Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > 63SATS ties up with PDA: સાઇબર સુરક્ષા અને કાયદો હવે એક જ છત હેઠળ! 63SATS અને PDA વચ્ચે થઈ પાર્ટનરશિપ

63SATS ties up with PDA: સાઇબર સુરક્ષા અને કાયદો હવે એક જ છત હેઠળ! 63SATS અને PDA વચ્ચે થઈ પાર્ટનરશિપ

Published : 24 April, 2026 09:04 AM | Modified : 24 April, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

63SATS ties up with PDA: સાઇબર સુરક્ષા અને કાયદો હવે એક જ છત હેઠળ આવ્યા છે. 63SATS અને પવન દુગ્ગલ એસોસિએટ્સ વચ્ચે સ્ટ્રૅટેજિક  પાર્ટનરશિપ કરવામાં આવી છે.

63SATS અને પવન દુગ્ગલ એસોસિએટ્સ વચ્ચે સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ કરવામાં આવી છે

63SATS અને પવન દુગ્ગલ એસોસિએટ્સ વચ્ચે સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ કરવામાં આવી છે


63SATS ties up with PDA: સાઇબર સુરક્ષા અને કાયદો હવે એક જ છત હેઠળ આવ્યા છે. 63SATS અને પવન દુગ્ગલ એસોસિએટ્સ વચ્ચે સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ કરવામાં આવી છે. જેથી હવે સાયબર કાયદાના નિષ્ણાત પવન દુગ્ગલ હેઠળની પવન દુગ્ગલ એસોસિએટ્સ તેના B2B અને B2C ક્લાયન્ટ્સ માટે ફૂલ સ્પેક્ટ્રમ ઓફરિંગ્સ, પાવરિંગ લીગલ રેડીનેસ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડીપીડીપી) એક્ટ કમ્પ્લાયન્સ, સાયબર ક્રાઇમ પ્રોસીક્યુશન અને સાયબર સિક્યુરિટી એડવાઇઝરીમાં 63SATS માટે ખાસ કાનૂની પાર્ટનર તરીકે કામ કરશે.

63SATS ties up with PDA: હાલ ડિજિટલ ભારતમાં સાઇબર ઍટેક અને ડેટા ચોરીનું જોખમ વધ્યું છે તેવે સમયે 63SATS Cybertech Limited તેમજ ભારતની જાણીતી સાઇબર કાયદા પેઢી પવન દુગ્ગલ એસોસિએટ્સ વચ્ચે એક સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે મુંબઈમાં આયોજિત CyberSec India Expo 2026 દરમિયાન આ સમજૂતી ફોર્મલાઈઝ કરવામાં આવી હતી. 63 moons technologiesની subsidiary એવી 63SATS Cybertech, દેશની સૌથી ઝડપથી વિકસતી સાઇબર સુરક્ષા કંપનીઓ પૈકીમાંની એક છે. આ પાર્ટનરશિપ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયના એડ્વોકેટ અને સાઇબર કાયદાના નિષ્ણાત ડૉ. પવન દુગ્ગલના નેતૃત્વ હેઠળ પવન દુગ્ગલ એસોસિએટ્સ, 63SATSની સમગ્ર સેવાઓ માટે વિશેષ કાનૂની પાર્ટનર તરીકે કામ કરશે.



આ પાર્ટનરશિપનો ફાયદો


DPDP ઍક્ટનું અનુપાલન, સાઇબર ક્રાઇમ કાર્યવાહી અને સાઇબર સુરક્ષા સલાહ એમ આ ત્રણેય બાબતો બંને સંસ્થાઓ મળીને B2B અને B2C ગ્રાહકોને સર્વિસ આપશે.એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી કે આ પાર્ટનરશિપ થવાથી ભારતમાં પ્રથમવાર ટેક્નોલૉજી અને કાયદો આ બંને એક જ છત નીચે આવ્યા છે. આ પાર્ટનરશિપનો સહુથી મોટો લાભ તો એ થવાનો છે કે હવે કોઈ પણ સાઇબર ઘટના બને તો ત્યાંથી માંડીને કૉર્ટ સુધીની સફર, રોકથામ, તપાસ કે પછી કાનૂની બચાવ અને રિકવરી આ બધુ જ આ એક જગ્યાએ (63SATS ties up with PDA) ઉપલબ્ધ થવાનું છે.

63SATS Cybertechના MD, CEO અને CIO નિહાર પાઠારેએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "સાઇબર સુરક્ષા કાનૂની તૈયારી વિના અધૂરી છે. કોઈપણ બાબતનો ભંગ થાય, નિયમનકર્તા આવે કે પછી ગ્રાહક સાથે છેતરપિંડી થાય ત્યારે માત્ર ટેક્નોલૉજીથી કામ નથી ચાલતું. ડૉ. પવન દુગ્ગલ અને તેમની ટીમ ભારતની જાણીતી સાઇબર કાયદા પ્રેક્ટિસમાંની એક છે. હવે અમે સાથે મળીને ભારત માટે સાચા અર્થમાં એક યુનિફાઇડ શિલ્ડ બનાવી રહ્યા છીએ"


પવન દુગ્ગલ એસોસિએટ્સના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પવન દુગ્ગલે જણાવ્યું હતું કે, "ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ, AI ડ્રાઇવન સાઇબર ખતરા અને વધતા જતાં સાઇબર ગુનાઓએ એ તો સ્પષ્ટ કરી જ આપ્યું છે કે સાઇબર સુરક્ષા અને સાઇબર કાયદા વચ્ચેની રેખા હવે ભૂંસાઈ ગઈ છે. 63SATS સાથેની આ પાર્ટનરશિપ ઉદ્યોગ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે."

તમને જણાવી દઈએ કે આ પાર્ટનરશિપ 63SATSની ત્રણ બિઝનેસ લાઇનોને (63SATS ties up with PDA) આવરી લે છે. એટલે કે એન્ટરપ્રાઇઝ માટે CSF (CyberSecurity Force), સરકાર માટે CyberDome, અને ગ્રાહકો માટે CYBX Super App.

CYBX Super App શું છે?

CYBX Super App એ ભારતની પ્રથમ ઇન્ટીગ્રેટેડ સાયબર ઈન્શ્યોરન્સ સાથેની સાઇબર સુરક્ષા સુપર ઍપ છે. આ ઍપ ગૂગલ પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK