Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



TAFF ગ્રુપ દ્વારા અમદાવાદમાં ગુજરાતી ગઝલનો કાર્યક્રમ

14 July, 2024 02:25 IST | Mumbai

TAFF ગ્રુપ દ્વારા અમદાવાદમાં ગુજરાતી ગઝલનો કાર્યક્રમ

Travel, Art, Food Fashion (TAFF)નાં પ્રયત્નો થકી આગામી તારીખ ૧૯ જુલાઈએ 'મેઘા રે' નામના ગઝલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ અમદાવાદમાં ટ્રાવેલ,આર્ટ,ફુડ અને ફેશન માટે પ્રખ્યાત અનેરું ગ્રુપ છે. જેના ફાઉન્ડર તન્મય શેઠ અને દર્શિની શેઠ છે. આ કાર્યક્રમ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરના સ્વામિનારાયણ ગુરૂકુલના / ઓડીટોરીયમમાં ૧૯ જુલાઇ શુક્રવારે ૮ વાગ્યાથી થવાનો છે. તાહા મન્સૂરી સંચાલન કરવાના છે. અને આ મેઘા રે કાર્યક્રમનું થીમ ગીત પણ બનાવવામાં આવ્યું છે.. જેના ગીતકાર છે નૃતિ શાહ. આ ગીતના ગાયકો છે ગર્વિષ્ઠા જાદવ અને ભાવિન છે.

કોણ કોણ લેશે ભાગ?

આ અનોખા કાર્યક્રમમાં જાણીતા ગઝલકારો ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષ બ્રહ્મભટ્ટ, વિપુલ પરમાર, લવ સિંહા, દિલિપ શ્રીમાળી, મધુસુદન પટેલ તેમજ ચેતન દૈયા અને ધારા ભટ્ટ જેવા ફિલ્મી કલાકારો હશે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK