Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ખાનવેલમાં એક જ દિવસમાં એક લાખ જેટલા વૃક્ષોનું રોપણ

12 July, 2026 06:03 IST | Mumbai

ખાનવેલમાં એક જ દિવસમાં એક લાખ જેટલા વૃક્ષોનું રોપણ

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખાનવેલ ખાતે રવિવારે ખાનવેલ રિસોર્ટ્સ અને સ્થાનિક આદિવાસી સમાજના સંયુક્ત ઉપક્રમે એક જ દિવસમાં અંદાજે એક લાખ વૃક્ષોના રોપનું વાવવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ વિશાળ વૃક્ષારોપણ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી લોકો, સ્વયંસેવકો તેમજ ખાનવેલ રિસોર્ટ્સના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાનો અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ માટે વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, વૃક્ષારોપણ સાથે રોપાઓના જતન અને સંવર્ધન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK