આપણા સુપ્રસિદ્ધ અધ્યાત્મરંગી કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૬૦ વર્ષની સર્જન કાવ્ય યાત્રામાંથી ચૂંટેલી ગઝલોનો સંગ્રહ ' ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતી ગઝલના સમૃધ્ધ ઇતિહાસને દ્રષ્ટિએ નીવડેલા ગઝલકારોની ચુનંદી ગઝલોનું સંપાદન અધિકારી વિવેચક દ્વારા કરવામાં આવતી આ શ્રેણીમા આ સંગ્રહનું સંપાદન ધ્વનિલ પારેખે કર્યું છે.
આ સંગ્રહનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા કરશે. આ સમારંભ આગામી તા. ૧૭ મી મે ૨૦૨૬ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી જૈન ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે કરશે.
આ કાર્યક્રમ 'આપણે હરિ ભજનમાં રહીએ' ના લોકાર્પણ સમારોહની સાથે સંલગ્ન છે.
સૌ કવિતા અને સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક જાહેર નિમંત્રણ છે. પ્રવેશ નિઃશુલ્ક છે
