Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૩૯૯ પૉઇન્ટ વધ્યો

આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૩૯૯ પૉઇન્ટ વધ્યો

20 April, 2024 09:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરમ્યાન કૅનેડા કરવેરા માટે ૨૦૨૬ સુધીમાં વૈશ્વિક સ્તરનું ક્રિપ્ટો ઍસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક અમલી બનાવવા માગે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલામાં વધુ નુકસાન થયું નહીં હોવાના અહેવાલને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૪.૪૨ ટકા (૩૩૯૯ પૉઇન્ટ) વધીને ૮૦,૨૧૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૬,૮૧૫ ખૂલીને ૮૦,૯૧૬ની ઉપલી અને ૭૪,૦૦૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટોનકૉઇન ૧૮.૫૨ ટકા વૃદ્ધિ સાથે ટોચનો વધનાર હતો. સોલાના, બિટકૉઇન અને ડોઝકૉઇનમાં ૪થી ૧૦ ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.

દરમ્યાન કૅનેડા કરવેરા માટે ૨૦૨૬ સુધીમાં વૈશ્વિક સ્તરનું ક્રિપ્ટો ઍસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક અમલી બનાવવા માગે છે એવું ૨૦૨૪ના વાર્ષિક બજેટમાં જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ, ચીને સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના ક્ષેત્રે થઈ રહેલા વિકાસને સહયોગ આપવા માટે ઈ-સીએનવાય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી છે. આ સંસ્થા સીબીડીસી ક્ષેત્રે લાંબા ગાળાના વિકાસને વેગ આપવા માટે કાર્ય કરશે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK