Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: અજીત પવારની NCPની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

News Live Updates: મુંબઈ અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? દેશમાં આજે કઈ મોટી ઘટના ઘટી? હવામાનની આગાહી તથા તમામ લાઈવ અપડેટ્સ મેળવવા માટે વાંચો…

Updated on : 23 October,2024 09:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અજીત પવાર

અજીત પવાર

Updated
1 month
1 week
3 days
22 hours
34 minutes
ago

02:30 PM

News Live Updates:  અજીત પવારની NCPની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)એ બુધવારે મહારાષ્ટ્ર ચૂંટણી માટે બારામતીથી પાર્ટીના મુખ્ય હરીફ સાથે 38 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. મહારાષ્ટ્રના મતદારો 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન કરશે. 23 નવેમ્બરે મતગણતરી થવાની છે.

Updated
1 month
1 week
3 days
22 hours
50 minutes
ago

02:14 PM

News Live Updates:  એક કપલે ૮૭૦૦ રૂપિયાનું બિલ બને એટલું ખાધું પણ બિલ ન ચૂકવ્યું

સ્કૉટલૅન્ડની લા ડોલ્સ વિટા નામની રેસ્ટોરાંમાં એક કપલે ૮૭૦૦ રૂપિયાનું બિલ બને એટલું ખાધું અને પછી સ્મોકિંગ માટે બહાર જઈએ છીએ એમ કહી પોતાનું પર્સ ત્યાં જ મૂકીને બહાર નીકળ્યું. કલાક સુધી કપલ પાછું ન આવતાં વેઇટરે પર્સ ખોલીને જોયું તો એ ખાલી હતું.

Updated
1 month
1 week
3 days
23 hours
29 minutes
ago

01:35 PM

News Live Updates:  આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને પગલે શહેર થયું જળમગ્ન

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં સોમવારે રાતે પડેલા ભારે વરસાદને પગલે શહેરને અડીને આવેલી પંડામેરુ નદી બન્ને કાંઠે વહેવા માંડી હતી અને એને પગલે નદીની આજુબાજુની કૉલોની જળમગ્ન થઈ ગઈ હતી. પાણીનો સ્તર એટલો વધી ગયો હતો કે બચવા માટે લોકો પોતાના ઘરના છાપરા પર ચડી ગયા હતા. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના અધિકારીઓ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાના કામમાં લાગી ગયા હતા. નદીનું પાણી નૅશનલ હાઇવે નંબર ૪૪ પર આવી જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. 

Updated
1 month
1 week
4 days
4 minutes
ago

01:00 PM

News Live Updates:  સુરતમાં આટલો બધો દારૂ પીવાય છે?


સુરતમાં જપ્ત કરવામાં આવેલી દારૂની બૉટલોને ગઈ કાલે પોલીસે બુલડોઝર હેઠળ કચડી નાખી હતી.

Load More Updates

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK