Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક્સપ્રેસવે પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી કોઈને ચલાન ન મોકલવું જોઈએ : નીતિન ગડકરી

એક્સપ્રેસવે પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી કોઈને ચલાન ન મોકલવું જોઈએ : નીતિન ગડકરી

Published : 31 October, 2026 08:03 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ-લિમિટ ધરાવતા હાઇવે પર ૧૨૦ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતાં પણ આ વાત લાગુ થઈ શકે છે.

નીતિન ગડકરી

નીતિન ગડકરી


કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ અધિકારીઓને એક્સપ્રેસવે પર સ્પીડ-લિમિટ પ્રત્યે હળવું વલણ અપનાવવા જણાવ્યું છે. ભારતના હાઇવેના ભવિષ્ય વિશે કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં બોલતાં ગડકરીએ જણાવ્યું હતું કે ‘મેં સત્તાવાળાઓને સૂચના આપી છે કે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતાં વાહનોને ‘સ્પીડિંગ નોટિસ’ ન આપવી જોઈએ; આ ઉપરાંત, દંડ લગાવતાં પહેલાં ૨૦ ટકા વધારાની છૂટછાટ પણ રાખવી જોઈએ.’

જોકે નીતિન ગડકરીની આ કમેન્ટના કારણે ૨૦ ટકા માર્જિન એટલે કે ૧૨૦ કિલોમીટરની સ્પીડ-લિમિટ ધરાવતા એક્સપ્રેસવે પર ૧૪૪ કિલોમીટરની ઝડપે કાર ચલાવવાની પરવાનગી મળી જતી નથી. તેમની આ કમેન્ટ સ્પીડ-લિમિટમાં કોઈ ફેરફાર કરતી નથી. નિર્દેશ એક્સપ્રેસવે માટે છે, જ્યારે લાગુ સ્પીડ-લિમિટ રસ્તાઓ અને વાહન-શ્રેણી પર આધારિત છે.



જોકે ગડકરીએ જે કહ્યું છે એના આધારે ૧૪૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવા છતાં સ્પીડ-લિમિટના ઉલ્લંઘન માટે કદાચ ચલાન ન પણ મળે. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ-લિમિટ ધરાવતા હાઇવે પર ૧૨૦ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતાં પણ આ વાત લાગુ થઈ શકે છે.


ગડકરીએ હાઇવે પર દેખરેખ સુધારવા અને લેન-શિસ્તના ભંગ જેવા નિયમોના ઉલ્લંઘનને પકડવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઍડ્વાન્સ્ડ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમની પણ હિમાયત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 08:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK