Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડની ફિકર વચ્ચે વિશ્વબજારોની હૂંફમાં બજાર તગડા ઉછાળે નવી ટૉપ ભણી

ફેડની ફિકર વચ્ચે વિશ્વબજારોની હૂંફમાં બજાર તગડા ઉછાળે નવી ટૉપ ભણી

30 April, 2024 06:53 AM IST | Mumbai
Anil Patel

સોમવારે સેન્સેક્સ ૨૫૩ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલી ૭૪,૭૨૧ની દિવસની ઊંચી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બૅન્ક નિફ્ટી હજારી જમ્પ સાથે ઑલટાઇમ હાઈ, બજારનું માર્કેટકૅપ નવા શિખરે : એકંદરે ધારણા મુજબનાં પરિણામ છતાં આઇસીઆઇસીઆઇ બૅન્ક તગડા ઉછાળે બેસ્ટ લેવલે, સ્ટેટ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક પણ સાથમાં : બજારના ૯૪૧ પૉઇન્ટના જમ્પમાં ૬ બૅન્કોનો ફાળો ૬૬૦ પૉઇન્ટનો : સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૫૨ રૂપિયાની તેજી, ફોર્સ મોટર્સ નવા શિખરથી ૧૨૨૯ રૂપિયા લથડ્યો ઃ મેડિકામૅન સતત બીજી ૨૦ ટકાની તેજીમાં, શિવાલિક રસાયણમાંય ૨૦ ટકા ઉપલી સર્કિટ લાગી : માથે બોનસ વચ્ચે નિધિ ગ્રેનાઇટમાં તેજીની સર્કિટની હારમાળા, પૂર્વાન્કારામાં બેતરફી તોફાન : આજે કુલ ચાર મૂડીભરણાં લિસ્ટિંગમાં આવશે

ચાલુ સપ્તાહ ચાર દિવસનાં કામકાજનું છે. બુધવારે મહારાષ્ટ્ર દિનની રજા છે, તો અમેરિકામાં એ જ દિવસે ફેડનું આઉટકમ છે. ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ ૨.૪ ટકાની અપેક્ષા સામે માત્ર ૧.૬ ટકા વધ્યો છે, જે બે વર્ષનો ખરાબ દેખાવ છે. સામે આ ગાળામાં ફુગાવાનો વૃદ્ધિદર ૩.૪ ટકા નોંધાયો છે, જે ડિસેમ્બર ક્વૉર્ટરના ૧.૮ ટકા સામે ઘણો વધુ છે. આ હાલત જોતાં વ્યાજદરમાં ઘટાડાની આ વેળા કોઈ આશા નથી, પરંતુ અબ નહિ તો કબ એમાં બજારને ખાસ રસ છે. ૨૦૨૪ના વર્ષે કમસેકમ ત્રણ વખત રેટ કટની વાત જે કરાઈ હતી એને ફેડ વળગી રહે છે કે પછી વ્યાજદર ઘટાડાનો મામલો આ વર્ષે લગભગ અભેરાઈએ રાખે છે એ મુદ્દે સાર્વત્રિક ભારે ઉત્સુકતા છે. ભારતને મૂંઝવે એવા એક ઘટનાક્રમમાં ટેસ્લાના સર્વેસર્વા ઇલૉન મસ્ક તરફથી એકાએક ચાઇનાની મુકાલાત લેવાની જાહેરાત છે. ભારત ખાતેની નિર્ધારિત મુલાકાત ઓચિંતી રદ કરવાના આઘાત પછી ઇલૉન મસ્ક દ્વારા આ બીજો આંચકો ભારતને તાજેતરમાં અપાયો છે. 

ઘરઆંગણે સેન્સેક્સ વિશ્વબજારોની હૂંફ અને ક્રૂડમાં પીછેહઠથી પોરસાઈ ૯૪૧ પૉઇન્ટના જમ્પમાં ૭૪,૬૭૧ તથા નિફ્ટી ૨૨૩ પૉઇન્ટ ઊંચકાઈ ૨૨,૬૪૩ ઉપર બંધ થયો છે. સોમવારે સેન્સેક્સ ૨૫૩ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલી ૭૪,૭૨૧ની દિવસની ઊંચી સપાટીએ ગયો હતો. નિફ્ટીમાં ૨૨,૬૫૬ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. બન્ને બજાર તેમની ઇન્ટ્રા-ડે ટૉપ નજીક બંધ આવ્યાં છે. નિફ્ટીના એક ટકા સામે સેન્સેક્સ સવા ટકો વધ્યો છે. બજારનું માર્કેટકૅપ ૨.૪૮ લાખ કરોડ વધી ૪૦૬.૫૨ લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યું છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો તો નિફ્ટી ઑટો અને આઇટી નહીંવત નરમ હતા. બાકીના તમામ ઇન્ડાઇસિસ વધ્યા છે. મિડકૅપ અને બ્રૉડર માર્કેટના આંક પોણો ટકો વધી ઑલટાઇમ હાઈ થયા છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ નેગેટિવ માર્કેટ બ્રેડ્થ વચ્ચે નજીવો સુધરી નવા શિખરે ગયો છે. બૅન્ક નિફ્ટી માર્કેટ આઉટ પર્ફોર્મર બન્યો છે. પાવર યુટિલિટીઝ ઑઇલ-ગૅસ એનર્જી બેન્ચમાર્ક પોણાએક ટકો પ્લસ હતા. બૅન્કિંગની હૂંફમાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણાબે ટકા ઊંચકાયો છે. રસાકસી જાળવી રાખતાં એનએસઈ ખાતે વધેલા ૧૧૪૦ શૅર સામે ૧૧૧૮ જાતો ઘટી છે. 



તમામ અગ્રણી એશિયન બજાર વધીને બંધ હતાં. તાઇવાન તથા ઇન્ડોનેશિયા પોણાબે ટકા આસપાસ, સાઉથ કોરિયા સવા ટકા નજીક, ચાઇના અને જપાન પોણો ટકો અપ હતું. યુરોપ રનિંગમાં નહીંવત સુધારો દર્શાવતું હતું. લંડન ફુત્સી અડધો ટકો વધી ૮૧૮૯ના બેસ્ટ લેવલે ગયો હતો. પાકિસ્તાની શૅરબજાર ૭૩,૩૦૧ની વિક્રમી સપાટી બનાવી રનિંગમાં ૯૪૪ પૉઇન્ટ ખરડાઈ ૭૧,૦૮૧ દેખાયું છે. 


બૅન્કિંગમાં ભળતી તેજી, બૅન્ક નિફ્ટી ૧૨૩૩ પૉઇન્ટ ઊછળ્યો 
સોમવારે બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૧ શૅર મજબૂત હતા. બૅન્ક નિફ્ટી ૪૯,૪૭૩ની ઑલટાઇમ હાઈ બનાવી અઢી ટકા કે ૧૨૨૩ પૉઇન્ટની તેજીમાં ૪૯,૪૨૪ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ શૅરની આગેકૂચમાં ૭૫૯૦ની વિક્રમી સપાટી નોંધાવી અઢી ટકા ઊછળી ૭૫૬૯ બંધ આવ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક દ્વારા ૧૭ ટકાના વધારામાં ૧૦,૭૦૭ કરોડના ચોખ્ખા નફા સાથે સારા પરિણામ દર્શાવાતાં શૅરમાં ભળતો ઉછાળો જોવાયો છે. ભાવ ૧૧૬૩ના બેસ્ટ લેવલે જઈ ૪.૭ ટકાના જોરમાં ૧૧૫૯ બંધ થતાં બજારને સર્વાધિક ૩૧૬ પૉઇન્ટનો ફાયદો થયો છે. માર્કેટકૅપ ૮.૧૪ લાખ કરોડને વટાવી ગયું છે. સરકારે સ્ટેટ બૅન્કને યસ બૅન્કમાંનો ૨૫ ટકા પ્લસનો હિસ્સો વેચવા મંજૂરી આપી છે. જોકે સ્ટેટ બૅન્ક તરફથી હોલ્ડિંગ વેચવાની હાલ અનિચ્છા દર્શાવાઈ હોવાના અહેવાલ છે. શૅર ૮૩૧ની સૌથી ઊંચી સપાટી બતાવી બમણા કામકાજે ત્રણ ટકાની મજબૂતીમાં ૮૨૬ બંધ થતાં સેન્સેક્સને વધુ ૮૩ પૉઇન્ટ મળી ગયા હતા. ઍક્સિસ બૅન્ક ૧૧૬૪ની ટોચે જઈ અઢી ટકા ઊંચકાઈ ૧૧૫૮ હતી. એચડીએફસી બૅન્ક સવા ટકો સુધરી છે. રિઝર્વ બૅન્કના સપાટે ચડતાં હવે પછીના કમસેકમ બે ક્વૉર્ટર જેના ડી-ગ્રોથના રહેવાના છે એ કોટક બૅન્ક પણ આ માહોલમાં ઉપરમાં ૧૬૪૭ થઈ બે ટકા વધી ૧૬૪૦ રહી છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ત્રણેક ટકા વધી ૧૪૮૮ હતી. ગઈ કાલે સેન્સેક્સની ૯૪૧ પૉઇન્ટની તેજીમાં ૬ બૅન્ક શૅરનું પ્રદાન ૬૬૦ પૉઇન્ટ હતું. આઇસીઆઇસીઆઇ બૅન્કમાં સારા રિઝલ્ટને આગળ ધરી બ્રોકરેજ હાઉસ તરફથી રી-રેટિંગ અને બાયના કૉલ છૂટ્યા છે. બૅન્કનો નફો જોકે ૧૦,૩૩૧ કરોડની વિશ્લેષકોની ધારણાથી ખાસ વધુ નથી આવ્યો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ ૧૮,૯૫૮ કરોડની અપેક્ષા કરતાં થોડીક વધુ ૧૯,૦૯૩ કરોડ રૂપિયા આવી છે. આ જોતાં સોમવારે શૅરમાં જે તેજી થઈ છે એ બેશક ઘણી વધુ પડતી છે. કૅનેરા બૅન્ક તથા પીએનબી પણ અડધા ટકા જેવી વધી નવી ટોચે બંધ હતી. 

સેબી દ્વારા વસૂલીનો ફતવો છૂટતાં બીએસઈનો શૅર તૂટ્યો 
સારા બજારમાં ગઈ કાલે બીએસઈ લિમિટેડની હાલત બગડી હતી જે માટે સેબી કારણભૂત બની છે. શૅર ૩૨૧૦ના આગલા બંધ સામે ૨૭૨૮ ખૂલી નીચામાં ૨૬૧૨ બતાવી ૧૩.૭ ટકા કે ૪૩૯ રૂપિયા લથડી ૨૭૭૧ બંધ થયો છે. સેબી તરફથી ડેરિવેટિવ્સમાં વાર્ષિક  ટર્નઓવર પર શૅરબજારો પાસેથી રેગ્યુલેટરી ફી વસૂલ કરાય છે. સેબી દ્વારા બીએસઈને આ ફી કે ચાર્જની ગણતરી ઑપ્શન કૉન્ટ્રૅક્ટ્સના વાર્ષિક ટર્નઓવરની નૉશનલ વૅલ્યુના આધારે કરવાનો અને એ પ્રમાણે ચુકવણી કરવા આદેશ અપાયો છે. વધુમાં આ આદેશ પાછલી તારીખથી અમલી બને છે એથી બીએસઈએ નવી ગણતરી પ્રમાણે ઉદ્ભવતા તફાવતની રકમ વ્યાજ સહિત ચૂકવવાની રહે છે. બીએસઈ નૉશનલ વૅલ્યુના બદલે પ્રીમિયમની વૅલ્યુના આધારે વાર્ષિક ટર્નઓવરની ગણતરી કરી સેબીને ફી ચૂકવે છે, જે નૉશનલ વૅલ્યુની ફૉર્મ્યુલા પ્રમાણે થતી રકમથી ઘણી જ ઓછી છે. બીએસઈ તરફથી અપાયેલી માહિતી પ્રમાણે સેબીના નવા આદેશથી બીએસઈ પર ૨૦૨૩-૨૪માં આશરે ૯૬ કરોડથી વધુનો બોજ પડશે. અગાઉનું શું? જેફરીઝના મતે સમગ્ર બોજ કમસેક્મ ૧૬૫ કરોડથી વધુનો પ્લસ (જીએસટી અલગ)નો હશે. બીએસઈના નફામાં હાલ ડેરિવેટિવ્સની આવકનો ફાળો ૪૦ ટકા જેવો છે. સેબીના આદેશથી નફામાં નોંધપાત્ર ઘસારો જોવાશે. શૅરદીઠ કમાણી ૧૧થી ૧૮ ટકા ધોવાશે. બીએસઈ શું કરે છે એ જોવું રહ્યું. સવાલ છે શું એનએસઈ પણ નૉશનલ વૅલ્યુની ફૉર્મ્યુલા પ્રમાણે સેબીને ચાર્જ ચૂકવે છે?


થાણેની જેએનકે ઇન્ડિયાનું આજે લિસ્ટિંગ, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૧૩૨નું 
મંગળવારે ચાર ભરણાંનું લિસ્ટિંગ છે. મેઇન બોર્ડમાં થાણેની જેએનકે ઇન્ડિયા તથા એસએમઈમાં એમ્ફોર્સ ઑટોટેક ઉપર ખાસ નજર રહેશે. જેએનકે ઇન્ડિયામાં બેના શૅરદીઠ ૪૧૫ની અપર બૅન્ડ સામે પ્રીમિયમ વધતું રહી હાલ ૧૩૨ બોલાય છે. અહીં અગાઉ કોઈ પ્રીમિયમ ન હતું. ઇશ્યુ ખૂલવાના આગલા દિવસે બાવીસમીએ ૧૫ રૂપિયેથી કામકાજ ગ્રે માર્કેટમાં શરૂ થયું હતું. એસએમઈ સેગમેન્ટમાં હરિયાણાના પંચકુલાની એમ્ફોર્સ ઑટોટેકમાં ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસમાં ગ્રે માર્કેટમાં ૧૩૦નું પ્રીમિયમ ચાલે છે. અહીં સોદાની શરૂઆત ૧૫થી થયા બાદ ફેન્સી સતત વધતી જતાં રેટ ઉપરમાં ઇશ્યુ બંધ થયાના વળતા દિવસે, ૨૬મીએ ૧૩૫ થયો હતો. બાકીના બે ઇશ્યુ બીએસઈ એસએમઈ કંપનીના છે, બન્ને મુંબઈની છે. અંધેરી-ઈસ્ટની શિવમ કેમિકલ્સમાં ૧૦ના શૅરદીઠ ૪૪ની ઇશ્યુ પ્રાઇસ પ્રીમિયમના કામકાજ બે રૂપિયેથી શરૂ થયા બાદ રેટ ત્યાં જ ચીટકી ગયો હતો. હાલમાં પ્રીમિયમ બેનું જ છે. તો મુંબઈના ગામદેવી, ગ્રાન્ટ રોડ ખાતેની વર્યા ક્રીએશન્સમાં ૧૦ના શૅરદીઠ ૧૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. કંપની સોના-ચાંદી, પ્રેશિયસ, સેમી પ્રેશિયસ સ્ટોનના હોલસેલ ટ્રેડિંગ બિઝનેસમાં છે. એનું પોતાનું કોઈ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ નથી. કંપનીમાં કોઈ કસ નથી. ઇશ્યુને લઈ ૨૦૨૩-૨૪ના પ્રથમ માસમાં ૧૭૬૩ લાખની આવક પર ૩૫૧ લાખ નેટ પ્રૉફિટ બતાવી કામગીરીમાં જે ઝમક દેખાડાઈ છે એમાં વિન્ડો ડ્રેસિંગ જણાય છે. ગ્રે માર્કેટમાં પહેલેથી ભારે ઉદાસીનતા રહી છે, કોઈ જ સોદા નથી. લિસ્ટિંગ માથે છે. ૨૦૧૦ લાખ રૂપિયાનો ઇશ્યુ ૩.૬ ગણો છલકાયો એ છ ગણાથી વધુના રીટેલ પોર્શનનો પ્રતાપ છે. આવા ઇશ્યુને રીટેલમાં આવો પ્રતિસાદ? નવાઈ કહેવાય.

ફોર્સ મોટર્સ નબળા પરિણામ પછી નવી ટોચે જઈને તૂટ્યો 
મુંબઈની નિધિ ગ્રેનાઇટ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં ગુરુવારે એક્સ-બોનસ થવાની હોવાથી સતત ઉપલી સર્કિટમાં ૨૮૧ના શિખરે જઈ ગઈ કાલે પાંચ ટકા ઊંચકાઈ ત્યાં જ બંધ રહી છે. ૨૩ ઑગસ્ટે ભાવ ૫૮ના તળિયે હતો. ગઈ કાલે વૉલ્યુમ માત્ર ૭૯૪ શૅરનું હતું. હાલ શૅર ૧૭૯ના અતિ ઊંચા પીઈ પર છે. હૈદરાબાદી ભગીરાધા કેમિકલ્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં બીજી મેએ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર પોણો ટકો વધી ૧૯૪૦ બંધ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના ૨૮ જેવા પીઈ સામે આ કાઉન્ટર હાલ ૯૯ના પીઈ પર છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૨૩૦ પ્લસની છે. મેઇડન બોનસ આવવાનું બાકી છે. મુંબઈના ભાંડુપની બિલવિન ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૩૪ના ભાવે શૅરદીઠ એક રાઇટમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે ૧૦ ટકા ગગડી ૫૯ નજીક રહી છે. હિમાદ્રી સ્પેશ્યલિટી દ્વારા ૨૨૦ કરોડના ખર્ચે કાર્બન બ્લૅકમની ઉત્પાદન ક્ષમતા વધારવાની જાહેરાત આવી છે. શૅર દોઢ ટકો વધી ૩૭૮ થયો છે. ફેસવૅલ્યુ એકની છે, બુકવૅલ્યુ ૪૨ ઉપર છે. બોનસનું ખાનું ખાલી છે. શૅર વર્ષ પૂર્વે ૧૦૦ રૂપિયા હતો. હાલ ઇન્ડસ્ટ્રીના ૬૦ની સામે ૪૪નો પીઈ આ શૅરમાં ચાલે છે. ફોર્સ મોટર્સે માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૩૫ ટકા વધારા સામે સવાચાર ટકાના ઘટાડામાં ૧૪૦ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. શૅર દોઢા વૉલ્યુમે ૧૦,૨૭૩ની ઑલટાઇમ હાઈ બતાવી નીચામાં ૯૦૪૪ થઈ છેલ્લે પોણો ટકો ઘટી ૯૫૧૬ બંધ રહ્યો છે. વોડાફોન પોણાચાર ટકાની નબળાઈમાં સાડાતેર હતો. મેડિકામૅન બાયો સતત બીજા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮૯ વટાવી ગઈ છે એમાં શિવાલિક રસાયણે ૪૩ ટકાનું હોલ્ડિંગ હસ્તગત કરી લીધું છે. શિવાલિક રસાયણ પણ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૬૯૦ વટાવી ગયો છે. મુંબઈનો પાલી હિલ પ્રોજેક્ટ મળતાં પૂર્વાન્કારા સતત ઉપલી સર્કિટ મારતી રહી પાંચ ટકા વધી ગઈ કાલે ૪૨૪ના શિખરે જઈ મંદીની સર્કિટમાં ૩૯૫ બતાવી એક ટકાના ઘટાડે ૪૧૧ બંધ આવી છે. 

થાણેની જેએનકે ઇન્ડિયાનું આજે લિસ્ટિંગ, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૧૩૨નું 
મંગળવારે ચાર ભરણાંનું લિસ્ટિંગ છે. મેઇન બોર્ડમાં થાણેની જેએનકે ઇન્ડિયા તથા એસએમઈમાં એમ્ફોર્સ ઑટોટેક ઉપર ખાસ નજર રહેશે. જેએનકે ઇન્ડિયામાં બેના શૅરદીઠ ૪૧૫ની અપર બૅન્ડ સામે પ્રીમિયમ વધતું રહી હાલ ૧૩૨ બોલાય છે. અહીં અગાઉ કોઈ પ્રીમિયમ ન હતું. ઇશ્યુ ખૂલવાના આગલા દિવસે બાવીસમીએ ૧૫ રૂપિયેથી કામકાજ ગ્રે માર્કેટમાં શરૂ થયું હતું. એસએમઈ સેગમેન્ટમાં હરિયાણાના પંચકુલાની એમ્ફોર્સ ઑટોટેકમાં ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસમાં ગ્રે માર્કેટમાં ૧૩૦નું પ્રીમિયમ ચાલે છે. અહીં સોદાની શરૂઆત ૧૫થી થયા બાદ ફેન્સી સતત વધતી જતાં રેટ ઉપરમાં ઇશ્યુ બંધ થયાના વળતા દિવસે, ૨૬મીએ ૧૩૫ થયો હતો. બાકીના બે ઇશ્યુ બીએસઈ એસએમઈ કંપનીના છે, બન્ને મુંબઈની છે. અંધેરી-ઈસ્ટની શિવમ કેમિકલ્સમાં ૧૦ના શૅરદીઠ ૪૪ની ઇશ્યુ પ્રાઇસ પ્રીમિયમના કામકાજ બે રૂપિયેથી શરૂ થયા બાદ રેટ ત્યાં જ ચીટકી ગયો હતો. હાલમાં પ્રીમિયમ બેનું જ છે. તો મુંબઈના ગામદેવી, ગ્રાન્ટ રોડ ખાતેની વર્યા ક્રીએશન્સમાં ૧૦ના શૅરદીઠ ૧૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. કંપની સોના-ચાંદી, પ્રેશિયસ, સેમી પ્રેશિયસ સ્ટોનના હોલસેલ ટ્રેડિંગ બિઝનેસમાં છે. એનું પોતાનું કોઈ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ નથી. કંપનીમાં કોઈ કસ નથી. ઇશ્યુને લઈ ૨૦૨૩-૨૪ના પ્રથમ માસમાં ૧૭૬૩ લાખની આવક પર ૩૫૧ લાખ નેટ પ્રૉફિટ બતાવી કામગીરીમાં જે ઝમક દેખાડાઈ છે એમાં વિન્ડો ડ્રેસિંગ જણાય છે. ગ્રે માર્કેટમાં પહેલેથી ભારે ઉદાસીનતા રહી છે, કોઈ જ સોદા નથી. લિસ્ટિંગ માથે છે. ૨૦૧૦ લાખ રૂપિયાનો ઇશ્યુ ૩.૬ ગણો છલકાયો એ છ ગણાથી વધુના રીટેલ પોર્શનનો પ્રતાપ છે. આવા ઇશ્યુને રીટેલમાં આવો પ્રતિસાદ? નવાઈ કહેવાય.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 06:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK