Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > જૉબ્ઝ અને કરિયર > REC Recruitment 2024: મેનેજરની પોસ્ટ માટે 127 જગ્યા ખાલી, અરજી કરીને ઝડપી લો તક

REC Recruitment 2024: મેનેજરની પોસ્ટ માટે 127 જગ્યા ખાલી, અરજી કરીને ઝડપી લો તક

Published : 28 January, 2024 01:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

REC Recruitment 2024: આરઇસી લિમિટેડ તરફથી 127 મેનેજરની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરી શકાય છે.

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. 09 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાય છે
  2. લઘુત્તમ ઉંમર 33 વર્ષ અને મહત્તમ 52 વર્ષ હોવી જોઈએ
  3. ઇંટરવ્યૂમાં સિલેકટ થનાર ઉમેદવારને નોકરી આપવામાં આવશે

REC Recruitment 2024: નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આરઇસી લિમિટેડ તરફથી 127 મેનેજરની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.


કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે?



પ્રાપ્ત માહિતી અનુસાર REC ભરતી 2024 (REC Recruitment 2024) હેઠળ કુલ 127 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જેમાં ડેપ્યુટી જનરલ મેનેજર, ચીફ મેનેજર, મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ ઓફિસર અને અન્યનો સમાવેશ થાય છે. 


ક્યાં સુધી કરી શકશો અરજી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ (REC Recruitment 2024) માટે 09 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહી.


જાણી લો કેટલી છે વય મર્યાદા

અરજદારની લઘુત્તમ ઉંમર 33 વર્ષ અને મહત્તમ 52 વર્ષ હોવી જોઈએ.

REC ભરતી 2024 માટે આટલી શૈક્ષણિક લાયકાત જરૂરી

તમને જણાવી દઈએ કે REC ભરતી 2024 (REC Recruitment 2024) સૂચના હેઠળ જએ લોકો અર્જિન કરવા માંગે છે તે લોકોએ સૂચિત વિવિધ પોસ્ટ માટે પાત્રતા માપદંડ ચકાસવા જરૂરી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.Tech/ M.Tech/ MBA/ PG ડિપ્લોમાની ડિગ્રી હોવી આવશ્યક છે.

આટલી અરજી ફી ભરવી પડશે

સામાન્ય અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 1000 રૂપિયાની અરજી ફી જમા કરાવવાની રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PWBD અને ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

ઉમેદવારે આ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે

REC ભરતી 2024 માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ઇંટરવ્યૂમાં સિલેકટ થનાર ઉમેદવારને નોકરી આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 33 હજારથી રૂ. 2 લાખ 80 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.

REC ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ તો REC Indiaની સત્તાવાર વેબસાઇટ https://recindia.nic.in ની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ પર “REC Recruitment 2024” લિંક દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ‘ઓનલાઈન અરજી કરો’ લિંક પર ક્લિક કરીને એક નવું પેજ ઓપન કરવાનું રહેશે, જરૂરી વિગતોમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે ભરવાની રહેશે.

મૂળભૂત અને શૈક્ષણિક લાયકાતની વિગતો દાખલ કરવી જરૂરી છે. ફોટોગ્રાફ અને સહી સાથે દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ યોગ્ય અરજી ફી ચૂકવીને સબમિટ બટન પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહેશે. આ રીતે સૂચના અનુસાર રસ ધરાવતા ઉમેદવારોએ 9 ફેબ્રુઆરી 2024 પહેલાં સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2024 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK