એક જ અવાજ ‘પિયા તૂ અબ તો આજા’ની મસ્તી પણ બની શકે અને ‘ઇન આંખોં કી મસ્તી કે’ની નજાકત પણ, આશા ભોસલેની વિશેષતા કદાચ આ જ હતી. તેમણે ગીતને માત્ર સૂર આપ્યા નહોતા; દરેક ગીતમાં એક અલગ સ્ત્રી, અલગ સ્વભાવ અને અલગ જીવન જીવ્યું હતું. ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં આશા ભોસલેની અસાધારણ સંગીતયાત્રાની સાથે તેમના વ્યક્તિત્વની પણ વાત કરવામાં આવી છે. અંગત જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યા પછી પણ તેમણે પોતાનો અવાજ, હાસ્ય અને જીવન માટેનો ઉત્સાહ ગુમાવ્યો નહોતો. કદાચ એટલે જ તેમનો અવાજ સ્ત્રીની મુક્તિ, મસ્તી અને બિન્દાસપણાનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો. યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટની વાતો આશા તાઈ માટેના પ્રેમની. એપિસોડના અંતે ચર્ચા એફિલ ટાવર સાથે જોડાયેલા તાજેતરના વિવાદ તરફ વળે છે. પોતાની ધાર્મિક આસ્થા કે અંગત માન્યતાઓને કારણે બીજા દેશના નાગરિક નિયમો અને સમાનતાના મૂલ્યોની અવગણના કરી શકાય ખરી? ચર્ચામાં સૌનો મત સ્પષ્ટ રહ્યો કે, આસ્થા વ્યક્તિગત હોઈ શકે, પરંતુ જાહેર સ્થળના નિયમો અને જે દેશમાં આપણે હોઈએ ત્યાંના નાગરિક મૂલ્યોનું સન્માન કરવું જરૂરી છે.
11 Sep, 2026 7:24 PM IST
05 Jun, 2026 9:52 PM IST
ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે. આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ.
05 Jun, 2026 9:52 PM IST
ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.
05 Jun, 2026 4:09 PM IST
ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?
ADVERTISEMENT