° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


વૉટ્સઍપ પર બૅન ન થવું હોય તો આ ઍપ્સથી દૂર રહો

26 November, 2021 07:06 PM IST | Mumbai | Harsh Desai

થર્ડ પાર્ટી દ્વારા મૉડિફાઇ કરેલી વૉટ્સઍપ પ્લસ, વૉટ્સઍપ ડેલ્ટા અને જીબીવૉટ્સઍપ જેવી ઍપ્લિકેશન યુઝ કરનાર યુઝર્સના નંબરને હંમેશ માટે આ ઍપ્લિકેશનથી દૂર કરવામાં આવશે

વૉટ્સઍપ પર બૅન ન થવું હોય તો આ ઍપ્સથી દૂર રહો

વૉટ્સઍપ પર બૅન ન થવું હોય તો આ ઍપ્સથી દૂર રહો

વૉટ્સઍપ સતત નવી અપડેટમાં એનાં નવાં-નવાં ફીચર્સનો સમાવેશ કરતું રહે છે. હાલમાં જ એણે ફ્લૅશ કૉલનો સમાવેશ કર્યો છે. વૉટ્સઍપ ઍક્ટિવેટ કરતી વખતે નંબર ઍડ કર્યા બાદ ઓટીપી આવે છે. આ ઓટીપીની જગ્યાએ હવે ફ્લૅશ કૉલ દ્વારા મોબાઇલ નંબર વેરિફાઇ કરવાની સુવિધા આપવામાં આવી છે. વૉટ્સઍપ એની ઍપ્લિકેશનમાં એનાથી શક્ય બને એટલી સુવિધાઓ આપી રહ્યું છે. જોકે કેટલાક ડેવલપર્સ આ ઍપ્લિકેશનમાં વધુ ફીચર્સનો સમાવેશ કરીને વૉટ્સઍપનું નવું વર્ઝન માર્કેટમાં ઉપલબ્ધ કરે છે. વૉટ્સઍપની હરીફ કંપનીઓનાં કેટલાંક ફીચર્સ હજી સુધી વૉટ્સઍપમાં નથી. જેમ કે ટેલિગ્રામમાં ઘણાં ફીચર્સ હજી સુધી વૉટ્સઍપમાં નથી આવ્યાં. આવાં કેટલાંક ફીચર્સનો વૉટ્સઍપ પ્લસ, વૉટ્સઍપ ડેલ્ટા અને જીબીવૉટ્સઍપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આવી ઍપ્લિકેશનથી યુઝર્સે બને એટલું દૂર જ રહેવું જોઈએ.
થર્ડ પાર્ટી વૉટ્સઍપ | વૉટ્સઍપ દુનિયાભરમાં ખૂબ જ ફેમસ છે અને એના યુઝર્સ પણ ઘણા છે. જોકે આ ઑફિશ્યલ ઍપ્લિકેશનમાં મૉડિફાઇ કર્યા બાદ એને ફરી માર્કેટમાં રજૂ કરવામાં આવે છે. વૉટ્સઍપ પ્લસ, વૉટ્સઍપ ડેલ્ટા અને જીબીવૉટ્સઍપ આવી જ કેટલીક મૉડિફાઇડ ઍપ્લિકેશન છે જેને થર્ડ પાર્ટી વૉટ્સઍપ ઍપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. 
ઇન્સ્ટૉલ કેવી રીતે થાય છે?  | આ ઍપ્લિકેશન ફક્ત ઍન્ડ્રૉઇડ માટે ઉપલબ્ધ છે, કારણ કે આઇઓએસ માટે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને લાઇસન્સ લેવું પડે છે. જોકે ઍન્ડ્રૉઇડ પર ઘણી ફેક ઍપ્લિકેશન ઉપલબ્ધ હોય છે જેને થર્ડ પાર્ટી ઍપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ઍપ્લિકેશન સમયે-સમયે પ્લેસ્ટોરમાંથી કાઢવામાં આવે છે, પરંતુ એનો પર્મનન્ટ કોઈ ઉકેલ નથી. પ્લેસ્ટોર પરથી કાઢી નાખવામાં આવે તો પણ APK ફાઇલને ડાઉનલોડ કરીને ઍન્ડ્રૉઇડમાં ઇન્સ્ટૉલ કરી શકાય છે. જોકે આઇઓએસમાં એ પણ શક્ય નથી.
કેમ આવી થર્ડ પાર્ટી ઍપ્લિકેશનનો યુઝર્સ ઉપયોગ કરે છે?
આ પ્રકારની મૉડિફાઇડ ઍપ્લિકેશનમાં વધુ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. આ સાથે જ દરેક પ્રકારની સ્ટિકર ઍપ્લિકેશન સાથે એ થર્ડ પાર્ટી વૉટ્સઍપ કૉમ્પ્ટિટેબલ હોય છે. એમાં ફૉન્ટને ચેન્જ કરી શકાય છે તેમ જ ઘણા પ્રકારની થીમ પણ હોય છે. આ પ્રકારની ઍપ્લિકેશનમાં વિડિયો સૅન્ડ કરવાની કૅપેસિટી પણ વધુ હોય છે. એટલે કે યુઝર્સ ૫૦ એમબીનો વિડિયો પણ સૅન્ડ કરી શકે છે, જે વૉટ્સઍપની લિમિટેશન છે. આ કારણસર યુઝર્સ વધુ ને વધુ આ થર્ડ પાર્ટીનો ઉપયોગ કરે છે.
વૉટ્સઍપની વૉર્નિંગ | વૉટ્સઍપ સમયે-સમયે વૉર્નિંગ આપતું રહ્યું છે અને હવે એના દ્વારા કડક શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે આ પ્રકારના યુઝર્સને બૅન કરવામાં આવશે. વૉટ્સઍપ દ્વારા જે-તે યુઝર્સને ઑફિશ્યલ ઍપ પર પાછા ફરવા માટેની વૉર્નિંગ આપવામાં આવી છે. જોકે ટેમ્પરરી બૅન બાદ પણ જો યુઝર્સ એ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે તો એ નંબરને હંમેશ માટે બૅન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી જો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો તો જે-તે નંબરનો ઉપયોગ લાઇફટાઇમ માટે વૉટ્સઍપ પર ન થઈ શકે એવું બની શકે છે.

મેસેજ રિપોર્ટ અને ઑડિયો મેસેજ કન્ટ્રોલ

વૉટ્સઍપ હાલમાં ઘણાં ફીચર્સ પર કામ કરી રહ્યું છે. એમાંથી મેસેજ રિપોર્ટને લાઇવ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ ચૅટિંગ દરમ્યાન ગમે તે મેસેજને રિપોર્ટ કરવા માટે કરી શકાય છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે મેસેજ પર વાત ચાલી રહી હોય, એ તમને ધમકીભર્યા મેસેજ કરે અથવા તો એ મેસેજ દ્વારા તમને છેતરવાની કોશિશ કરવામાં આવે તો એ મેસેજને થોડી સેકન્ડ સુધી ટેપ કરી રાખવો અને ત્યાર બાદ આવેલા ઑપ્શનમાં રિપોર્ટ પર ક્લિક કરી દેવું. આમ કરવાથી જે-તે મેસેજનો રિપોર્ટ કરી શકાય છે અને ત્યાર બાદ એને બ્લૉક પણ કરી શકાય છે. આ સાથે જ વૉટ્સઍપ હાલમાં ઑડિયો મેસેજ કન્ટ્રોલ પર કામ કરી રહ્યું છે. આ મેસેજને નૉર્મલ સ્પીડ, 1.5x અને 2x સ્પીડમાં સાંભળી શકાશે જેથી સમય ઓછો બગડે.

26 November, 2021 07:06 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

હવે વોટ્સએપ એ પણ જણાવશે કે તમારી આસપાસ રેસ્ટોરાં અને કરિયાણાની દુકાનો ક્યાં છે!

રિપોર્ટ અનુસાર, મેટાની માલિકીની કંપની વોટ્સએપે હાલમાં જ બિઝનેસ ડિરેક્ટરી નામનું ફીચર લોન્ચ કર્યું છે.

16 January, 2022 06:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

તમને ખબર છે કે નહીં? વોટ્સએપમાં આવી રહ્યું છે રસપ્રદ ફીચર, આ રીતે થશે ઉપયોગી

વોટ્સએપના ઓડિયો મેસેજ સાંભળવા માટે તમારે ચેટમાં રહેવું પડે છે. નવા ફીચરના આગમન પછી, તમે ચેટમાં રહ્યા વિના તે વૉઇસ સંદેશાઓ સાંભળવાનું ચાલુ રાખી શકશો.

12 January, 2022 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ઍન્ડ્રૉઇડમાં કયાં નવાં ફીચર્સ આવી રહ્યા છે?

આ જ ફીચર ઍન્ડ્રૉઇડ પણ એની વીએર ઓએસમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ ઓએસ જે પણ વૉચમાં ચાલતું હશે એનાથી ઍન્ડ્રૉઇડ ફોન, ટૅબ્લેટ અને ક્રોમબુકને અનલૉક કરી શકાશે.

07 January, 2022 06:56 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK