Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્ક ઈ-રૂપી માટે ઑફલાઇન વ્યવસ્થા શરૂ કરવા માગે છે : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૩૫૬ પૉઇન્ટનો ઘટાડો

રિઝર્વ બૅન્ક ઈ-રૂપી માટે ઑફલાઇન વ્યવસ્થા શરૂ કરવા માગે છે : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૩૫૬ પૉઇન્ટનો ઘટાડો

08 May, 2024 06:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડેક્સ ૮૧,૬૧૧ ખૂલીને ૮૧,૭૦૫ની ઉપલી અને ૭૮,૮૧૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ માટેનાં ધારાધોરણો વધુ કડક બનાવવામાં આવી રહ્યાં હોવાથી મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૬૬ ટકા (૧૩૫૬ પૉઇન્ટ) ઘટીને ૮૦,૨૫૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૧,૬૧૧ ખૂલીને ૮૧,૭૦૫ની ઉપલી અને ૭૮,૮૧૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના સોલાના સિવાયના તમામ કૉઇનના ભાવ ઘટ્યા હતા. પૉલિગૉન, અવાલાંશ, શિબા ઇનુ અને કાર્ડાનોમાં ૪થી ૮ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. દરમ્યાન ભારતીય રિઝર્વ બૅન્ક ડિજિટલ કરન્સી ઈ-રૂપી માટે ઑફલાઇન વ્યવસ્થા શરૂ કરવા પ્રયાસરત છે. આ કેન્દ્રીય બૅન્કે કમર્શિયલ પેપર્સ તથા સર્ટિફિકેટ્સ ઑફ ડિપોઝિટ જેવાં નાણાકીય સાધનો માટે હોલસેલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)નો પ્રાયોગિક ઉપયોગ શરૂ કરવાનું આયોજન કર્યું છે. 

અન્ય અહેવાલ મુજબ કેન્યાની સરકારે ક્રિપ્ટોકરન્સી સંબંધે નીતિઓ ઘડવા માટે તથા ક્રિપ્ટો માઇનિંગમાં જોઈતી ઊર્જાની આવશ્યકતા જાણવા માટે ક્રિપ્ટો માઇનર મૅરેથૉન ડિજિટલ સાથે સહયોગ સાધ્યો છે. આ જ રીતે ફિલિપીન્સ ક્રિપ્ટો માટે વર્તમાન વર્ષના અંત સુધીમાં સર્વાંગી નિયમનકારી નીતિ અમલી બનાવવા માગે છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK