Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામમાં ચૅટ્સ હવે પ્રાઇવેટ નહીં રહે: ૮ મેથી આવી રહ્યો છે આ ફેરફાર

ઇન્સ્ટાગ્રામમાં ચૅટ્સ હવે પ્રાઇવેટ નહીં રહે: ૮ મેથી આવી રહ્યો છે આ ફેરફાર

Published : 15 March, 2026 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

E2EE દૂર કર્યા પછી મેટા પાસે હવે આવી અપમાનજનક ચૅટ્સની જાણ કરવા પર ઍક્સેસ હશે અને વાતચીતના આધારે કાર્યવાહી કરી શકાશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૮ મેથી મેટાના ફોટો અને વિડિયો શૅરિંગ પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામમાં કરવામાં આવતી પર્સનલ ચૅટ હવે પ્રાઇવેટ રહેશે નહીં. મેટાએ લીધેલા આ મોટા નિર્ણયની જાણકારી એની બ્લૉગ પોસ્ટમાં આપવામાં આવી છે. મેટાએ ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ (DM)માંથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (E2EE) સુવિધા દૂર કરવાનો નિર્ણય લીધો છે. મેટાએ એના બ્લૉગ પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે E2EE હવે ઇન્સ્ટાગ્રામના DMમાંથી દૂર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૩માં ઇન્સ્ટાગ્રામમાં E2EE ઉમેરવામાં આવ્યું હતું. વૉટ્સઍપની જેમ મેટાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર માટે E2EE સુવિધા રોલઆઉટ કરી હતી.

E2EE સુવિધાને દૂર કરવાનો અર્થ એ છે કે જો તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈની સાથે ચૅટ કરો છો તો મેટા પાસે હવે એનો ઍક્સેસ હશે એટલે કે તમારી ચૅટ્સ હવે ખાનગી રહેશે નહીં. E2EEમાં ઇન્સ્ટાગ્રામ પરની વાતચીત ફક્ત મોકલનાર અને મેળવનાર દ્વારા જ ઍક્સેસ કરી શકાતી હતી. મેટા પણ એને ઍક્સેસ કરી શકતું નથી.



મેટાએ એના બ્લૉગમાં સમજાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં આ ફેરફારને કારણે જો તમે તમારી જૂની વાતચીતને ખાનગી રાખવા માગતા હો તો આપેલી સૂચનાઓનો ઉપયોગ કરીને તમારા ખાનગી મીડિયા અને ચૅટ્સ ડાઉનલોડ કરી શકો છો. વ્યક્તિગત ચૅટ્સ ડાઉનલોડ કરવા માટે યુઝર્સે તેમની ઇન્સ્ટાગ્રામ ઍપ્લિકેશનને લેટેસ્ટ વર્ઝનની સાથે અપડેટ કરવાની જરૂર પડશે. મેટાના નિર્ણય બાદ યુઝર્સ વિચારી રહ્યા હશે કે શું ફેસબુક મેસેન્જર પણ ઇન્સ્ટાગ્રામ પછી E2EE દૂર કરશે. કંપનીએ હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શૅર કરી નથી.


ઇન્સ્ટાગ્રામે આ ફેરફાર કેમ કર્યો?

બાળદુર્વ્યવહાર અંગે મેટાની E2EE સુવિધા વિશે પ્રશ્નો ઊભા થયા હતા. અમેરિકા અને યુનાઇટેડ કિંગડમની કેટલીક સરકારી એજન્સીઓએ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ મટીરિયલ (CSAM) ધરાવતી સામગ્રી શોધવા માટે E2EE દૂર કરવાની વિનંતી કરી હતી. વૉટ્સઍપની જેમ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરમાં E2EE છે એટલે આ પ્લૅટફૉર્મ પર વન-ટુ-વન વાતચીત સંપૂર્ણપણે ખાનગી રહે છે. મેટા કે અન્ય કોઈ એજન્સી એને ઍક્સેસ કરી શકતી નથી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અજાણ્યા લોકો ઇન્સ્ટાગ્રામ DMમાં ​​બાળકો સાથે અપમાનજનક વાતચીત કરતા હતા અને રિપોર્ટ કર્યા પછી પણ વાતચીતોને ઍક્સેસ કરી શકાતી નહોતી જેને કારણે કાર્યવાહી થતી નહોતી. E2EE દૂર કર્યા પછી મેટા પાસે હવે આવી અપમાનજનક ચૅટ્સની જાણ કરવા પર ઍક્સેસ હશે અને વાતચીતના આધારે કાર્યવાહી કરી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK