આ સર્ટિફિકેટ્સ મેળવવાની પ્રક્રિયાને કારણે પેન્શનના લાભ મેળવવામાં વિલંબ થતો હતો
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્ય સરકારે નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓને મોટી રાહત મળે એવી જાહેરાત કરી છે. અગાઉની ઑફિસો પાસેથી ‘નો-ડ્યુઝ સર્ટિફિકેટ’ અને ‘નો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સર્ટિફિકેટ’ મેળવવાની હવે જરૂરિયાત રહેશે નહીં. રાજ્ય સરકારના આ પગલાને લીધે પેન્શન-પ્રક્રિયા ઝડપી બનશે.
પેન્શનના નિયમોમાં આ વિશે કોઈ આધાર ન હોવા છતાં આ સર્ટિફિકેટ્સ મેળવવાની પ્રક્રિયાને કારણે પેન્શનના લાભ મેળવવામાં વિલંબ થતો હતો. નિયત સમયમર્યાદામાં અકાઉન્ટન્ટ જનરલને સર્ટિફિકેટ્સ ન મોકલાતાં આખી પ્રક્રિયા ખોરવાતી હતી. પરિણામે ફક્ત પેન્શન પર આધાર રાખતા નિવૃત્ત કર્મચારીઓને મુશ્કેલી થતી હતી. આ નિયમોમાં ફેરફારને કારણે હવે પેન્શન પ્રક્રિયા સરળ બનશે.


