Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સાઉદીમાં સીબીડીસીના ઉપયોગ બાબતે ચર્ચા શરૂ: આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૫૮૯ પૉઇન્ટનો વધારો

સાઉદીમાં સીબીડીસીના ઉપયોગ બાબતે ચર્ચા શરૂ: આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૫૮૯ પૉઇન્ટનો વધારો

04 May, 2024 09:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડેક્સ ૭૩,૨૮૮ ખૂલીને ૭૬,૦૫૧ની ઉપલી અને ૭૩,૧૭૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકામાં કૃષિ સિવાયનાં ક્ષેત્રે રોજગારની સ્થિતિ દર્શાવતા આંકડાઓ જાહેર થવા પહેલાં શુક્રવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૧૭ ટકા (૧૫૮૯ પૉઇન્ટ) વધીને ૭૪,૮૭૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો.

ઇન્ડેક્સ ૭૩,૨૮૮ ખૂલીને ૭૬,૦૫૧ની ઉપલી અને ૭૩,૧૭૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ટોનકૉઇન ૧૧.૭૬ ટકા સાથે ટોચનો વધનાર હતો. શિબા ઇનુ, સોલાના અને ડોઝકૉઇનમાં ૩થી ૪ ટકાની રેન્જમાં વધારો થયો હતો.



દરમ્યાન, અમેરિકાના સંસદસભ્યો સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાં ઑપ્શન્સ ટ્રેડિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ ગૅરી ગેન્સલરને અનુરોધ કરી રહ્યા છે. બીજી બાજુ, સાઉદી અરેબિયા અને બાહરિનની કેન્દ્રીય બૅન્કોએ સરહદપારના નાણાકીય વ્યવહારો માટે સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)નો ઉપયોગ કરવા બાબતે ચર્ચા શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK