ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (IDBI) ના ખાનગીકરણ વિશે સરકારે મોટો નિર્ણય લીધો છે.
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (IDBI)
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (IDBI) ના ખાનગીકરણ વિશે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે બૅન્કના આશરે ૬૦ ટકા હિસ્સાને ૫૨,૮૭૮ કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી છે. કૅનેડા ઇન્ક. હવે બૅન્કમાં ૬૦.૭૨ ટકા હિસ્સો ધરાવશે. સરકાર ૧૫ ટકા હિસ્સો જાળવી રાખશે, જ્યારે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC) લગભગ ૧૯ ટકા હિસ્સો જાળવી રાખશે. આગામી ૩ વર્ષ સુધી બૅન્કનું નામ યથાવત્ રહેશે.
કૅનેડિયન કંપની ફેરફેક્સ ફાઇનૅન્શિયલ હોલ્ડિંગ્સના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. ફેરફેક્સ ૮૧ રૂપિયા પ્રતિ શૅરના ભાવે હિસ્સો હસ્તગત કરશે. ઍર ઇન્ડિયાના વેચાણ પછી આ દેશનું સૌથી મોટું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ કમિટી ઑન ઇકૉનૉમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મુદ્દે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી અરુણિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ સોદો ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ થશે. IDBIના કર્મચારીઓનાં હિતોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવશે. ફેરફેક્સે લઘુમતી શૅરધારકોને ઓપન ઑફર પણ કરવી પડશે.
