
પ્રતીકાત્મક તસવીર
Updated
8 months 1 week 2 days 21 hours 16 minutes ago
11:00 AM
News Live Updates: `દાના`એ ઓડિશામાં તબાહી મચાવી
ઓડિશામાં ચક્રવાત `દાના` ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 120 કિમી સુધી છે. વાવાઝોડાને કારણે 750થી વધુ ટ્રેનો અને 400 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બંગાળમાં 550 અને ઓડિશામાં 203 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભુવનેશ્વર એરપોર્ટ પર ગુરુવારે 40 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
Updated
8 months 1 week 2 days 22 hours 1 minute ago
10:15 AM
News Live Updates: પ્લાસ્ટિકની ૩૫,૦૦૦ બૉટલમાંથી બનેલું આ કંદીલ શું સંદેશ આપે છે?
તસવીર : શાદાબ ખાન
પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવા છતાં આપણે બધા એનો કેટલો બધો ઉપયોગ કરીએ છીએ એ લોકો સમક્ષ મૂકીને આ બાબતે અવેરનેસ લાવવાના આશય સાથે કોલાબાના કૂપરેજ ગાર્ડનમાં પ્લાસ્ટિકની ૩૫,૦૦૦ બૉટલમાંથી ૨૭ ફુટ ઊંચું કંદીલ બનાવવામાં આવ્યું છે.
Updated
8 months 1 week 2 days 22 hours 46 minutes ago
09:30 AM
News Live Updates: જુઓ પાણી પર કેવી રીતે ચાલી રહી છે આ સ્કૂટી
બૅન્ગલોરમાં ગઈ કાલે જળગ્રસ્ત રસ્તા પરથી એક વ્યક્તિ પોતાની સ્કૂટીને એક દરવાજા પર મૂકીને અને એ દરવાજાને હોડીની જેમ હંકારીને લઈ જતી જોવા મળી હતી.
Updated
8 months 1 week 2 days 23 hours 31 minutes ago
08:45 AM
News Live Updates: ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ બે મોટા વ્યક્તિગત રેકૉર્ડ પોતાને નામે કર્યા
ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ હાલમાં ગૅમ્બિયા સામે ૩૩ બૉલમાં ૧૦૦ રન ફટકારીને બે મોટા વ્યક્તિગત રેકૉર્ડ પણ પોતાને નામે કર્યા છે. T20 ઇન્ટરનૅશનલમાં તે ફુલ મેમ્બર ટીમોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ક્રિકેટર બન્યો છે. ૯૫ મૅચમાં ૧૭મો પ્લેયર આૅફ ધ મૅચ અવૉર્ડ જીતીને તે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ અવૉર્ડ જીતનાર પ્લેયર બન્યો છે.