દિવાળીનો તહેવાર નજીક આવતાં જ ઘર-ઘરમાં સાફસફાઈથી લઈને ખરીદી સુધીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ જાય છે. `હું બાવો અને મંગળદાસ`ના આ એપિસોડમાં દિવાળી પર્વને લઈને અઠવાડિયાઓ પહેલાંથી શરૂ થઈ જતી તૈયારીઓ અને તેની સાથે જોડાયેલી મજેદાર વાતો પર ચર્ચા કરવામાં આવી છે. દિવાળીની સાફસફાઈ દરમિયાન ઘરનો ખૂણેખૂણો તો ચમકે જ છે, પરંતુ વર્ષોથી ખૂણામાં પડેલી જૂની વસ્તુઓ અચાનક મળી આવે ત્યારે મનમાં કેવી ખુશી છવાઈ જાય છે, એવા રસપ્રદ કિસ્સાઓ પણ ત્રણેય મિત્રોએ વાગોળ્યા છે. મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસોમાં બનતાં ઘૂઘરા, ચકરી, શક્કરપારા, ચેવડો અને બેસનના લાડુ જેવાં પરંપરાગત મિષ્ટાન્નથી લઈને ગુજરાતી ઘરોની ઓળખ સમાન મઠિયાં અને ચોળાફળી પ્રત્યેના પ્રેમની વાતો પણ આ ચર્ચામાં સામેલ છે. આ ઉપરાંત, બેસતા વર્ષ સાથે જોડાયેલી યાદગીરીઓ અને દરેક ઘરમાં પેઢી દર પેઢી જળવાઈ રહેલી સબરસ જેવી પરંપરાઓને પણ યાદ કરવામાં આવી છે. રંગોળી, કંદીલ, સજાવટ અને રોશનીથી શોભતા દિવાળીના દિવસો શરૂ થાય તે પહેલાં જ કેવી રીતે ગલી-મહોલ્લાથી લઈને મનના ખૂણાઓ સુધી ઉમંગ, ઉત્સાહ અને હકારાત્મકતાનો પ્રકાશ પથરાય છે, તેની વાતોનો ખજાનો એટલે `હું બાવો અને મંગળદાસ`નો આ ખાસ એપિસોડ. હું બાવો અને મંગળદાસ Watch the full video podcast live on YouTube now!
30 Oct, 2026 7:27 PM IST
05 Jun, 2026 9:52 PM IST
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે. આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
05 Jun, 2026 9:52 PM IST
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.
05 Jun, 2026 4:09 PM IST
ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?
ADVERTISEMENT