° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


નિફ્ટી ફ્યુચર ૧૮૧૦૦ અને ૧૭૯૯૪ મહત્ત્વના સપોર્ટ

17 January, 2022 03:13 PM IST | Mumbai
Ashok Trivedi

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૮૪૯૧.૧૦) ૩૪૨૬૪.૩૫નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭૯૦૫.૨૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૪૪૦.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૮૨૯૫ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૧૪૭૮.૩૮ પૉઇન્ટના નેટ સુધારે ૬૧૨૨૩.૦૩ બંધ રહ્યો. ઉપરમાં ૬૧૩૪૯ ઉપર ૬૧૮૦૦, ૬૨૨૪૫ સુધીની શક્યતા. નીચામાં ૬૦૬૨૦, ૬૦૨૮૧ નીચે નબળાઈ સમજવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૧૬૪૩૧.૭૦ના બૉટમ સામે ૧૬૮૪૨.૪૦નું હાયર બૉટમ બનાવી વચગાળાનું ટૉપ ૧૭૧૬૦ કુદાવતા સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે હાયર બૉટમ ફૉર્મેશન થયું નથી પણ વચગાળાનુ ટૉપ ૧૭૬૮૮ કુદાવ્યું છે. હવે ૧૮૪૧૦ મહત્ત્વની સપાટી ગણાય. બજાર ઝડપથી ધારણાં કરતાં વધું વધી ગયું છે, જે મોટે ભાગે વેચાણ કાપણીને આભારી છે. હજી પણ સ્ક્રીપ આધારિત વેચાણ કાપણીના સુધારા જોવાશે. જે શૅરો વધી ગયા છે તેમાં નરમાઈ જોવાશે. બજાર ઘટશે તો તેજીવાળાઓની વેચવાલીથી જ ઘટશે. ચાલુ બજારે ઘટાડો જોવાય તો મંદીનો વેપાર કરનારા ફસાઈ જાય છે. બજાર દૈનિક તેમ જ અઠવાડિક ધોરણે ઓવરબોટ હોવાથી નવું લેનારે સાવચેત રહેવું હિતાવહ. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૭૯૨૭.૨૫ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.                                                                        
વોલ્ટાસ (૧૩૦૩.૬૫) ૧૧૪૬નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧૮ ઉપર ૧૩૫૭, ૧૩૭૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૬૨ સપોર્ટ ગણાય.   
ઇન્ડિગો (૨૧૬૫.૪૫) ૧૭૭૧નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૭૦ ઉપર ૨૧૯૦, ૨૨૨૭ સુધીની શક્યતા. નીચામાં ૨૦૯૦ સપોર્ટ ગણાય.  
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૮૪૯૧.૧૦) ૩૪૨૬૪.૩૫નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૯૫૭ ઉપર ૪૦૩૮૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૧૦૯, ૩૭૯૫૦ નીચે નબળાઈ સમજવી.

17 January, 2022 03:13 PM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

News In Short: રૂપિયો ડૉલર સામે ૧૩ પૈસા નબળો પડ્યો

રિઝર્વ બૅન્ક અમેરિકન ડૉલરમાં માર્ચમાં નેટ સેલર બની

18 May, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંમાં નિકાસબંધીનો વિરોધ ટાળવા સરકારે વધુ છૂટછાટ જાહેર કરી

કસ્ટમ્સ ક્લિયરન્સ માટે વેઇટિંગમાં રહેલા શિપમેન્ટને પણ હવે નિકાસછૂટ મળશે

18 May, 2022 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માણસ કમાવાની શરૂઆત કરે ત્યારે જ જીવન વીમો લઈ લેવો જોઈએ

ઘણા લોકો સામે ચાલીને કેમ જીવન વીમો લેતા નથી એની પાછળના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરીએ.

18 May, 2022 01:49 IST | Mumbai | Priyanka Acharya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK