Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > AI દ્વારા બનાવેલી વેબ સિરીઝ ‘મહાભારત’માં દર્શકોએ નોંધી આ મોટી ભૂલ, અને થઈ ટ્રોલ

AI દ્વારા બનાવેલી વેબ સિરીઝ ‘મહાભારત’માં દર્શકોએ નોંધી આ મોટી ભૂલ, અને થઈ ટ્રોલ

Published : 05 November, 2025 04:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કારણ કે Jio Hotstar ‘AI મહાભારત’ ના કેટલાક દ્રશ્યોમાં આધુનિક સ્પર્શ દર્શાવવામાં આવ્યા છે, જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા. તાજેતરમાં, દર્શકોએ શોમાં એક મોટી ભૂલ જોઈ જેમાં પ્રાચીન હસ્તિનાપુરમાં આધુનિક ફર્નિચર અને બેડરૂમ બતાવવામાં આવ્યું છે.

AI મહાભારતની આ તસવીર વાયરલ થઈ રહી છે. (સૌજન્ય: X)

AI મહાભારતની આ તસવીર વાયરલ થઈ રહી છે. (સૌજન્ય: X)


મનોરંજન ઉદ્યોગમાં ભારતની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવવા હવે ‘મહાભારત’ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને પણ બનાવવામાં આવી છે. જોકે આ સિરીઝને હવે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. કારણ કે આ એઆઇ વડે બનાવવામાં આવેલી મહાભારતમાં આજના સમયની કેટલીક વસ્તુઓ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. AI ‘મહાભારત’ ના અત્યાર સુધીમાં બે એપિસોડ રિલીઝ થયા છે, જેના કારણે દર્શકોમાં ભારે ચર્ચા જાગી છે. "મહાભારત - એક ધર્મ યુદ્ધ" એ કોઈપણ કલાકારો, સેટ અથવા કૅમેરા જેવા બીજા પ્રોપ્સ વિના માત્ર AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે તે તમામ ઉંમરના દર્શકો માટે સુલભ છે. આ શોને AIની ભૂલ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, કારણ કે Jio Hotstar ‘મહાભારત’ ના કેટલાક દ્રશ્યોમાં આધુનિક સ્પર્શ દર્શાવવામાં આવ્યા છે, જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા. તાજેતરમાં, દર્શકોએ શોમાં એક મોટી ભૂલ જોઈ જેમાં પ્રાચીન હસ્તિનાપુરમાં આધુનિક ફર્નિચર અને બેડરૂમ બતાવવામાં આવ્યું છે.

મહાભારત’ના પ્રાચીન હસ્તિનાપુરમાં આધુનિક ફર્નિચર



‘AI ​​મહાભારત’ જિયો Hotstar પર સ્ટ્રીમ થઈ રહી છે, જેનું નિર્માણ કલેક્ટિવ મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે. પહેલો એપિસોડ 25 ઑક્ટોબરે રિલીઝ થયો હતો. બીજો એપિસોડ 1 નવેમ્બરે પ્રસારિત થયો. એક દ્રશ્યમાં, દેવી ગંગાને એક નાના બાળક સાથે એક લક્ઝરી મહેલના રૂમમાં બતાવવામાં આવી હતી. જોકે, દર્શકોએ તરત જ આ દ્રશ્યમાં નિર્માતાઓની ભૂલ જોઈ. એક ભવ્ય મહેલના ઓરડામાં આજના સમયની ડિઝાઇન સાથે બેડસાઇડ ટેબલે રાખેલું હતું. દ્રશ્યમાં જોવા મળેલું આ ટેબલ સંપૂર્ણપણે 20મી સદીનું હોય તેવું લાગતું હતું.



AI `મહાભારત` નું આ દ્રશ્યની મજાક ઉડાવવામાં આવી રહી છે

AI `મહાભારત` નો આ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો સ્ક્રીનશોટ લઈ રહ્યા છે અને તેની મજાક ઉડાવવા માટે તેને શૅર પણ કરી રહ્યા છે. એક દર્શકે ટ્વિટર પર સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું, "Jio Hotstar પર AI મહાભારત જોઈ રહ્યો છું... હું બેડસાઇડ ડૅસ્ક જોઈને હસી રહ્યો છું." બીજા સોશિયલ મીડિયા યુઝરે મજાકમાં ટિપ્પણી કરી, "એક જ વસ્તુ ખૂટે છે તે વાયરલેસ ચાર્જર." વધુ એક યુઝરે લખ્યું, "એક દ્રશ્યમાં, બેડસાઇડ દિવાલ પર સૂટ પહેરેલા એક માણસનો ફોટો પણ છે."

લોકોનું શું કહેવું છે ‘AI મહાભારત’ પર

"AI મહાભારત એક વિચિત્ર સંયોજન છે. વિચારવું પડશે કે શું AI વાર્તા બદલી નાખે છે કે જૂના પાઠોને અલગ બનાવે છે. તેને જોવાની 2025 ની રીત જેવું લાગે છે. તે સારી રીતે બનાવેલી નથી... તેમાં ખૂબ જ બેદરકારી કરવામાં વી છે. ઉત્સાહની પ્રશંસા કરો પણ માફ કરશો... આ સંપૂર્ણ નથી. AI કંપનીએ તેના પર વધુ કામ કરવું જોઈતું હતું.”

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK