શૅરનો ભાવ પાછલા બંધ ભાવ ૩૯૪૩.૫૦ રૂપિયાના સ્થાને ૪૦૬૩.૮૦ રૂપિયાના ભાવે ખૂલ્યો હતો
વિલિયમ વૉલ્શ
ઇન્ડિગો ઍરલાઇન્સે બ્રિટિશ ઍરવેઝના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) વિલિયમ વૉલ્શને એના નવા CEO તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે ઇન્ડિગોના શૅરમાં ૯ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. શૅરનો ભાવ પાછલા બંધ ભાવ ૩૯૪૩.૫૦ રૂપિયાના સ્થાને ૪૦૬૩.૮૦ રૂપિયાના ભાવે ખૂલ્યો હતો અને ઉચ્ચતમ સ્તર ૪૩૩૨.૭૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો. નોંધનીય છે કે મે ૨૦૨૨ પછી શૅરમાં આ સૌથી મોટો એક દિવસનો સુધારો છે. વિલિયમ વૉલ્શ હવે પીટર ઍલ્બર્સનું સ્થાન લેશે. આ પગલાથી રોકાણકારોનો ઍરલાઇનની વ્યૂહાત્મક દિશા અને ઑપરેશનલ રિકવરી પર વિશ્વાસ વધ્યો છે.
