ફેડ ચૅરમૅને રેટ-કટનો નિર્ણય લેવામાં હવે ઉતાવળ નહીં કરાય એવી કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સનો વધુ ઘટાડો પણ અટક્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ફેડ હવે વધુ રેટ-કટ માટે ઉતાવળ નહીં કરે એવું ચૅરમૅન જેરોમ પૉવેલે કમેન્ટ કરતાં સોના-ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં સતત બીજે દિવસે ઘટ્યા હતા. ટ્રમ્પની શપથવિધિ બાદ સોના-ચાંદીની તેજીમાં ઝડપી આગેકૂચ બાદ ઘટાડો સ્વભાવિક હતો એ હવે છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. જોકે ઇઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધવિરામની સમજૂતીમાં ભંગાણ સર્જાતાં સોના-ચાંદીમાં જિયોપૉલિટિકલ ટેન્શનનું તેજીનું કારણ ઉમેરાયું હોવાથી ગમે ત્યારે ફરી ભાવ વધવાના સંજોગો ઊભા થયા હતા.



