Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૪૯ અને ૨૪,૪૮૦ તેમ જ નીચામાં ૨૪,૧૪૨ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૪૯ અને ૨૪,૪૮૦ તેમ જ નીચામાં ૨૪,૧૪૨ મહત્ત્વની સપાટીઓ

Published : 06 July, 2026 10:30 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે : અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૩૮.૬૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૫૦.૪૦  પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૫૨.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૬૩.૪૪ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૭૬૩.૯૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૧૫૮ ઉપર ૭૮,૨૪૦, ૭૮,૪૨૦, ૭૮,૬૧૦, ૭૮,૯૯૦ ,૭૯ ૯૨૦, ૭૯,૩૬૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭,૭૧૦ નીચે ૭૭,૫૭૮, ૭૭,૦૬૩ સપોર્ટ ગણાય. શૅરોમાં વધ-ઘટે સ્ક્રિપ આધારિત સુધારાની ચાલ જળવાશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (૫૦ ટકા રીટ્રેચમેન્ટ સૌથી વધારે મહત્ત્વનું ગણાય છે. દાખલા તરીકે ભાવો ૫૦થી વધતાં-વધતાં ૧૦૦ સુધી જાય એટલે કે ૫૦નો વધારો થયો. મુખ્યત્વે ભાવો વધતાં પહેલાં ૫૦ના ૫૦ ટકા એટલે કે ૨૫ જેટલા ઘટી શકે. ૧૦૦થી ઘટીને ૭૫ સુધી આવી શકે. ૫૦ ટકા રીટ્રેચમેન્ટ સિવાય બીજા મીનીમમ અને મૅક્સિમમ પરસન્ટેજ કાઢવા માટેના પ્રમાણો છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૫૦.૧૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



વન ૯૭ કમ્યુનિકેશન (૧૨૨૧.૪૦): ૧૦૧૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૨ ઉપર ૧૨૪૧, ૧૨૬૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૧૨ નીચે ૧૧૮૪, ૧૧૭૦ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.


ઇન્ડસઇન્ડ બૅન્ક (૯૭૪.૩૫) : ૮૬૮.૭૨ના સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭૯ ઉપર ૧૦૦૫, ૧૦૩૯, ૧૦૭૨, ૧૧૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૩૮ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૨૨૧.૦૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૬૭૯ ઉપર ૫૮,૮૦૦, ૫૯,૫૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૮,૦૦૦ નીચે ૫૭,૭૩૦, ૫૭,૫૨૦ સપોર્ટ ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૨૪,૩૫૨.૭૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૪૪૯ ઉપર ૨૪,૪૮૦ કુદાવે તો ૨૪,૫૧૦, ૨૪,૬૦૪, ૨૪,૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૩૨૫ નીચે ૨૪,૨૮૨, ૨૪,૧૪૨, ૨૪,૦૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

બજાજ ફાઇનૅન્સ (૧૦૩૧.૪૦) : ૮૫૫.૧૨ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૪૦ ઉપર ૧૦૫૦ કુદાવે તો ૧૦૫૭, ૧૦૭૬, ૧૦૯૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૧૭ નીચે ૯૯૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ઑબેરૉય રિયલ્ટી (૧૯૩૪.૪૦) : ૧૫૭૫.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૪૪ ઉપર ૧૯૭૫, ૨૦૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૫૭ નીચે ૧૮૨૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. ઘટાડે લઈ શકાય.

શૅરની સાથે શેર: આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી, આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.- ખલીલ ધનતેજવી 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 10:30 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK