કેટલાં ઝાડ વાવ્યાં, પાણી બચાવવા માટે કેટલા સતર્ક રહ્યા, પ્રદૂષણ ઘટાડવામાં તમારું શું કન્ટ્રિબ્યુશન રહ્યું અને બગાડ ઓછો કરવામાં તમે શું ભૂમિકા ભજવી - આ બધા સવાલ પણ મહત્ત્વના છે.
મેહુલ દેઢિયા
જ્યારે જીવનના અંતિમ ચરણમાં હશો, છેલ્લા શ્વાસ ગણાઈ રહ્યા હશે અને આખું જીવન તમારી આંખ સામેથી પસાર થઈ રહ્યું હશે ત્યારે એક સવાલ તમારા મનમાં આવી શકે છે કે આખું જીવન તમે પ્રકૃતિ પાસેથી ઘણું લીધું, પણ પાછું કેટલું આપ્યું? જન્મ્યા ત્યારથી લઈને ૬૦-૭૦ વર્ષની જિંદગીમાં એકધારું આપણું સર્વાઇવલ નેચર પર આધારિત છે. આપણું ભોજન, આપણાં કપડાં, પાણી, આપણો શ્વાસોશ્વાસ એ બધું જ કુદરતે આપણને આપ્યું. હવા-પાણી કે ભોજન વિના તમે જીવી શકો? જરાય નહીં. અને મધર નેચર સિવાય એ કોઈ આપી શકે? જરાય નહીં. ચાહે એ નૅચરલ ફળ, શાકભાજી કે અનાજ હોય અથવા તમે કોઈ સિન્થેટિક પ્રોસેસ્ડ ફૂડ ખાતા હો કે તમે ડેરી-પ્રોડક્ટની વાત કરો... એ બધાં માટે બેઝ પ્રોડક્ટ તો પ્રકૃતિ દ્વારા જ મળે છે. ૭૦ વર્ષના જીવનમાં તમે કેટલું અનાજ ખાધું, કેટલાં લીટર પાણી પીધું, પ્રકૃતિમાં પ્લાસ્ટિક વગેરેનો કેટલો કચરો ઠાલવ્યો, કેટલી હવા લીધી અને એ હવામાં તમારી ગાડી વગેરે દ્વારા કેટલું પ્રદૂષણ ફેલાવ્યું આ બધાનો હિસાબ-કિતાબ કર્યા પછી એ પણ બૅલૅન્સશીટમાં લખો કે એમાંથી તમે કેટલું રિટર્ન આપ્યું?
કેટલાં ઝાડ વાવ્યાં, પાણી બચાવવા માટે કેટલા સતર્ક રહ્યા, પ્રદૂષણ ઘટાડવામાં તમારું શું કન્ટ્રિબ્યુશન રહ્યું અને બગાડ ઓછો કરવામાં તમે શું ભૂમિકા ભજવી - આ બધા સવાલ પણ મહત્ત્વના છે. જીવનની એ છેલ્લી પળોમાં આ સવાલના જવાબ નકારમાં ન આવે એવું ઇચ્છતા હો તો હમણાંથી એનું પ્લાનિંગ કરવા માંડો. પ્રકૃતિ પાસે લઈ રહ્યા છો એમ પ્રકૃતિને પાછું આપવાની દિશામાં પણ ઍક્શન લેવા માંડો. સૌથી પહેલાં તો નેચરને શેની જરૂર છે એની જાણકારી મેળવો અને પછી એ દિશામાં પગલાં લો, જેમ કે કયા ઝોનમાં કયાં વૃક્ષોની જરૂર છે એની માહિતી મેળવીને વૃક્ષારોપણ કરો અને સાથે એની માવજત પણ કરો. જ્યાં પાણી બચાવવા માટે રેઇનવૉટર હાર્વેસ્ટિંગ સંભવ હોય ત્યાં એ કરો. ક્યાંક પાણીની સફાઈમાં તમે કન્ટ્રિબ્યુટ કરી શકતા હો તો એ કરો. તમારી દરેક ઍક્શનમાં જો એ સભાનતા ભળી જાય કે હું જે કરી રહી છું કે કરી રહ્યો છું એનાથી પ્રકૃતિને લાભ થશે કે નુકસાત તો આપોઆપ ધીમે-ધીમે તમારામાં કન્ટ્રોલ આવતો જશે. આ પણ ત્યારે થશે જ્યારે તમે લાઇફમાં ક્યાં સુધી કરીઅર, ફૅમિલી અને લક્ઝરી માટે દોડતા રહેવું એનું બ્રૅકેટ નહીં બનાવો. હું પાંચ કરોડનું સેવિંગ્સ થઈ જાય એટલે આ બદલાવ લાવીશ અથવા પછી હું મારી લાઇફ પ્રકૃતિને સમર્પિત કરીશ અથવા પછી હું મારા દિવસના બે કલાક નેચર સાથે વિતાવીશ આવું કંઈક વિચારો ત્યારે તમે પ્રકૃતિને પેબૅક કરવાના તમારા કર્તવ્યને સારી અને સાચી રીતે ન્યાય આપી શકો.
ADVERTISEMENT
- મેહુલ દેઢિયા
છેલ્લાં ૨૦ વર્ષથી પ્રકૃતિવિદ તરીકે સક્રિય મેહુલ દેઢિયા માર્શલ આર્ટ ટ્રેઇનર અને નોટાફિલિસ્ટ (અમુક સિરિયલ નંબરમાં કરન્સી નોટ કલેક્ટ કરનાર) તરીકે સક્રિય છે.
