૫૪,૩૫૦, ૫૪,૧૦૦ સપોર્ટ ગણાય જેની નીચે ૫૩,૬૦૦, ૫૩,૨૦૦, ૫૨,૯૦૦, ૫૨,૮૭૨ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૩,૭૪૮.૮૦) : ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૦૬૫ ઉપર ૨૪,૧૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૭૧૧ નીચે ૨૩,૬૪૦ તૂટે તો ૨૩,૫૫૦, ૨૩,૪૪૦, ૨૩,૩૨૦, ૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા ઊભી જ છે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
સમ્માન કૅપિટલ (૧૭૭.૦૧) : ૧૩૪.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૧ ઉપર ૧૮૫, ૧૮9, ૧૯૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૬૫ નીચે ૧૬૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૦.૩૮) : ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪.૬૦ ઉપર ૬૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯ નીચે ૫૮.૩૦ તૂટે તો ૫૭.૫૦, ૫૫.૪૦, ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ જોઈ શકાય છે જે પૂરવા નીચે આવી શકે છે. ઘટાડે રોકાણ કરી શકાય.
શૅરની સાથે શેર: હું જરા નબળી પડું તો સાચવી લેજે મને, વારેવારે જો રડું તો સાચવી લેજે મને.- અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
