Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર સામે રૂપિયો ૯૨.૪૫ની નવી નીચી સપાટીએ પહોંચ્યો

ડૉલર સામે રૂપિયો ૯૨.૪૫ની નવી નીચી સપાટીએ પહોંચ્યો

Published : 14 March, 2026 10:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાછલા સત્રમાં રૂપિયો ૯૨ રૂપિયા પર બંધ થયો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગઈ કાલે બપોરે અમેરિકન ડૉલર સામે રૂપિયો ફરી એક રેકૉર્ડ નીચી સપાટીએ ૯૨.૪૫ પર પહોંચી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર પ્રતિ બૅરલથી ઉપર રહેતાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) વધવાનો ભય ઊભો થયો હતો. ગઈ કાલે બપોરે ૧ વાગ્યે રૂપિયો ડૉલર સામે ૯૨.૪૫ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો જે ૯૨.૩૫ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં રૂપિયો ૯૨ રૂપિયા પર બંધ થયો હતો.

વેપારીઓએ જણાવ્યું હતું કે ‘ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થવાને કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) રૂપિયાને બચાવવા માટે આક્રમક રીતે વેચાણ કરી રહી છે. જો ક્રૂડ ઑઇલના ભાવ ઊંચા રહે તો RBI રૂપિયાને નીચે જવા દેશે. વેસ્ટ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી રૂપિયો એક ટકાથી વધુ ઘટ્યો છે. આગામી સત્રોમાં રૂપિયો ૯૨.૫૦થી ૯૨.૮૦ની રેન્જ તરફ આગળ વધી શકે એવી શક્યતા છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK