પહેલી વખત બિગ બૅશ લીગમાં રમીને શાહીન આફ્રિદી બ્રિસબેન હીટ માટે ૪ મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો હતો
પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદી
ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં પાકિસ્તાની ટીમ ચિંતામાં મુકાઈ છે. ઑસ્ટ્રેલિયામાં બિગ બૅશ લીગ (BBL) દરમ્યાન ઘૂંટણની ઇન્જરીને કારણે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ફિટ થવા માટે તેને પાકિસ્તાન પાછા જવાની ફરજ પડી છે.
પહેલી વખત બિગ બૅશ લીગમાં રમીને શાહીન આફ્રિદી બ્રિસબેન હીટ માટે ૪ મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો હતો. પહેલી મૅચમાં ખતરનાક બોલિંગને કારણે અમ્પાયરે તેનો સ્પેલ અધવચ્ચેથી અટકાવી પણ દીધો હતો. પાકિસ્તાનનો આ મુખ્ય ફાસ્ટ બોલર વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ ન થયો તો પાકિસ્તાનને વર્લ્ડ કપ અભિયાનમાં મોટો ફટકો પડી શકે છે.


