Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, બાવીસથી ૨૪ મહત્ત્વના ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, બાવીસથી ૨૪ મહત્ત્વના ટર્નિંગ

Published : 22 December, 2025 10:02 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૦૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૧૫.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૬,૦૩૦.૦૦ બંધ રહ્યુ તેમ જ BSE ઇન્ડેક્સ ૩૩૮.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૪,૯૨૯.૩૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૦૬૭ ઉપર ૮૫,૩૨૦, ૮૫,૩૭૦ કુદાવે તો સુધારાની ચાલ જોવાશે. નીચામાં ૮૪,૭૩૪ નીચે ૮૪,૨૩૮, ૮૪,૧૫૦ તૂટે તો નબળાઈ સમજવી. બાવીસથી ૨૪ ડિસેમ્બર ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સ્ક્રિપ્ટ આધારિત સુધારાની ચાલ જોવાશે જેમાં કદાચ રિલાયન્સનો ફાળો વધુ હોઈ શકે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે.



લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (TIME LIMIT= સામાન્ય રીતે રેક્ટેન્ગલને પૂર્ણ થતાં એકથી ૩ મહિનાનો સમય લાગતો હોય છે. VOLUME= વૉલ્યુમ આપણને રેક્ટેન્ગલમાંથી આવનાર બ્રેકઆઉટ ઉપર તરફ હશે કે નીચે તરફ એ નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. ભાવો વધતા હોય ત્યારે વૉલ્યુમ વધારે હોય તો અપસાઇડ બ્રેકઆઉટ આવશે અને ભાવો ઘટતા હોય ત્યારે વૉલ્યુમ વધારે હોય તો ડાઉનસાઇડ બ્રેકઆઉટ આવશે એમ ધારી શકાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૦૨૧.૭૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.


ભારત ફૉર્જ (૧૪૩૯.૯૦) ૧૩૪૭.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૩ ઉપર ૧૪૬૦ કુદાવતાં ૧૪૮૫, ૧૫૦૬ સુધીની શક્યતા. નીચામાં ૧૪૩૧ નીચે ૧૪૧૦ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૮.૬૩) ૧૬૩.૬૯ના ટૉપથી નરમાઈ તરફી છે. નીચામાં ૬૧ સુધી આવી ગયો. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે હાઇલી ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. નવી લેવાલીનો કોઈ જ સંકેત નથી, પરંતુ ઘટાડે લઈ શકાય. દૈનિક ધોરણે ૭૧ ઉપર ૭૪ કુદાવે તો સુધારો જોવાય. અઠવાડિક ધોરણે ૮૨ પ્રતીકારક સપાટી ગણાય. નફો બુક કરતા રહેવું.


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૯,૨૧૩.૪૦) ૬૦,૩૫૩.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૮૦૦ મંદીમાં રહેવું નહીં. ૫૯,૮૦૦ ઉપર ૬૦,૧૧૦, ૬૦,૩૫૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮,૯૦૦, ૫૮,૭૦૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૨૬,૦૩૦.૦૦) : ૨૬,૪૯૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૦૪૩ ઉપર ૨૬,૧૫૯ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ૨૬,૧૫૯ ઉપર ૨૬,૨૨૫ ઉપર ૨૬,૩૭૦, ૨૬,૪૯૬ મહત્ત્વની સપાટી ગણાય. ૨૬,૪૯૬ ઉપર ૨૬૫૪૫, ૨૬,૬૯૦, ૨૬,૮૩૦, ૨૬,૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૫,૯૫૧ નીચે ૨૫,૮૦૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

રિલાયન્સ (૧૫૬૫.૧૦) : ૧૫૧૭.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૪ ઉપર ૧૫૮૨ અને ૧૫૯૭ કુદાવે તો ૧૬૨૭, ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮, ૧૭૪૮, ૧૭૮૦, ૧૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૫૧ નીચે ૧૫૩૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

એસઆરએફ (૩૦૯૦.૩૦) : ૨૭૭૨.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૨૯ ઉપર ૩૦૪૫, ૩૦૭૩, ૩૧૦૦, ૩૧૩૦, ૩૧૫૫ સુધીની શક્યતા. નીચામાં ૩૦૪૫ નીચે ૩૦૧૫ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. - જલન માતરી

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2025 10:02 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK