Social Media Trend: "જ્યારે પુરુષો તમને "r****" કહીને અપમાનિત કરે છે, ત્યારે તેને ગર્વથી સ્વીકારો," થેરેપિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર દિવિજા ભસીને તેના વાયરલ વીડિયોમાં કહ્યું. આ એક વાક્ય સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
"જ્યારે પુરુષો તમને "r****" કહીને અપમાનિત કરે છે, ત્યારે તેને ગર્વથી સ્વીકારો," થેરેપિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર દિવિજા ભસીને તેના વાયરલ વીડિયોમાં કહ્યું. આ એક વાક્ય સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું. દિવિજાએ આ વાત પોતાના પર થયેલા લિંગ આધારિત અપમાનના જવાબ રૂપે કરી હતી. પરંતુ આ રીતે શરૂ થયેલો “proud r****” ટ્રેન્ડ આજે સોશિયલ મીડિયાને બે ભાગમાં વહેંચી રહ્યો છે: કેટલાંક તેને સશક્તિકરણ માને છે, તો કેટલાંકને તે અનકમ્ફર્ટેબલ કરે છે.
આ ચર્ચાને સમજવા માટે, આ શબ્દનો ઇતિહાસ જાણવો મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન ભાષાકીય રેકોર્ડ મુજબ, આ શબ્દનું મૂળ સંસ્કૃત રણ્ડ/रण्ड માં જોવા મળે છે. જૂના શબ્દકોશોમાં, તેનો અર્થ "વેશ્યા", "નૃત્યકાર" અથવા "કોર્ટિસન" તરીકે નોંધાયેલ છે. કેટલાક પ્રાદેશિક સ્વરૂપોમાં, "વિધવા" નો અર્થ પણ જોવા મળે છે, જેનો અર્થ એ છે કે આ શબ્દનો ઇતિહાસ સીધો નથી અને જટિલ છે અને વિવિધ પ્રદેશોમાં બદલાતો રહે છે. સમય જતાં, આ શબ્દ સ્ત્રીઓને શરમાવવા, તેમના નિર્ણયો અને સ્વતંત્રતાને નિયંત્રિત કરવા માટે સૌથી સામાન્ય અપશબ્દો બની ગયો. અને આ અપશબ્દનો ઉપયોગ મજબૂત, સ્વતંત્ર, જ્ઞાની અને નિર્ણાયક સ્ત્રીઓ સામે થવા લાગ્યો.
ADVERTISEMENT
View this post on Instagram
દિવિજા ભસીનનું નિવેદન સાંભળવામાં સરળ હતો. લોકો સ્ત્રીઓનું અપમાન કરવા માટે આ શબ્દોનો ઉપયોગ કરે છે. દિવિજા કહેવા માગતી હતી કે જો આપણે શબ્દનો અર્થ બદલીએ અને ડર્યા વિના કહીએ, તો તે શબ્દ આપણું અપમાન કરી શકશે નહીં. આને “શબ્દને ફરી પોતાના અર્થમાં સ્વીકારવો (reclaim) કહેવાય છે. એટલે કે, લાંબા સમયથી અપમાન તરીકે ઉપયોગમાં લેવાતા શબ્દને નકારાત્મક અર્થ આપવાને બદલે નવો અને સકારાત્મક અર્થ આપવો. દિવિજાનો ધ્યેય એ હતો કે મહિલાઓ ટીકાના ડરથી બોલવામાં ડરે નહીં. પરંતુ આ રસ્તો દરેક માટે એકસરખો સરળ નથી, અને તેથી જ આ ચર્ચા સોશિયલ મીડિયા પર આટલી મોટી બની ગઈ.
આ ટ્રેન્ડમાં, સ્ત્રીઓ આ શબ્દને પ્રતિકારના અવાજમાં ફેરવવા માગે છે. તેમનું કહેવું છે કે જો શબ્દમાં જ શરમ ન રહે તો લોકો તેણે હથિયાર તરીકે કે અપમાન કરવા માટે ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ આ વલણ સામે ઘણી દલીલો છે, અને તે દલીલોને અવગણી શકાય નહીં.
સૌથી મોટી ચિંતા એ છે કે આ શબ્દમાં "પરસ્પર ગૌરવ" શોધવું યોગ્ય નથી. આ શબ્દ મૂળરૂપે સ્ત્રીઓને અપમાનિત કરવા માટે વપરાય છે. ઉપરાંત, સેક્સ વર્કર્સને ક્યારેય કલંકિત ન કરવા જોઈએ - તેઓ સમાજમાં પોતાની મજબૂરીઓ, આર્થિક દબાણ અને જોખમ વચ્ચે કામ કરે છે - પરંતુ તેમના પર લાગેલી ગાળને “ગર્વ”ના રૂપમાં પાછી વાપરવી હંમેશા શક્તિશાળી પુનઃપ્રાપ્તિ ગણી શકાય નહીં. તેમની સમસ્યાઓ પસંદગીથી નહીં પરંતુ પરિસ્થિતિઓથી જન્મે છે.
બીજી ચિંતા વધુ ગંભીર છે, આ ટ્રેન્ડ હવે કિશોરીઓ સુધી પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા પર 14–15 વર્ષની છોકરીઓ પોતાના બાયોમાં `#proud r****` લખતી જોવા મળે છે, જ્યારે તેમને આ શબ્દનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી દુખની કોઈ જ સમજ નથી. આ રીતે એક ગાળ સામાન્ય બની જાય છે, જે લાંબા ગાળે નુકસાનકારક છે.
અને સૌથી અગત્યનું - આવા ટ્રેન્ડ ઑનલાઈન ચાલે, પરંતુ વાસ્તવિક જીવનમાં, આ જ શબ્દ સ્ત્રીઓને ભય, પીડા અને ભેદભાવ તરફ ધકેલે છે. ડિજિટલ દુનિયામાં રિક્લેમ (Reclaim) શબ્દ સાંભળવામાં ટ્રેન્ડી અને શક્તિશાળી લાગે છે, પરંતુ ઘર, રસ્તા અને ઑફિસમાં એની અસર હજી પણ તીક્ષ્ણ છે.
સમય જતાં ભાષા બદલાય છે. નવા શબ્દો આવે છે, જૂના શબ્દોના અર્થ બદલાય જાય છે. પરંતુ કેટલાક શબ્દો એવા છે જેને સમાજ શરમ, અપમાન અને નકારાત્મક લાગણીઓ સાથે જોડી દે છે. આ લાગણીઓ એટલી ઊંડે સુધી મૂળ ધરાવે છે કે ભાષા બદલાય ત્યારે પણ તે સરળતાથી દૂર થતી નથી. તેથી જ જ્યારે કોઈ આવા શબ્દને નવા અર્થ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે, ત્યારે ચર્ચા, દલીલ અને અગવડતા ઊભી થાય છે. શબ્દ ફક્ત એક ધ્વનિ છે, પરંતુ લોકો તેની સાથે જે અર્થ અને લાગણીઓ જોડે છે, તે બદલવામાં સૌથી વધુ સમય લે છે.
કોઈપણ અપમાન અથવા દુર્વ્યવહારને પાછો મેળવવાનો પ્રયાસ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે દુર્વ્યવહારનો ભોગ બનેલો સમુદાય સામૂહિક રીતે તેની નવી વ્યાખ્યા સ્વીકારે છે, સોશિયલ મીડિયા ટ્રેન્ડ ચર્ચા શરૂ કરે છે, પરંતુ અંતર્ગત સ્ત્રીદ્વેષ (Misogyny)શબ્દો કરતાં વધુ ઊંડો છે.
એક મહત્ત્વનો તર્ક એ પણ છે કે જ્યારે ક્રિએટર્સ કે ઇન્ફ્લુએન્સર્સ જેમ કે દિવિજા ભસિન કહે છે, “તમને r**** કહેવામાં આવે તો એને સ્વીકારો,” એવું કહેવું પોતે જ એક પ્રકારનો પ્રિવિલેજ છે. તેના જેવા જાહેર હસ્તીઓ પાસે ઘણીવાર સપોરટીવ પ્લેટફોર્મ, સક્ષમ સમુદાય અને સમાજમાં ચોક્કસ માત્રામાં રક્ષણ હોય છે, જેનો અર્થ એ થાય છે કે તેમને આવા અપમાનના તાત્કાલિક ખતરનાક પરિણામોનો સામનો કરવો પડતો નથી. આવા લોકો માટે, કોઈ પણ શબ્દને રિક્લેમ (Reclaim) કરવું શક્તિશાળી અથવા પ્રતીકાત્મક લાગે છે, કારણ કે તેમણે માટે કોઈ જોખમ નથી અથવા છે, તો ખૂબ જ ઓછું છે.
પણ દરેક સ્ત્રી માટે આ સલાહ એટલી સરળ નથી. દરેક પાસે તે સુરક્ષા, સહાયતા અથવા આત્મવિશ્વાસ નથી કે તે આવા શબ્દને હળવાશથી લઈ શકે. ઘણી વખત, આ શબ્દ માત્ર ઑનલાઈન અપમાન નહીં પરંતુ પોતાના ઘર, ઑફિસ અથવા જાહેર જગ્યાઓમાં અપમાન, નિયંત્રણ અને હિંસાનો સાધન બની જાય છે. એવા પરિસ્થિતિમાં, “શબ્દને સ્વીકારો” એમ કહેવું તેમની વાસ્તવિક મુશ્કેલીઓની અવગણના સમાન છે.
બીજો દ્રષ્ટિકોણ એ છે કે "Proud R****" મુવમેન્ટ યુવા પેઢી અને જૂની પેઢી વચ્ચેના અંતરને પ્રતિબિંબિત કરે છે કે મહિલાઓ ઓનલાઈન સશક્તિકરણ કેવી રીતે જુએ છે. યુવાન મહિલાઓ માટે, સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં તેઓ સામાજિક ધોરણોને પડકારી શકે છે, તેમની ઓળખ સાથે પ્રયોગ કરી શકે છે અને સામાજિક અપેક્ષાઓને અવગણી શકે છે, જે પાછલી પેઢીઓ સામાન્ય રીતે નથી કરતી. શબ્દને રિક્લેમ કરવાનો આ પ્રયાસ, વિવાદાસ્પદ હોવા છતાં, એક મોટા પેટર્નનો ભાગ છે જેમાં ડિજિટલ સ્પેસ સામાજિક ધોરણો અને સ્ટીરિયોટાઇપ્સને પડકારવા માટેનું પ્લેટફોર્મ બની રહી છે. ઑનલાઇન વલણો સામાન્ય રીતે વાસ્તવિક દુનિયામાં સકારાત્મક પરિણામને પ્રતિબિંબિત કરતા નથી.
આખરે, "Proud R****" ટ્રેન્ડ કદાચ પ્રતિકારનું નિવેદન ન હોય પણ પરિવર્તન અને જવાબદારી માટેનું આંદોલન હોઈ શકે છે. આ આંદોલન રોજિંદી ભાષામાં છુપાયેલા સ્ત્રી-દ્વેષ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે અને સમાજને મહિલાઓ વિરુદ્ધ વપરાતા શબ્દો પર ચિંતન કરવા દબાણ કરે છે. તે જ સમયે, તે આપણને યાદ અપાવે છે કે સશક્તિકરણ દરેક માટે સમાન નથી, જેને કેટલાક સ્વતંત્રતા તરીકે જોઈ શકે છે તે અન્ય લોકો માટે ખતરનાક અથવા નુકસાનકારક હોઈ શકે છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે, બદલાશે અને નવી ચર્ચાઓ શરૂ કરશે, પરંતુ સૌથી અગત્યનું, તે આપણને મહિલાઓ સામે મૌખિક અને શારીરિક રીતે થઈ રહેલા દુર્વ્યવહારથી વાકેફ થવા દબાણ કરી રહ્યો છે.


