Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રિપ્ટોના વ્યવહારોનું રિપોર્ટિંગ નહીં કરાય તો દંડ થશે

ક્રિપ્ટોના વ્યવહારોનું રિપોર્ટિંગ નહીં કરાય તો દંડ થશે

Published : 02 February, 2026 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજેટમાં ક્રિપ્ટો ઍસેટ્સ સંબંધના નિવેદનમાં જણાવાયા મુજબ આ દંડ થશે. નોંધનીય છે કે કાયદા મુજબ ક્રિપ્ટો ઍસેટ્સનું રિપોર્ટિંગ જરૂરી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો, માર્કેટપ્લેસ તથા અન્ય એન્ટિટીઝ જો ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોની માહિતી સંબંધિત સત્તાવાળાઓને નહીં આપે તો એમની વિરુદ્ધ આકરાં પગલાં ભરવામાં આવશે એવું ૨૦૨૬-’૨૭ના બજેટમાં કહેવામાં આવ્યું છે. જો નિર્ધારિત સ્ટેટમેન્ટ અનુસાર ક્રિપ્ટોના વ્યવહારોનું રિપોર્ટિંગ કરવામાં નહીં આવે તો દંડ લાગશે. એનું પ્રમાણ રોજના ૨૦૦ રૂપિયા હશે. જો ખોટી વિગતો પૂરી પાડવામાં આવશે તો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે.

બજેટમાં ક્રિપ્ટો ઍસેટ્સ સંબંધના નિવેદનમાં જણાવાયા મુજબ આ દંડ થશે. નોંધનીય છે કે કાયદા મુજબ ક્રિપ્ટો ઍસેટ્સનું રિપોર્ટિંગ જરૂરી હોય છે. દંડને લગતી જોગવાઈઓ આગામી ૧ એપ્રિલથી લાગુ થશે એવું જણાવવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK