નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ તેમ જ અઠવાડિક ધોરણે ૨૪,૬૦૪ કુદાવતાં મધ્યમ ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૫૦૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૦૨.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૬૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૦૪.૫૩ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૪૯૯.૧૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૯,૧૪૩ ઉપર ૭૯,૩૬૭ કુદાવે તો ૭૯,૮૫૫, ૮૦,૩૫૦, ૮૦,૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૩૫૦ નીચે ૭૮,૦૩૦ સપોર્ટ ગણાય જેની નીચે ૭૬,૯૮૮, ૭૬,૭૦૯, ૭૬,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. NSEમાં ૩ ઑગસ્ટથી સામાન્ય કૅશ માર્કેટ ૩.૩૦ સુધી પહેલાંની જેમ જ ચાલુ રહે છે, પરંતુ F&O શૅરોનાં કૅશ સેગમેન્ટનું ટ્રેડિંગ ૩.૧૫ વાગ્યે બંધ થાય છે, જ્યારે ફ્યુચર ઑપ્શન ૩.૪૦ સુધી ચાલુ રહે છે. આ પચીસ મિનિટમાં મોટા અને ખોટા બ્રોકરોને જલસો પડી જાય છે. ને... સામાન્ય રોકાણકારો મોઢું વકાસીને જોતા રહે છે. વાહ... સેબી, આહ... સેબી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ તેમ જ અઠવાડિક ધોરણે ૨૪,૬૦૪ કુદાવતાં મધ્યમ ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૪૯૬.૫૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ગ્રાસિમ (૩૩૨૩.૦૦) ઃ ૩૦૫૦.૨૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૫૫ ઉપર ૩૪૧૫, ૩૪૪૫, ૩૪૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૨૦૭ નીચે ૩૧૮૦ સપોર્ટ ગણાય.
જ્યુબિલન્ટ ફૂડ (૪૮૬.૫૦) ઃ ૪૦૭.૬૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯૭ ઉપર ૫૦૨ અને ૫૦૭ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૪૭૦ નીચે ૪૫૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૦૨૦.૨૦) ઃ ૫૬,૧૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૨૧૨ ઉપર ૫૮,૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૭૦૦, ૫૬,૪૭૦ સપોર્ટ ગણાય.
ADVERTISEMENT
નિફ્ટી ફ્યુચર (૨૪,૬૫૫.૦૦)
૨૩,૬૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૫૮ ઉપર ૨૪,૮૪૦, ૨૪,૯૩૦, ૨૫,૦૨૦, ૨૫,૧૮૭ સુધીની શક્યતા જોવા મળશે. ૨૫,૧૮૭ કુદાવે તો ૨૫,૪૫૦, ૨૫,૭૧૫,૨૫,૯૮૦ સુધી પણ આવી શકે. નીચામાં ૨૪,૪૯૦ નીચે ૨૪,૪૭૫ સપોર્ટ ગણાય જેની નીચે ૨૪,૦૪૦, ૨૩,૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૩.૦૪)
૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭.૬૭ ઉપર ૭૫.૯૭ પ્રતીકારક સપાટી ગણાય જેની ઉપર ૭૮, ૮૬, ૯૩, ૯૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૯.૮૦ નીચે ૫૭.૫૦, ૫૫.૩૬ તૂટશે તો ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટમાં ડાબી બાજુ પર દેખાતો ગૅપ પૂરવા નીચે આવી શકે છે. પૅનિકમાં રોકાણ કરી શકાય. આજે [સોમવારે] પરિણામો જાહેર થનાર છે. ભારે અફરાતફરી જોવાશે.
પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૪.૮૧)
૧૦૦.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫.૫૦ ઉપર ૧૧૮ તેમ જ ૧૨૦થી ૧૨૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૨ તૂટે તો ૧૦૮ અને ૧૦૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: વળગણ કદીયે કાયમી રહેતું નથી ‘અગન’, ગમતું રહે છે માત્ર એ હાંસલ થવા સુધી. - અગન રાજ્યગુરુ.
