Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઝરૂખોમાં 'સ્વામી આનંદ' અને 'જીવન સાથે જોડાયેલું હાસ્ય' એ વિષય પર વક્તવ્ય

10 July, 2026 10:48 IST | Mumbai

ઝરૂખોમાં 'સ્વામી આનંદ' અને 'જીવન સાથે જોડાયેલું હાસ્ય' એ વિષય પર વક્તવ્ય

જાણીતા વક્તા ,અધ્યાપક અશ્વિન મહેતા અને જાણીતા કલાકાર પ્રવીણ વ્યાસ વક્તવ્ય આપશે

સ્વામી આનંદના નિબંધો ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જાણીતા અધ્યાપક અશ્વિન મહેતા આ શનિવારના ઝરૂખોમાં 'સ્વામી આનંદનું જીવન દર્શન' વિશે વાત કરશે. અશ્વિન મહેતા વર્ષો સુધી મીઠીબાઈ કૉલેજમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક તથા વિભાગ અધ્યક્ષ રહ્યા છે. સંચાલક, કટારલેખક અને વક્તા તરીકે પણ તેઓ જાણીતા છે.

બીજા એવા જ સજ્જ વક્તા પ્રવીણ વ્યાસ 'જીવન સાથે જોડાયેલું હાસ્ય' એ વિષય પર વક્તવ્ય આપશે. પ્રવીણ વ્યાસ જાણીતા હાસ્ય કલાકાર છે તથા નાટક અને ફિલ્મોમાં પણ એમણે અભિનય દ્વારા લોકચાહના મેળવી છે . ૧૧ જુલાઈ શનિવાર સાંજે ૭.૨૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

સાઈબાબા મંદિર બીજા માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે સર્વ સાહિત્ય રસિકોને જાહેર નિમંત્રણ છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK