Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં ફરી મોંઘવારી વધીઃ ખાવા-પીવાથી લઈને કપડાં અને ચંપલ સુધી બધું મોંઘું

દેશમાં ફરી મોંઘવારી વધીઃ ખાવા-પીવાથી લઈને કપડાં અને ચંપલ સુધી બધું મોંઘું

Published : 13 August, 2026 09:21 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારાને કારણે આ વર્ષે જુલાઈમાં છૂટક ફુગાવો વધ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફુગાવા વિશેના એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં ભારતમાં છૂટક ફુગાવો વાર્ષિક ધોરણે નજીવો વધીને ૪.૪૫ ટકા થયો છે. અગાઉ જૂનમાં એ ૪.૩૮ ટકા 
નોંધાયો હતો. જોકે આ આંકડો અર્થશાસ્ત્રીઓના ૪.૫૦ ટકાના અંદાજ કરતાં થોડો ઓછો છે, એ હજુ પણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ૪ ટકાના લક્ષ્યાંક કરતાં સતત ઉપર છે. આમ છતાં દેશમાં  ખાવા-પીવાની વસ્તુઓથી લઈને કપડાં અને ચંપલ સુધીની દરેક ચીજોના ભાવ વધી ગયા છે.

ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારાને કારણે આ વર્ષે જુલાઈમાં છૂટક ફુગાવો વધ્યો હતો. આની અસર ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં થઈ હતી. જોકે ગ્રામીણ વિસ્તારોમાં એ વધુ સ્પષ્ટ હતી. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો જૂનમાં ૫.૪૫ ટકાથી વધીને જુલાઈમાં ૫.૭૯ ટકા થયો હતો. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો જૂનના ૫.૦૫ ટકાની સરખામણીમાં ૫.૦૯ ટકા હતો. દરેક ઘરના રસોડામાં જરૂરી આદુ, લસણ અને ડુંગળીના ભાવમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો હતો. જોકે કેટલીક શાકભાજીના ભાવમાં પણ થોડી રાહત જોવા મળી છે. બટાટામાં વાર્ષિક ધોરણે ૧૬.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભીંડા, વટાણા અને ટમેટાંના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 09:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK