સાઉથ કોરિયામાં યોહન કિમ પાસે એક પૉમેરેનિયન પપી છે જે એના સુંદર ફોટોને લીધે આજકાલ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયું છે

પૉમેરેનિયન પપી
પ્રાણીઓને પાળવાના અનેક ફાયદાઓ છે, એક તો એ પોતાની માસૂમ હરકતોથી માલિકને આનંદિત કરવા સાથે એકલતામાં તેના સાથી અને શ્રેષ્ઠ મિત્ર બની રહે છે.
સાઉથ કોરિયામાં યોહન કિમ પાસે એક પૉમેરેનિયન પપી છે જે એના સુંદર ફોટોને લીધે આજકાલ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયું છે. આ પપીને પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવું જાણે ખૂબ જ પસંદ છે. એ ખૂબ જ શરમાળ છે પણ જેમ સમય વીતતો જાય છે તેમ એ ફ્રેન્ડ્લી બનીને ફોટો માટે પોઝ આપે છે. સ્નોબૉલ જેવા પૉમેરેનિયન એમના માલિકો માટે એક વફાદાર સાથી પુરવાર થાય છે. નાના અને મૈત્રીપૂર્ણ ડૉગી ઇચ્છતા લોકો માટે આ શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.