માઁ તને માઁ ભગવતી સાચવે
માઁ તને મજબૂત બનવાની જરૂર નથી
આટલા વર્ષોનો સંઘર્ષ આ પુરાવો છે
કે તું પહેલેથી ખૂબ જ મજબૂત છે પણ
તેમ છતાં ભગવતી ચામુંડા ને એ જ કહું કે
તારું મનોબળ હજી મજબૂત બનાવે
દરેક મુશ્કેલ સમયમાં માઁ તને સાચવે
અને દરેક મુશ્કેલી સામે લડવાનું તને બળ આપે
એટલું જ માંગુ કે હંમેશા તને આનંદિત રાખે
તારા શત્રુઓના ખોટા મનોરથને બાળી નાખે
તારા ચેહરા પર હંમેશા સ્મિત જાળવી રાખે