નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે : લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૬,૦૪૯ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૪.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૬,૩૩૩.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૭૧૨.૩૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૭૯૭ ઉપર ૮૬,૧૫૯ કુદાવે તો ૮૬,૪૪૦, ૮૬,૮૯૦ સુધીની શક્યતા. નીચામાં ૮૪,૭૬૩ નીચે નબળાઈ સમજવી. ત્યાર બાદ ૮૪,૪૭૮ મહત્ત્વની સપાટી ગણાય. કોઈ પણ બાજુના વેપારમાં સાવચેત રહેવું હિતાવહ. ગયા ગુરુવારનું પૅનિક યાદ રાખવું. ઝડપથી ફરી જવાની નીતિ અપનાવવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (જ્યારે ભાવો લોઅર બાઉન્ડરી લાઇન પાસે આવે ત્યારે ખરીદતા હોય છે અને જ્યારે ભાવો અપર બાઉન્ડરી લાઇન પાસે આવે ત્યારે વેચતા હોય છે.) એટલે કે અપર અથવા તો લોઅર ટ્રેન્ડલાઇનના સ્ટૉપલૉસે ટૂંકા ગાળા માટે લેણ-વેચાણ કરતાં હોય છે અને પૅટર્નમાંથી બ્રેકઆઉટ આવતાં થોડું નુકસાન સહન કરીને બ્રેકઆઉટની દિશામાં ફરી નવો ધંધો ગોઠવતા હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૧૯૪.૪૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ઇન્ડસઇન્ડ બૅન્ક (૮૭૦.૧૦) ૭૧૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૭૪ અને ૮૯૩ ઉપર ૯૦૦, ૯૦૬ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૯૩૬, ૯૬૬ સુધીની શક્યતા. નીચામાં ૮૫૬ નીચે ૮૪૩ સપોર્ટ ગણાય.
કોટક મહેન્દ્ર બૅન્ક (૨૧૫૪.૯૦) ૨૦૬૬.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૬૬ ઉપર ૨૧૮૨, ૨૨૦૩, ૨૨૨૪, ૨૨૪૫, ૨૨૬૬ સુધીની શક્યતા. નીચામાં ૨૧૩૫ નીચે ૨૧૨૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૦,૦૫૫.૬૦) ૫૭,૪૫૦.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૩૫૩ ઉપર ૬૦,૪૦૦, ૬૦,૬૫૦, ૬૦,૯૦૦, ૬૧,૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯,૩૧૪, ૫૮,૯૦૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૬,૩૩૩.૨૦૦) : ૨૫,૪૨૮.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૩૭૦ ઉપર ૨૬,૪૩૬, ૨૬,૪૯૬ કુદાવે તો ૨૬,૫૪૫, ૨૬,૬૯૦, ૨૬,૮૩૦, ૨૬,૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬,૧૯૪, ૨૬,૦૪૯ નીચે સાવચેત રહેવું. ૨૫,૮૬૭ તૂટતાં નબળાઈ વધશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
બજાજ ફાઇનૅન્સ (૧૦૪૮.૦૦) : ૯૮૧.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬૧ ઉપર ૧૦૮૮, ૧૧૦૩ સુધીની શક્યતા. નીચામાં ૧૦૨૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ICICI પ્રુ.લાઇફ (૬૨૬.૦૫) : ૬૦૨.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૨૮ ઉપર ૬૩૬, ૬૪૫, ૬૫૪ સુધીની શક્યતા. નીચામાં ૬૧૮ નીચે ૬૧૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે, આંખોની સામે હોય અને ઓળખાય નહીં. - ભાવિન ગોપાણી


