અસોસિએશન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં (AHAR)ના સભ્યો અને રાધા કૃષ્ણાના માલિકો બુધવારે મળ્યા હતા અને મીટિંગ કરી હતી
રાધા કૃષ્ણા રેસ્ટોરાં. તસવીર: સતેજ શિંદે
રાધા કૃષ્ણા રેસ્ટોરાંના માલિક પાસેથી ખંડણી માગવાની ઘટના સામે આવ્યા બાદ મુંબઈના હોટેલઓનર્સ ફરિયાદો, સોશ્યલ મીડિયા પરની ધમકીઓ અને બ્લૅકમેઇલિંગના પ્રયાસોનો સામનો
કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા છે.
અસોસિએશન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં (AHAR)ના સભ્યો અને રાધા કૃષ્ણાના માલિકો બુધવારે મળ્યા હતા અને મીટિંગ કરી હતી. આ મીટિંગમાં AHARના સભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું અને ચર્ચા કરી હતી કે જો કોઈ વ્યક્તિ ફૂડ-સેફ્ટી (ખાદ્યસુરક્ષા) વિશેની ફરિયાદો, વાઇરલ વિડિયો અથવા ઑથોરિટી (FDA) પાસે જવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે તો રેસ્ટોરાંના સંચાલકોએ કેવો રિસ્પૉન્સ આપવો જોઈએ.
AHARના ચૅરમૅન (લીગલ) નિરંજન શેટ્ટી સહિત સભ્યો રેસ્ટોરાં માલિકોના સમર્થનની આ મીટિંગમાં હાજર હતા. સભ્યોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત SOP ફરિયાદોનું ડોક્યુમેન્ટેશન કરવા, અધિકારીઓને તાત્કાલિક જાણ કરવા અને ઑથોરિટી દ્વારા કાર્યવાહી અથવા સોશ્યલ મીડિયા એક્સપોઝ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરનારા કોઈ પણ સાથે સીધી વાટાઘાટો ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
AHAR રેસ્ટોરાં-માલિકોને આવા કથિત દબાણને વશ થવાને બદલે પોલીસ અને FDAનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરશે એવી પણ અપેક્ષા છે જે બ્લૅકમેઇલ સામે સાથે મળી સામનો કરવાનો અને કાયદેસર ફૂડ-સેફ્ટીના અમલીકરણને ટેકો આપે છે.
- અભિતાષ સિંહ
