Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > આઇટીસી અને ભારતીના નેજા હેઠળ શૅરબજારમાં નરમાઈ અટકી, એફએમસીજી ઇન્ડેક્સ નવા શિખરે

આઇટીસી અને ભારતીના નેજા હેઠળ શૅરબજારમાં નરમાઈ અટકી, એફએમસીજી ઇન્ડેક્સ નવા શિખરે

26 May, 2023 03:19 PM IST | Mumbai
Anil Patel

ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ સવાપાંચ ટકાની તેજીમાં, સનોફીમાં પોણાચારસો રૂપિયાનો જમ્પ : ગાર્ડન રિચમાં સારાં પરિણામ બેકાર ગયાં, ભાવ છ ટકા ગગડ્યો : એલઆઇસીમાં પરિણામનો ઊભરો બહુધા શમી ગયો, નાયકામાં નબળાં રિઝલ્ટ પચાવાયાં 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ખોટ કરતી અને નેટવર્થ સાફ થઈ ગઈ છે એવી સિમ્પ્લેક્સ મિલ્સ અને સિમ્પ્લેક્સ પેપરમાં ૧૦ના શૅરનું ૧૦૦૦ના શૅરમાં આજથી કન્સોલિડેશન થશે : આઇટીસી, બજાજ ઑટો અને ટીવીએસ મોટર્સ નવી વિક્રમી સપાટીએ, પરિણામ પૂર્વે ઑપ્ટિમસમાં દમદાર સુધારો જારી : જેબી કેમિકલ્સ સાધારણ પરિણામ વચ્ચે પાંચ ગણા વૉલ્યુમે ૧૩૯ રૂપિયા ઊછળ્યો : ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ સવાપાંચ ટકાની તેજીમાં, સનોફીમાં પોણાચારસો રૂપિયાનો જમ્પ : ગાર્ડન રિચમાં સારાં પરિણામ બેકાર ગયાં, ભાવ છ ટકા ગગડ્યો : એલઆઇસીમાં પરિણામનો ઊભરો બહુધા શમી ગયો, નાયકામાં નબળાં રિઝલ્ટ પચાવાયાં 


બુધવારની નબળાઈ પછી એશિયા ખાતે તાઇવાન પોણો ટકો અને જૅપનીઝ નિક્કી સાધારણ સુધારા સાથે માર્કેટ આઉટ પર્ફોર્મર રહ્યા છે. અન્યત્ર વલણ નરમ જોવાયું છે, જેમાં હૉન્ગકૉન્ગ બે ટકા બગડી ૧૮,૭૪૭ની અંદર આવી ગયું છે. આ સાથે ૨૦૨૩માં હૅન્ગસેંગ સાતેક ટકા ડાઉન થઈ ચૂક્યો છે. સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા અડધા ટકાની આસપાસ તો સિંગાપોર અને ચાઇના મામૂલી ઘટાડામાં હતા. ઑસ્ટ્રેલિયન શૅરબજાર એક ટકો કટ થયું હતું. યુરોપ બેરિશ ટ્રેન્ડમાં સતત ત્રીજા દિવસે રનિંગમાં માઇનસ ઝોનમાં દેખાયું છે. જોકે ઘટાડાનું પ્રમાણ સીમિત હતું. ચાઇના ખાતે રિકવરી ધીમી કે ઢીલી પડી છે, પરંતુ સત્તાવાળા મોટા પાયે સ્ટિમ્યુલસનો ડોઝ આપવાના મૂડમાં હજી આવ્યા નથી. સરવાળે વૈશ્વિક કૉમોડિટી અને શૅરબજારો વત્તે-ઓછે અંશે વેચવાલીના પ્રેશરમાં જણાય છે. 



ઘરઆંગણે શૅરઆંક ૬૮ પૉઇન્ટ જેવો નરમ ખૂલી છેવટે ૯૯ પૉઇન્ટના સુધારામાં ૬૧,૮૭૩ નજીક બંધ આવ્યો છે. નિફ્ટી ૩૬ પૉઇન્ટ વધી ૧૮,૩૨૧ હતો. છેલ્લા અડધા કલાકને બાદ કરતાં સેન્સેક્સ લગભગ આખો દિવસ રેડ ઝોનમાં હતો, જ્યાં નીચામાં આંક ૬૧,૪૮૫ની અંદર ગયો હતો. બે વાગ્યા પછી બજાર પ્રમાણમાં ઝડપી સુધારાના માર્ગે હતું, જેમાં છેલ્લા અડધા કલાક દરમ્યાન સેન્સેક્સ ઉપરમાં ૬૧,૯૩૪ થયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. એનએસઈ ખાતે ૧૧૨૪ શૅર પ્લસ તો સામે ૯૦૫ જાતો ઘટી છે. બજારના બહુમતી ઇન્ડાઇસિસ વધ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા, ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતા. નિફ્ટી એફએમસીજી તેમ જ બીએસઈનો એફએમસીજી ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બનાવી ૦.૭ ટકાની આસપાસ મજબૂત હતો. ઑટો બેન્ચમાર્ક અડધો ટકો સુધર્યો છે. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ નજીવો ઘટ્યો છે, પણ નિફ્ટી મેટલમાં ૦.૩ ટકાનો સુધારો હતો, જે મુખ્યત્વે અદાણી એન્ટરના અઢી ટકાના સુધારાને આભારી છે. 


વર્ધમાન સ્પે. સ્ટીલ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાનો હોવાથી ભાવ ગઈ કાલે અઢી ટકા વધીને ૪૧૪ બંધ થયો છે. રાધિકા જ્વેલ ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની પૂર્વસંધ્યાએ દોઢ ટકા ઘટી ૧૮૧ હતો. જ્યારે માત્ર બીએસઈ ખાતે લિસ્ટેડ સિમ્પ્લેક્સ મિલ્સ તથા સિમ્પ્લેક્સ પેપર બન્નેની ફેસવૅલ્યુ ૧૦ની છે એ ૧૦૦૦ની થવાની છે. આ માટેની રેકૉર્ડ ડેટ ૨૯ મે હોવાથી એનો અમલ બજારમાં શુક્રવારથી થશે. સિમ્પ્લેક્સ મિલ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૯ નજીક અને સિમ્પ્લેક્સ પેપર પણ ઉપલી સર્કિટે ૫ ટકા વધી ૨૯ બંધ રહી છે. ૧૦ રૂપિયાના શૅરનું ૧૦૦૦ રૂપિયામાં કન્સોલિડેશન થવાનો આ કિસ્સો અનોખો છે. બન્ને કંપનીઓ લોસ મેકિંગ છે. બુકવૅલ્યુ અનુક્રમે ૧૧ રૂપિયા અને ૪૦ રૂપિયા માઇનસમાં છે. નેટવર્થ સાફ થઈ ગયેલી છે. આ જોતાં કન્સોલિડેશન પાછળ કોઈક ગેમ લાગે છે. 

આઇટીસી સતત પાંચમા દિવસે મજબૂત, ભારતી અને બજાજ ટૉપ ગેઇનર થયા 


ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ તો નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર પ્લસ હતા. આઇટીસી સતત પાંચમાં દિવસની આગેકૂચમાં ૪૪૨ પ્લસની ઑલટાઇમ હાઈ બનાવી પોણાબે ટકા વધી ૪૪૧ના બંધમાં બજારને સર્વાધિક ૫૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ભારતી ઍરટેલ પોણાત્રણ ટકાની તેજીમાં ૮૨૩ બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતો. એણે બજારને ૪૭ પૉઇન્ટ આપ્યા છે. ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ ૫.૩ ટકાના જમ્પમાં ૪૩૮ નજીક ગયો છે. કોટક બૅન્ક ૧.૨ ટકા તથા લાર્સન એક ટકો સુધર્યા હતા. નિફ્ટી ખાતે બજાજ ઑટો ૪૬૫૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૮ ટકા કે ૧૨૬ રૂપિયાના ઉછાળે ૪૬૪૪ થયો છે. આ ઉપરાંત અન્યમાં અદાણી એન્ટર. અઢી ટકા, દિવીઝ લૅબ દોઢ ટકો, તાતા કન્ઝ્યુમર્સ સવા ટકો, આઇશર અને એચડીએફસી લાઇફ એક ટકાથી વધુ પ્લસ હતા. રિલાયન્સ નામજોગ સુધારામાં ૨૪૩૮ બંધ હતો. 

વિપ્રો ૧.૪ ટકાના ઘટાડે ૩૯૪ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી ૪૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે વેચવાની ભલામણ આવતાં તાતા મોટર્સ નીચામાં ૫૦૯ થઈ એક ટકો ઘટીને ૫૧૫ નીચે રહ્યો છે. એનો ડીવીઆર બે ટકા બગડી ૨૫૭ હતો. એચડીએફસી, સનફાર્મા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણા ટકા જેવા અને યુપીએલ એકાદ ટકો માઇનસ હતા. અદાણી ગ્રુપ ખાતે અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ એક ટકો, અદાણી પાવર સવા ટકો, એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા, જ્યારે અદાણી ટ્રાન્સ બે ટકા, અદાણી ગ્રીન ૧.૪ ટકા, અંબુજા સિમેન્ટ ૦.૭ ટકા, અદાણી વિલ્મર પોણાત્રણ ટકા ડાઉન હતા. અદાણી ટોટલ અને એસીસી લગભગ ફ્લેટ રહ્યા છે. મોનાર્ક નેટવર્થ એક ટકો સુધરીને ૨૧૪ હતો. 

પરિણામ પાછળ રેવતી ઇક્વિપમેન્ટ્સ ૨૮૧ રૂપિયાના જમ્પમાં ઑલટાઇમ હાઈ 

જેબી કેમિકલ્સે આવકમાં ૨૨ ટકાના વધારા સામે ત્રિમાસિક નેટ પ્રૉફિટમાં ૪ ટકા વધારો મેળવી સાધારણ પરિણામ સાથે શૅરદીઠ સવાનવ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. વધુમાં બેના શૅરનું એકમાં વિભાજન પણ નક્કી થયું છે. શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૨૦૮૦ થઈ સવાસાત ટકાની તેજીમાં ૨૦૫૮ બંધ રહ્યો છે. ગાર્ડન રિચશિપ બિલ્ડિંગ્સે અન્ય આવકના સહારે ૧૭ ટકાના વધારામાં ૫૫ કરોડથી વધુનો ત્રિમાસિક નફો કર્યો છે. કંપનીને ઇન્ડિયન નેવી તરફથી ૨૪૮ કરોડનો નવો ઑર્ડર પણ મળ્યો છે. શૅર જોકે ત્રણેક ગણા કામકાજે ૫.૯ ટકા ગગડી ૪૫૪ થયો છે. માઝગાવ ડોક અડધો ટકો અને કોચીન શિપયાર્ડ ત્રણ ટકા નરમ હતા. સનોફી ઇન્ડિયા ઉપરમાં ૬૮૧૭ વટાવી ૫.૯ ટકા કે ૩૭૫ની તેજીમાં ૬૭૭૬ વટાવી ગયો છે. 

રોકડામાં રેવતી ઇક્વિપમેન્ટ્સ ૨૦ ટકાની તેજીમાં ૨૮૧ રૂપિયાના ઉછાળે ૧૬૮૪ના બેસ્ટ લેવલે બંધ હતો. સ્કાય ગોલ્ડ, ધાબરિયા પોલીયુડ, રિફેક્સ રિન્યુએબલ્સમાં પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. મહિના પૂર્વે, ૨૭ એપ્રિલે ૧૬૦ના તળિયે ગયેલી ઑપ્ટિમ્સ ઇન્ફ્રાકોમનાં પરિણામ ૨૬મીએ છે. શૅર સુધારાની ચાલમાં વધુ પોણાનવ ટકા ઊછળી ૨૩૬ બંધ થયો છે. બુધવારે ૫૯૪ના બેસ્ટ લેવલે જઈ ૫૭૩ થઈ છે. લીંકન ફાર્મા ૧૧.૨ ટકા અને સયાજી ઇન્ડ. ૧૦.૬ ટકા તૂટ્યા છે. ‘એ’ ગ્રુપ ખાતે આઇઆરએફસી સાડાપાંચ ટકા, નવ લિમિટેડ ૬.૧ ટકા, ભારત ડાયનેમિક્સ ૫.૪ ટકા, ઇક્લેરેક્સ ૪.૯ ટકા, ટ્રાઇડેન્ટ સવાછ ટકા બગડ્યા હતા. બ્રિટાનિયા ૪૭૦૬ના શિખરે જઈ એક ટકો વધી ૪૫૬૪, સીએટ ૨૧૮૧ની ટોચ બતાવી ૪ ટકા વધી ૨૧૬૦, અપોલો ટાયર્સ ૧.૪ ટકા વધી ૩૮૯ની નવી ઊંચી સપાટીએ બંધ હતા. 

આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક નવી ટોચે, એમઆરએફમાં હજારી જમ્પ

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની નરમાઈ વચ્ચે નહીંવત્ સુધારામાં ૪૩,૬૮૧ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના ઘટાડે અડધો ટકો ડાઉન હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૧ શૅર માઇનસ હતા. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ત્રણ ટકા વધી ૬૮ની વર્ષની ટોચે બંધ હતો. સૂર્યોદય બૅન્ક સવાચાર ટકાની આગેકૂચમાં ૧૪૪ નજીક ગયો છે. આઇડીબીઆઇ દોઢ ટકા, બંધન બૅન્ક સવા ટકો, કોટક બૅન્ક તથા આરબીએલ બૅન્ક એક ટકાથી વધુ સુધર્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, સિટી યુનિયન બૅન્ક, જેકે બૅન્ક, તામિલનાડુ મર્કેન્ટાઇલ એકથી પોણાત્રણ ટકા ઘટી છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૬૮ શૅરના સુધારામાં યથાવત હતો. અકાઉન્ટિંગ પૉલિસીમાં ફેરફારના પગલે નફામાં તગડો વધારો બતાવનાર એલઆઇસી અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૬૧૫ વટાવ્યા બાદ નીચામાં ૬૦૦ થઈ ૧.૭ ટકાના સુધારામાં ૬૦૪ અંદર બંધ હતી. બેંગાલ ઍન્ડ આસામ કંપની ૪.૮ ટકા કે ૨૦૭ રૂપિયાની તેજીમાં ૪૫૫૪ થયો છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ ૪.૭ ટકા, બામર લોરી સવાચાર ટકા, સુમિત સિક્યૉરિટીઝ ૨.૭ ટકા મજબૂત હતા. આવાસ ફાઇ. એક ટકો વધી ૧૪૦૩ રહ્યો છે. 

એક્સેપ્શનલ આઇટમને લઈ ૬૩ મૂન્સ નફામાંથી તગડી ખોટમાં સરી પડી 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૩ શૅરના સથવારે ૮૮ પૉઇન્ટ જેવો સામાન્ય સુધર્યો છે. ઑનવર્ડ ટેક્નૉ. ૪૬૮ના બેસ્ટ લેવલે જઈ ૧૪.૬ ટકાની તેજીમાં ૪૫૬ રહ્યો છે. કેપીઆઇટી ટેક્નૉ પણ સવાચાર ટકાની આગેકૂચમાં ૧૦૨૧ ઉપર નવા શિખરે બંધ હતો. આ. સિસ્ટમ્સ ૫.૯ ટકા, તાતા ઍલેક્સી સવાત્રણ ટકા અને ઝેનસાર ટેક્નૉ ૩.૨ ટકા પ્લસ હતા. ૬૩ મૂન્સની કુલ આવક માર્ચ ક્વૉર્ટરમાં ૧૩૮ ટકા વધી ૧૪૬ કરોડ વટાવી ગઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૫૪૪ લાખ હતો, તેની સામે આ વખતે ૨૩૧૮ લાખની ચોખ્ખી ખોટ થઈ છે. આ ખોટ મુખ્યત્વે ૪૧૩૬ લાખની એક્સેપ્શનલ આઇટમને આભારી છે. શૅર ગઈ કાલે છ ગણા કામકાજે સાડાનવ ટકા ગગડીને ૧૬૪ની અંદર બંધ રહ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી અડધા ટકા જેવો પ્લસ હતો. વિપ્રો ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર અને ટીસીએસ નહીંવત નરમ હતા. લાટિમ પોણાબે ટકા વધ્યો છે. ભારતી ઍરટેલ ઉપરાંત ઑપ્ટિમસ, તેજસ નેટ, ઇન્ડ્સ ટાવર સાડાત્રણથી પોણાનવ ટકા વધતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૭ ટકા રણક્યો છે. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ફ્લેટ હતો. પિરામલ ફાર્માએ ૭૫ ટકાના ધબડકામાં ૫૦ કરોડનો ત્રિમાસિક નફો દર્શાવ્યો છે, પણ શૅર છ ટકાની તેજીમાં ૭૮ વટાવી ગયો છે. સનફાર્માનાં પરિણામ શુક્રવારે છે. શૅર પોણો ટકો ઘટીને ૯૪૫ બંધ હતો. દિવીઝ લૅબ ૧.૪ ટકા, અપોલો હૉસ્પિટલ અને સિપ્લા પોણો ટકો, ન્યુલૅન્ડ લૅબ પોણાચાર ટકા પ્લસ હતા. નાયકાએ નફામાં ૭૨ ટકાનું ગાબડું દર્શાવતાં શૅર નીચામાં ૧૨૨ થયા બાદ બાઉન્સબૅકમાં ૧૨૮ વટાવી ૧.૬ ટકા વધીને ૧૨૯ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 03:19 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK