Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૫૫ અને ૨૩,૯૧૫ અને નીચામાં ૨૩,૫૮૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૫૫ અને ૨૩,૯૧૫ અને નીચામાં ૨૩,૫૮૫ મહત્ત્વની સપાટીઓ

Published : 25 May, 2026 09:01 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૪૨.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦૦.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૭૪૪ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૭૭.૩૬ પૉઇન્ટના નેટ સુધારે ૭૫,૪૧૫.૩૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૯૪૬ ઉપર ૭૬,૧૦૧ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. નીચામાં ૭૪,૫૨૯, ૭૪,૧૮૦, ૭૪,૧૩૪ સપોર્ટ ગણાય. માસિક એક્સપાયરીના સપ્તાહમાં પોઝિશન આધારિત વધ-ઘટ જોવા મળશે. ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટી ફ્યુચરના ગૅપ પુરાઈ ગયા છે. નિફ્ટી ફ્યુચરનો ગૅપ પુરાયો નથી જે પૂરવા બજાર ગમે ત્યારે નીચે આવી શકે છે એમ સમજીને ચાલવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય (સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ચાર્ટ પર કેવી રીતે ઓળખાય છે અને એ માર્કેટની આગામી ચાલ વિશે ધારણા બાંધવામાં કેમ સફળ થાય છે એની પાછળ સાયકોજિકલ કારણો છે. SUPPORT & RESISTANCE - સપોર્ટ લેવલ જો સારાએવા માર્જિનથી તૂટે તો એ જ સપોર્ટ લેવલ પછી રેજિસ્ટન્સ લેવલ બની જાય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૭૫૬.૧૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ઇન્ડસઇન્ડ બૅન્ક (૯૧૦.૧૫ ) : ૮૭૦.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૭ ઉપર બંધ આવે તો ૯૪૧, ૯૫૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૮૧ પૅનિક સપોર્ટ ગણાય.


ટ્રેન્ટ (૪૩૦૧.૦૦) : ૩૯૮૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૬૪ ઉપર ૪૪૮૮ કુદાવે તો ટ્રેન્ટનો ટ્રેન્ડ બદલાયો છે એમ સમજવું. નીચામાં ૪૧૫૪ નીચે ૪૦૫૧ સપોર્ટ ગણાય. ઘટાડે સપોર્ટ મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪૨૩૭.૨૦): ૫૭,૪૭૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૫૫૦ બંધ આવે તો સુધારાતરફી ગણાય. નીચામાં ૫૩,૬૦૦ નીચે ૫૩,૨૦૦, ૫૨,૯૦૦, ૫૨,૮૭૨ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૩,૭૪૪.૦૦): ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૮૫૫ ઉપર ૨૩,૯૧૫ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. નીચામાં ૨૩,૫૮૫ નીચે ૨૩,૪૪૦, ૨૩,૩૨૦,૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા ઊભી જ છે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

સમ્માન કૅપિટલ (૧૬૧.૪૬): ૧૩૪.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩ ઉપર ૧૬૫, ૧૬૯, ૧૭૩, ૧૭૭, ૧૮૧, ૧૮૫ સુધીની શક્યતા. નીચામાં ૧૫૨ નીચે ૧૪૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૧.૭૧): ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫.૫૦ ઉપર ૬૭.૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૧ નીચે ૫૮.૩૦ તૂટે તો ૫૭.૫૦, ૫૫.૪૦, ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ જોઈ શકાય છે જે પૂરવા નીચે આવી શકે છે. ઘટાડે રોકાણ કરી શકાય.

શૅરની સાથે શેર: સુંદર જો હો તબીબ તો એક વાતનો છે ડર, સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે. - શુન્ય પાલનપુરી.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:01 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK