Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે ૪ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો; લોન મોંઘી થવાની શક્યતા, EMI પણ વધી જશે

રિઝર્વ બૅન્કે ૪ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો; લોન મોંઘી થવાની શક્યતા, EMI પણ વધી જશે

Published : 08 October, 2026 08:18 AM | Modified : 08 October, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MPCએ સ્ટૅન્ડિંગ ડિપૉઝિટ ફૅસિલિટી રેટ વધારીને ૫.૨૫ ટકા અને માર્જિનલ સ્ટૅન્ડિંગ ફૅસિલિટી રેટ વધારીને ૫.૭૫ ટકા કર્યો છે. 

RBIના ગવર્નર સંજય મલ્હોત્રા

RBIના ગવર્નર સંજય મલ્હોત્રા


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ લગભગ ૪ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ વધારવાના મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ના નિર્ણયની જાહેરાત કરી હતી. અન્ય એશિયન સેન્ટ્રલ બૅન્કોએ તેમની નાણાકીય નીતિ કડક બનાવવાની શરૂઆત કરી દીધી હોવાથી આ પગલાને અનુસરીને રેપો રેટ ૦.૨૫ ટકા વધીને ૫.૫૦ ટકા થયો છે. MPCએ સ્ટૅન્ડિંગ ડિપૉઝિટ ફૅસિલિટી રેટ વધારીને ૫.૨૫ ટકા અને માર્જિનલ સ્ટૅન્ડિંગ ફૅસિલિટી રેટ વધારીને ૫.૭૫ ટકા કર્યો છે. 

૪ વર્ષમાં પહેલી વાર રેપો રેટમાં વધારો થવાના કારણે હોમ લોન અને કાર લોન સહિતની લોન મોંઘી થવાની શક્યતા છે. બીજી તરફ ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI) પણ વધવાની શક્યતા છે. સંજય મલ્હોત્રાએ તેમના સંબોધનમાં વેસ્ટ એશિયામાં યુદ્ધ, ક્રૂડ તેલના ભાવમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે. એનર્જી પ્રાઇસ વધતાં ચીજો મોંઘી બની છે. ૩ દિવસની MPCની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક મોંઘવારી વધવાનો ખતરો અને શૅરબજારમાં અનિશ્ચિતતાનો માહોલ બની રહેશે.
૨૦૨૬માં MPCની આ ચોથી બેઠક હતી અને આ પહેલાં એપ્રિલ, જૂન અને ઑગસ્ટમાં થયેલી બેઠકોમાં રેપો રેટ ૫.૨૫ પર યથાવત રાખવામાં આવ્યો હતો.



શા માટે રેપો રેટ વધ્યો?
વધતા જતા ફુગાવા અને રૂપિયાના મૂલ્યમાં આવેલા રેકૉર્ડ ઘટાડાના કારણે નીતિ-નિર્ધારકોને તેમની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. સંજય મલ્હોત્રાએ ૨૦૨૪ના ડિસેમ્બરમાં આ પદ સંભાળ્યું હતું અને વ્યાજદરમાં અનેક વાર ઘટાડો કરવાની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું, પણ પહેલી વાર તેમણે રેપો રેટમાં વધારો કર્યો છે. ૪૦ અર્થશાસ્ત્રીઓમાંથી ૩૪ને અપેક્ષા હતી કે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો થશે અને એ ૫.૫૦ ટકા થશે. ઑગસ્ટમાં RBIની છેલ્લી નીતિ બેઠક પછી ફુગાવો વધુ ઝડપી બન્યો છે. તેલના ભાવ ૧૦૦ ડૉલર પ્રતિ બૅરલથી ઉપર પહોંચી ગયા છે, અમેરિકન ફેડરલ રિઝર્વ કડક થવા લાગ્યું છે અને રૂપિયો નબળો પડ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK