Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ તથા બૉન્ડ યીલ્ડમાં વધારાના પગલે બજાર ટૂંકી વધ-ઘટે સાધારણ સુધર્યું

ક્રૂડ તથા બૉન્ડ યીલ્ડમાં વધારાના પગલે બજાર ટૂંકી વધ-ઘટે સાધારણ સુધર્યું

Published : 18 January, 2022 03:32 PM | IST | Mumbai
Anil Patel

જ્વેલરી શૅરમાં ઝમક, રેનેસા ગ્લોબલ છ ટકા ઊંચકાયો, રાજેશ એક્સ નવી ટોચે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટીસીએસ તથા ઇન્ફી નવા બેસ્ટ લેવલે, એચસીએલ ટેક્નો ૨૨ માસની ખરાબીમાં ટૉપ લૂઝર : જ્વેલરી શૅરમાં ઝમક, રેનેસા ગ્લોબલ છ ટકા ઊંચકાયો, રાજેશ એક્સ નવી ટોચે : ત્રિમાસિક વેચાણ ૬૫૬ ટકા વધતાં વર્ડવિઝાર્ડ ઑલટાઇમ હાઈ, ભાવવધારામાં મારુતિ વર્ષની ઊંચી સપાટીએ : વામા ઇન્ડ. એક કરોડથી વધુ શૅરના વૉલ્યુમે ઉપલી સર્કિટમાં, મુંબઈના ધોબી તળાવની ડીજે મીડિયાનો ફોલોઓન ઇશ્યુ આજે : ટનાટન રિઝલ્ટ સાથે દસ હજાર કરોડના ત્રિમાસિક નફા છતાં એચડીએફસી બૅન્ક ડાઉન : રેમન્ડ નવગણા વૉલ્યુમ સાથે ૧૦૨ રૂપિયાની તેજીમાં ૨૬ માસના શિખરે


વિશ્વબજારમાં બ્રેન્ડ ક્રૂડ ૨૦૧૪ પછીની ટોચ નજીક ગયાના અહેવાલ છે. ફુગાવાજન્ય પરિબળો સક્રિય બનતાં બૉન્ડનું યીલ્ડ વધવા લાગ્યું છે. કોરોનાનું કમઠાણ તો છે. કૉર્પોરેટ પરિણામમાં અત્યાર સુધી ખુશીની ખાસ લહેર દેખાઈ નથી. બજેટ આવી રહ્યું છે. જેમાં રાબેતા મુજબની જુમલાબાજી વધુ હશે. નક્કરની બહુ અપેક્ષા નથી. આમ છતાં બજાર ખાસ ચમક આપવાના મૂડમાં નથી. સેન્સેક્સ સોમવારે પોણા ત્રણસો પૉઇન્ટની સાવ ટૂંકી વધ-ઘટે અથડાઈ ૮૬ પૉઇન્ટ તો નિફ્ટી ૯૨ પૉઇન્ટની રેન્જમાં રમતો રહી બાવન પૉઇન્ટ વધ્યા છે. સેન્સેક્સના ૦.૧૪ ટકાની સામે નિફ્ટી બમણો, ૦.૨૯ ટકા વધ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર પ્લસ હતા. એચસીએલ ટેક્નૉલૉજીઝ નબળા પરિણામમાં ૨૨ માસની મોટી ખરાબીમાં નીચામાં ૧૨૪૪ બતાવી ૫.૯ ટકા તૂટી ૧૨૫૯ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. ઇન્ફી ૧૯૫૪ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી અડધો ટકો વધીને ૧૯૩૯ તથા ટીસીએસ ૪૦૪૩ની ઑલટાઇમ હાઈ બાદ સવા ટકો વધીને ૪૦૧૯ બંધ આવ્યો છે. રિલાયન્સ અડધો ટકો સુધરીને ૨૫૫૨ થયો છે. હીરો મોટોકોર્પ ૫.૧ ટકા, ગ્રાસીમ ૩.૫ ટકા અને ઓએનજીસી સવાત્રણ ટકાની મજબૂતીમાં નિફ્ટી ખાતે વધવામાં મોખરે હતા. સેન્સેક્સમાં અલ્ટ્રાટેક પોણા ત્રણ ટકા અપ હતો. બાય ધ વે રેમન્ડ નવ ગણા કામકાજમાં ૧૦૨ રૂપિયા વધી ૭૯૩ની ૨૬ માસની ટૉપ બનાવી ૧૫ ટકાની તેજીમાં ૭૮૨ બંધ આપીને એ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તેમ જ બ્રોડર માર્કેટ પ્રમાણમાં વધુ સુધરતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ દેખાઈ છે. 
એચડીએફસી બૅન્ક બહેતરીન દેખાવ છતાં વૉલ્યુમ સાથે ખરડાયો
અગ્રણી પ્રાઇવેટ બૅન્ક એચડીએફસી તરફથી બજારની એકંદર ધારણા કરતાં સારા પરિણામ રજૂ થયા છે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૮ ટકાના વૃદ્ધિદર સાથે બૅન્કે ૧૦૩૪૨ કરોડનો નેટ પ્રૉફિટ સ્ટેન્ડ અલોન ધોરણે મેળવ્યો છે. ત્રિમાસિક ધોરણે પાંચ આંકડામાં નેટ પ્રૉફિટ હાંસલ કરનાર આ પ્રથમ પ્રાઇવેટ બૅન્ક બની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૫૬ અને નીચામાં ૧૫૧૯ થઈ દોઢ ટકો ઘટી ૧૫૨૧ બંધ રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટી છેલ્લા એક સપ્તાહમાં અઢી ટકા અને મહિનામાં ૨.૮ ટકા વધ્યો છે જ્યારે એક વર્ષમાં અહીં ફક્ત ૫.૨ ટકાનું જ રિટર્ન મળે છે, સામે સેન્સેક્સ ૨૩.૫ ટકા અને નિફ્ટી ૨૫ ટકા જેવા વધી ગયા છે. બૅન્ક નિફ્ટી પણ એક વર્ષમાં ૧૮ ટકા ઊંચકાયો છે. સેન્સેક્સ પેકમાં અૅક્સિસ બૅન્ક નરમાઈની આગેકૂચમાં સવા ટકો ઘટીને ૭૧૨ બંધ હતો. કોટક મહિન્દ્ર તેમ જ આઇસીઆઇસીઆઇ બૅન્ક નજીવા નરમ હતા. સ્ટેટ બૅન્ક સરેરાશ કરતાં ૬૦ ટકાના કામકાજમાં એક ટકો વધીને ૫૧૪ તો ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ૯૨૦ના બંધમાં ફ્લૅટ હતો. બૅન્ક નિફ્ટી બારમાંથી સાત શૅર વધવા છતાં હેવીવેઇટ્સના ભારમાં ૧૫૪ પૉઇન્ટ દબાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તેરમાંથી સાત શૅરના સુધારામાં સામાન્ય સુધર્યો છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રે ૩૬માંથી ૧૭ શૅર વધ્યા છે. સૂર્યોદય સ્મૉલ બૅન્ક સવા બે ટકા, બંધન બૅન્ક દોઢ ટકો, એયુ બૅન્ક સવા ટકો અપ હતા. એચડીએફસી બૅન્ક વર્સ્ટ પર્ફોમર હતો, ત્યાર પછી ઇક્વિટાસ ૧.૪ ટકા, પીએનબી અને ઉજ્જીવન બૅન્ક એકાદ ટકો ઢીલા હતા. 
દિલ્હી સરકારની પૉલિસીના પગલે વર્ડવિઝાર્ડ સર્વોચ્ચ શિખરે
દિલ્હીમાં કેજરીવાલ સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે એગ્રીગેટર્સ પૉલિસી જાહેર કરી છે તેના પગલે તમામ પ્રકારના એગ્રીગ્રેટર્સ અને ડિલિવરી સર્વિસિસમાં ઇલેક્ટ્રિકલ વેહિકલ્સનો વપરાશ ફરજિયાત બનાવાયો છે. આના પગલે દેશમાં ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ કંપનીઓને નોંધપાત્ર લાભ થશે. આ સેગમેન્ટમાં હાલ એકમાત્ર લિસ્ટેડ કંપની વર્ડવિઝાર્ડ ઇન્નોવેશન્સ અૅન્ડ મોબિલિટી છે. શૅર ગઈ કાલે બમણા કામકાજમાં ૧૦૧ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી સવા ત્રણ ટકાની મજબૂતીમાં ૯૭ રૂપિયા ઉપર બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે ચાલુ વર્ષના નવ માસમાં કંપનીએ અગાઉના સમાનગાળાના ૨૨ કરોડની સામે ૧૦૩ કરોડની આવક ઉપર ૧૧૮ લાખના ચોખ્ખા નફા સામે ૫૧૯ લાખનો નેટ પ્રૉફિટ કર્યો છે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીના ઇલે. વાહનોનું વેચાણ ૬૫૬ ટકા વધીને ૧૦ હજાર નંગને વટાવી ગયું છે. કંપનીની બોર્ડ મીટિંગ ૧૮મીના રોજ રાઇટ ઇશ્યુ માટે મળવાની છે.
હીરો મોટોકોર્પ અને મારુતિમાં સેંકડા બદલાયા, ઑટો મજબૂત 
મારુતિ સુઝુકી તરફથી તેનાં વાહનોનાં વેચાણભાવમાં નવો સવાચાર ટકાનો વધારો કરાયો છે. શૅર ૮૦૮૨ના આગલા બંધ સામે ઉપરમાં ૮૩૬૯ની વર્ષની ટોચ બતાવી બે ટકા કે ૧૬૮ રૂપિયાની મજબૂતીમાં ૮૨૫૦ બંધ થયો છે. કંપનીના પરિણામ ૨૫મીએ છે. હીરો મોટોકોર્પ દ્વારા તેની સહયોગી એથર એનર્જીમાં ૪૨૦ કરોડનું નવું રોકાણ કરવાની જાહેરાત આવી છે. આથી તેનું હાલનું ૩૪.૮ ટકાનું હોલ્ડિંગ છે તેમાં વધારો થશે. એથર એનર્જી ઇલે. વેહિકલ્સ તથા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતી ઇકો સિસ્ટમ્સના બિઝનેસમાં છે. શૅર ગઈ કાલે ૨૫૭૦ના આગલા બંધ સામે ઉપરમાં ૨૭૨૨ થઈ પાંચ ટકા કે ૧૩૧ રૂપિયાના જમ્પમાં ૨૭૦૨ બંધ હતો. તાતા મોટર્સ ત્રણ ટકાની મજબૂતીમાં ૫૨૫ તથા તેનો ડીવીઆર બે ટકા વધીને ૨૬૫ બંધ હતા. અન્ય ઑટો કાઉન્ટર્સમાં મહિન્દ્ર ૨.૨ ટકા વધી ૯૦૦, બજાજ ઑટો સવા ટકો વધીને ૩૪૮૦, અશોક લેલૅન્ડ ઑટો સવા ટકાના સુધારામાં ૧૩૯ બંધ હતા. આઇશર પોણો ટકો વધી ૨૮૪૩ હતો. ટીવીએસ મોટર સાધારણ ઘટાડે ૬૬૭ હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરની મજબૂતીમાં બે ટકા પ્લસ હતો. બીએસઈનો ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅર પ્લસ આપીને બે ટકા કે ૫૧૯ પૉઇન્ટ ઊંચકાયો છે. આ સુધારો કેટલો ટકશે એ એક સવાલ છે. 
યુએસ એનએફએલ સાથે ખાસ કરારમાં રેનેસા ગ્લોબલ ઊછળ્યો 
રેનેસા ગ્લોબલ તરફથી નૅશનલ ફુટબૉલ લીગ (એનએફએલ) સાથે લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કરાયો છે. જે હેઠળ એનએફએલની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીનો ઉપયોગ કરી બન્ને પાર્ટી સહયોગમાં યુનિક બ્રૅન્ડેડ જ્વેલરી બનાવશે જેનું વેચાણ અમેરિકા ખાતે થશે. રેનેસા ગ્લોબલ હાલમાં ડિઝની, ડોલમાર્ક, સ્ટાર વૉર્સ ઇત્યાદી સાથે આ પ્રકારના વ્યૂહાત્મક લાઇસન્સિંગ એગ્રીમેન્ટ ધરાવે છે. એનએફએલ એક ખ્યાતનામ અમેરિકન બ્રૅન્ડ છે. દુનિયાભરના ફુટબૉલ લવર્સ તેના ચાહક છે. આ કરારના પગલે શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં ઉપરમાં ૧૦૪૧ થઈ ૬.૨ ટકાની તેજીમાં ૧૦૩૦ બંધ રહ્યો છે. ૧૦ની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૪૪૭ જેવી હોઈ શૅર વિભાજન, બોનસ અને અથવા બાયબૅક ટૂંકમાં આવવાની બજારમાં વાત છે. પિઅર ગ્રુપમાં ગઈ કાલે રાજેશ એક્સપોર્ટસ ૯૯૪ની નવી ટૉચ બતાવી બાર ટકાની તેજીમાં ૯૫૨, વૈભવ ગ્લોબલ ૩.૩ ટકા વધીને ૫૫૯, ગોલ્ડિયમ ૩.૪ ટકાના સુધારામાં ૧૦૨૪, થંગમયિલ જ્વેલરી ૧.૪ ટકા વધી ૧૩૮૯, ટીબીઝેડ અઢી ટકા વધીને ૮૩, કલ્યાણ જ્વેલર્સ સાધારણ ઘટાડામાં ૭૦, આશાપુરા ગોલ્ડ ત્રણ ટકા ઘટીને ૭૭ રૂપિયા, એશિયન સ્ટાર ૩.૨ ટકા ઘટી ૮૯૦, સ્વર્ણસરિતા જેમ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૧ નજીક નવા શિખરે બંધ રહ્યો છે.
વામા ઇન્ડસ્ટ્રીઝ હાઈ નેટવર્થ બાઇંગ પાછળ ઉપલી સર્કિટમાં 
વામા ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાઈટેક ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સેગમેન્ટમાં પદાર્પણ કરવાની જાહેરાત પાછળ ભાવ ૧૦૮ લાખ શૅરના જંગી કામકાજમાં ૧૦ ટકાની તેજીની સર્કિટમાં પોણા તેર રૂપિયા બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ બેની છે. જાણકારો તેજીતરફી બ્રેકઆઉટ આવતાં હાઈ નેટવર્થ બાઇંગ વધવાની વાત લાવ્યા છે. સિંગાપોર ખાતે ૧૦૦ ટકા માલિકીની સબસિડિયરી અને નોર્થ અમેરિકા ખાતે ઑફ શૅર ડિલિવરી સેન્ટર ધરાવતી આ કંપનીના ગ્રાહકોની યાદીમાં શેલ, હર્લી ડેવિડસન સ્ટેનલી જેવી ફૉર્ચ્યુન ૫૦૦ કંપનીઓનો તાજેતરમાં ઉમેરો થયો છે. દરમ્યાન મંગળવારે મુંબઈના ધોબી તળાવ ખાતેની ડીજે મીડિયા ૧૦ના શૅરદીઠ ૧૨૫ના ભાવે બાર લાખ શૅરનો ફોલોઓન એસએમઈ ઇશ્યુ લાવી રહી છે. ઇશ્યુ ૨૦મીએ બંધ થશે. આ કંપનીનો ઇશ્યુ માર્ચ ૨૦૨૦માં ૧૦ના શૅરદીઠ ૨૦ના ભાવે આવ્યો હતો. હવે ફોલોઓનમાં શૅરદીઠ ૧૨૫ લેવાશે. ડીજે મીડિયા પ્રિન્ટનો ભાવ ગઈ કાલે એક વધુ તેજીની સર્કિટમાં ૨૧૦ના નવા શિખરે બંધ રહ્યો છે. ફોલોઓન ઇશ્યુની પ્રાઇસ બજારભાવથી ઘણી નીચી છે, માટે ફાયદો થશે એમ માની રોકાણ કરનારા અહીં પસ્તાશે. 


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2022 03:32 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK