Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાત ગણિત મંડળનું 60મું વાર્ષિક અધિવેશન આજથી શરૂ

21 November, 2023 05:57 IST | Mumbai

ગુજરાત ગણિત મંડળનું 60મું વાર્ષિક અધિવેશન આજથી શરૂ

ગુજરાત ગણિત મંડળનું 60મું વાર્ષિક અધિવેશન અમદાવાદ મુકામે સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતે તા. 21, 22, 23 નવેમ્બર 2023 દરમિયાન અમદાવાદ ગણિત મંડળ અને સેંટ ઝેવિયર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ ત્રણ દિવસના અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 400 જેટલા ડેલિગેટસ ભાગ લેશે. ત્રણેય દિવસ દરમિયાન ગણિતના તજજ્ઞ શિક્ષકો શાળા કૉલેજ તથા સામાન્ય વિભાગમાં પોતાના વક્તવ્યો/રિસર્ચ પેપર રજૂ કરશે તથા ચર્ચા ગોષ્ઠિ ગણિત પ્રદર્શન પણ યોજાશે. ગુજરાત ગણિત મંડળના ત્રણ દિવસીય 60મું અધિવેશન XICA ઑડિટોરિયમ સેંટ ઝેવિયર્સ કેમ્પસ ખાતે યોજાશે, જેનું ઉદઘાટન 21 નવેમ્બરને મંગળવારના રોજ સવારે 9-00 કલાકે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા એ. ગુપ્તા તથા અતિથિ વિશેષ તરીકે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના કુલપતિ ડૉ. હર્ષદ એ પટેલ ઉપસ્થિત રહેશે. અમદાવાદ ગણિત મંડળની સ્થાપના 1956માં માનનીય પ્રા.પી.સી. વૈદ્ય સાહેબના હસ્તે થઈ હતી. તેના સભ્યો શાળા-કૉલેજ કક્ષાથી યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગણિતમાં રસ લેતા સૌ કોઈ સભ્યો છે. અમદાવાદ ગણિત મંડળ તથા ગુજરાત ગણિત મંડળ રાજય કક્ષાએ શાળા-કૉલેજ કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજી ગણિતને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરે છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK