Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ

06 May, 2026 09:09 IST | Mumbai

કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ

તાજેતરમાં આપણા અગ્રણી પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયેલાં અને કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત પ્રાચીન અર્વાચીન અને આધુનિક ભજનોના વિશિષ્ટ ગ્રંથ 'આપણે હરિ ભજનમાં રહીએ'નો એક લોકાર્પણ સમારંભ આગામી તા.૧૭ મી મે,રવિવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી.જૈન સભાગૃહમાં રાખવામાં આવ્યો છે. આ ભજન સંગ્રહનું લોકાર્પણ સુપ્રસિદ્ધ કવિ સાહિત્યકાર અને ભજન મર્મજ્ઞ શ્રી દલપત પઢિયાર કરશે અને આ સંપાદન વિશે ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ સમારોહમાં જાણીતા સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ શ્રી ભીખુભાઈ ચિતલિયા અને પ્રવીણ પ્રકાશનના માલિક સંચાલક શ્રી ગોપાલભાઈ માકડિયા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાં ઉપસ્થિત રહેશે. જાણીતા ગાયિકા સુ શ્રી રેખા ત્રિવેદી ભજનોની સ્વરગંગા વહાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાત્મરંગી અને આર્ષ કવિશ્રી જવાહર બક્ષી કરશે કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા આ સંપાદન વિશે થોડી વાત કરશે. સૌ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK