° °

આજનું ઇ-પેપર
Thursday, 27 January, 2022


આરોગ્ય વીમા પૉલિસીમાં મળતું વૈશ્વિક કવચ અને બીજી વિશેષતાઓ

01 December, 2021 04:12 PM IST | mumbai | Nisha Sanghvi

ગયા વખતે આપણે આરોગ્ય વીમા પૉલિસીની સર્વસામાન્ય લાક્ષણિકતાઓની વાત કરી. આજે એની વિશેષ લાક્ષણિકતાઓની વાત કરવાના છીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગયા વખતે આપણે આરોગ્ય વીમા પૉલિસીની સર્વસામાન્ય લાક્ષણિકતાઓની વાત કરી. આજે એની વિશેષ લાક્ષણિકતાઓની વાત કરવાના છીએ. અહીં જણાવવું રહ્યું કે આ લાક્ષણિકતાઓ વિશેષ હોવાથી બધી જ કંપનીઓ એ પૂરી પાડતી નથી. એનો લાભ લેવા માટે પહેલેથી કંપનીમાં પૂછપરછ કરી લીધા બાદ બધી વિગતો સમજીને નિર્ણય લેવો. જોકે એટલું નક્કી છે કે આ વિશેષતાઓને લીધે પૉલિસીનું મૂલ્ય અને મહત્ત્વ બન્ને વધે છે. તમને જો આ મુદ્દાઓ મહત્ત્વપૂર્ણ લાગે તો પોતાની પૉલિસીમાં એનો ઉમેરો કરાવવામાં વિલંબ કરતા નહીં. 

વૈશ્વિક કવચ: વીમાધારક ભારતની બહાર સારવાર કરાવવાનું નક્કી કરે તો તેનો ખર્ચ સંબંધિત પૉલિસીની મર્યાદા હેઠળ ક્લેમ કરી શકાય છે. અહીં શરત એ હોય છે કે બીમારીનું નિદાન ભારતની અંદર થયું હોવું જોઈએ. આ સંજોગોમાં દરદીને હૉસ્પિટલાઇઝેશન દરમિયાન અથવા ડે કૅર દરમિયાન મળતી સારવાર આવરી લેવાય છે અને તેનો ક્લેમ રિઇમ્બર્સમેન્ટ ધોરણે સેટલ કરવામાં આવે છે. અમુક સંજોગોમાં કૅશલેસ સુવિધા પણ મેળવી શકાય છે. આ સુવિધા હેઠળના ક્લેમ ભારતીય રૂપિયામાં સેટલ કરવામાં આવે છે. વીમાધારકે પોતાના ક્લેમના સમર્થનમાં

વધારાના આ દસ્તાવેજો સુપરત કરવાના હોય છે...
૧) ભારતમાં નિદાન થયું છે એનો પુરાવો
૨) વીમાધારકનો પાસપોર્ટ અને વીઝા
રિસ્ટોરેશન/રીફિલ બેનિફિટ ઃ એક મોટો ક્લેમ આવી ગયા બાદ જો વીમાની રકમ ઓછી પડવા લાગે તો રિસ્ટોરેશન બેનિફિટનો ઉપયોગ કરી શકાય છે. આ બેનિફિટ પસંદ કરવામાં આવ્યો હોય એ પૉલિસીમાં એક વર્ષની અંદર સંબંધિત કે અસંબંધિત બીમારીઓને કારણે એક કરતાં વધુ ક્લેમ આવે તો દરેક વખતે રિસ્ટોરેશનની સુવિધા પણ મળે છે. કંપનીએ વીમાની મૂળ રકમ ઉપરાંત કેટલી રકમ સુધી આ સુવિધા આપી છે એ જોવું રહ્યું. 

આયુષ સારવાર: આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી એ બધી ઉપચાર પદ્ધતિઓ હેઠળ કરવામાં આવતી સારવાર અને/અથવા હૉસ્પિટલાઇઝેશનને આયુષ સારવાર ગણવામાં આવે છે. આ સારવાર સરકારી હૉસ્પિટલોમાં અથવા સરકારે માન્યતા આપી હોય એવી અને/અથવા ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા/નૅશનલ ઍક્રેડિટેશન બોર્ડ ઑન હેલ્થનું ઍક્રેડિટેશન ધરાવનારી સંસ્થામાં લેવામાં આવે તો જ એને આવરી લેવાય છે. રોગનિવારણ માટે, કાયાકલ્પ માટે, સૌંદર્યવૃદ્ધિ માટે, પંચકર્મ માટે, શુદ્ધિકરણ જેવાં કાર્યો માટે જો આયુષનો ઉપયોગ કરવામાં આવે તો એને પૉલિસી હેઠળ આવરી લેવાતાં નથી. 

હોમ હૉસ્પિટલાઇઝેશન/ડૉમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશનઃ સામાન્ય રીતે હૉસ્પિટલમાં કરવામાં આવતી સારવાર જ્યારે અમુક સંજોગોમાં ઘરની અંદર કરવામાં આવે એને હોમ હૉસ્પિટલાઇઝેશન/ડૉમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન કહેવામાં આવે છે. આ સંજોગો નીચે જણાવ્યા મુજબના હોય છે... 
૧) દરદીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવાનું શક્ય ન હોય એ સ્થિતિ,
૨) હૉસ્પિટલમાં રૂમ ઉપલબ્ધ ન હોય ત્યારે દરદીને નાછૂટકે ઘરે લઈ જઈને સારવાર કરાવવી પડે એ સ્થિતિ.

અવયવદાન: વીમાધારકને કોઈકનું અવયવ દાનમાં મળવાનું હોય એ સ્થિતિમાં અવયવ મેળવવા માટે લાગુ થતો સારવારનો અને શસ્ત્રક્રિયાનો ખર્ચ પૉલિસી હેઠળ આવરી લેવાય છે. જોકે એના માટે આ શરતો લાગુ પડતી હોય છે... 
૧) ટ્રાન્સપ્લાન્ટેશન ઑફ હ્યુમન ઑર્ગન્સ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૧ના નિયમો અને શરતો મુજબ દાતાનું અવયવ લેવાવાનું હોય અને એ અવયવ પૉલિસીધારક માટે લેવાવાનું હોય તથા
૨) વીમા કંપનીએ હૉસ્પિટલમાં સારવાર માટે વીમાધારકના ક્લેમને મંજૂર રાખ્યો હોય. 
ઍર ઍમ્બ્યુલન્સ ; તાકીદની સ્થિતિમાં ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. જો કોઈ વ્યક્તિ પ્રવાસ દરમિયાન ઘાયલ થઈ હોય અને તબીબી સારવાર માટે એને હૉસ્પિટલમાં ખસેડવાની હોય, પણ હવાઈપ્રવાસ સિવાયના વિકલ્પનો ઉપયોગ કરવાનું શક્ય ન હોય ત્યારે આ સુવિધા ઉપયોગી થાય છે. 

દાંતની સારવાર: રાબેતા મુજબની દાંતની સારવારને વીમા કંપનીઓ આરોગ્ય વીમામાં આવરી લેતી નથી. જો કોઈ અકસ્માતમાં ઈજા થાય તો એની દાંતની સારવારને આ સુવિધા હેઠળ આવરી લેવાય છે. અહીં જણાવવું રહ્યું કે અમુક કંપનીઓ દાંત સાફ કરવા, પૉલિશ કરવા, રૂટ કૅનાલ કરવું વગેરે જેવી સારવાર અમુક વેઇટિંગ પિરિયડ બાદ આવરી લે છે. 
છેલ્લે, એટલું જણાવવાનું કે આરોગ્ય વીમા હેઠળ ઉપરોક્ત બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ એમાંથી કઈ સુવિધાઓ લેવી એનો નિર્ણય દરેકે પોતાની આવશ્યકતા મુજબ લેવાનો હોય છે. 

01 December, 2021 04:12 PM IST | mumbai | Nisha Sanghvi

અન્ય લેખો

કોરોનાની અવળી ઇફેક્ટમાંથી ભારત સારી રીતે બહાર આવ્યું : પનગઢિયા

પનગઢિયાએ પી.ટી.આઇ. સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં રાજકોષીય ખાધનું પ્રમાણ અડધાથી એક ટકો ઘટાડવાનો પોતાનો આશય સ્પષ્ટ કરવો જોઈએ.

26 January, 2022 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૪૮ ટકા ઘટ્યો; ફેડરલ બૅન્કના નફામાં ૨૯ ટકાની વૃદ્ધિ અને વધુ સમાચાર

26 January, 2022 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાવેલ અને ટૂરિઝમમાં નવી નોકરી માટેની એડ ડિસેમ્બરમાં ચાર ટકા વધી

મૉન્સ્ટર એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સે તૈયાર કરેલા અહેવાલ અનુસાર કોરોનાના બીજા મોજા બાદ ટ્રાવેલ અને ટૂરિઝમ ઉદ્યોગમાં નોકરીઓમાં ભરતી વધી છે

26 January, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK