Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મોક્ષમાર્ગની 16 ભાવનાઓને અંગ્રેજી ભાષામાં રજૂ કરતું પુસ્તક 11 જુલાઈએ થશે લોકાર્પિત

08 July, 2026 01:32 IST | Mumbai

મોક્ષમાર્ગની 16 ભાવનાઓને અંગ્રેજી ભાષામાં રજૂ કરતું પુસ્તક 11 જુલાઈએ થશે લોકાર્પિત

જૈન દર્શનના ગહન તત્ત્વોને વૈશ્વિક વાચકો સુધી પહોંચાડવાના હેતુથી 'Bhāvanās: Directions to Dhyāna – 16 Reflections for Moksha-Mārga' નામના અંગ્રેજી પુસ્તકનું લોકાર્પણ 11 જુલાઈ, 2026ના રોજ બોરિવલી સ્થિત ચંદાવરકર ઉપાશ્રય ખાતે યોજાશે.

પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું આ પુસ્તક પ્રાચીન જૈન ગ્રંથો 'શાંત-સુધારસ' અને 'યોગશાસ્ત્ર'ના અમૂલ્ય તત્ત્વોનું પ્રથમવાર અંગ્રેજી ભાષામાં અનુવાદિત સ્વરૂપ છે.

પુસ્તકમાં સમાવિષ્ટ 16 ભાવનાઓ માનવ મનને ચંચળતાથી શાંતિ તરફ અને શાંતિથી આત્મમુક્તિના માર્ગ તરફ દોરી જતી આધ્યાત્મિક સાધનાઓ તરીકે રજૂ કરવામાં આવી છે. જૈન તત્ત્વચિંતન અને ધ્યાનસાધનાના આ સિદ્ધાંતોને સરળ અને આધુનિક ભાષામાં રજૂ કરીને વિશ્વભરના અંગ્રેજી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકનું પ્રકાશન સન્માર્ગ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તકના લોકાર્પણ સમારોહમાં જૈન સમાજના આગેવાનો, સાધુ-સાધ્વી ભગવંતો, સાહિત્યપ્રેમીઓ અને આધ્યાત્મિક રસિકોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે.

કાર્યક્રમની વિગતો:

તારીખ: 11 જુલાઈ, 2026
સમય: સવારે 9:30 વાગ્યે
સ્થળ: ચંદાવરકર ઉપાશ્રય, બોરિવલી, મુંબઈ
આર્ટિસ્ટ: હિરલ ભગત


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK