° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


સેન્સેક્સ માત્ર ૧૬૬ દિવસમાં ૫૦૦૦૦થી થઈગયો ૬૦૦૦૦

25 September, 2021 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્સેક્સને ૩૦૦૦૦ના લેવલે પહોંચતાં ૨૧ વર્ષ લાગ્યાં હતાં, જયારે કે ૩૦ થી ૬૦૦૦૦ના સ્તરે પહોંચતા માત્ર ૨૧ મહિના લાગ્યા છે

બીએસઈનો સેન્સેક્સ ગઈ કાલે ૬૦,૦૦૦ની સપાટી વટાવી ગયો એ નિમિત્તે થઈ રહેલી ઊજવણીમાં એક્સચેન્જના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણ તથા અન્યો (તસવીર : આશિષ રાજે)

બીએસઈનો સેન્સેક્સ ગઈ કાલે ૬૦,૦૦૦ની સપાટી વટાવી ગયો એ નિમિત્તે થઈ રહેલી ઊજવણીમાં એક્સચેન્જના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણ તથા અન્યો (તસવીર : આશિષ રાજે)

દેશના સૌથી અત્યાધુનિક એક્સચેન્જ બીએસઈમાં શુક્રવારે સેન્સેક્સે પહેલી વાર ૬૦૦૦૦ની વિક્રમસર્જક સપાટી પાર કરી ઇતિહાસ રચ્યો હતો.

સેન્સેક્સ ગુરુવારના ૫૯૮૮૫.૩૬ના બંધથી ઉપલા ગેપમાં ૬૦૧૫૮.૭૬ ખૂલ્યો હતો અને ઉપરમાં ૬૦૩૩૩ સુધી અને નીચામાં ૫૯૯૪૬.૫૫ સુધી જઈ આગલા બંધથી ૧૬૩.૧૧ પૉઇન્ટ્સ વધીને ૬૦૦૪૮.૪૭ બંધ રહ્યો હતો. બીએસઈએ શુક્રવારે આ ૬૦૦૦૦ના વિક્રમની ઉજવણી પણ કરી હતી. સેન્સેક્સને ૩૦૦૦૦ના લેવલે પહોંચતાં ૨૧ વર્ષ લાગ્યાં હતાં, જયારે કે ૩૦ થી ૬૦૦૦૦ના સ્તરે પહોંચતા માત્ર ૨૧ મહિના લાગ્યા છે.

સેન્સેક્સ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૫૦૦૦૦ની સપાટીએ હતો તે પછી શુક્રવારે માત્ર ૧૬૬ દિવસના ગાળામાં ૧૦૦૦૦ પૉઇન્ટ્સ વધીને ૬૦૦૦૦ થયો છે, જે સેન્સેક્સનો અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો છે. જોકે અહીં એ નોંધીએ કે ૨૫ જુલાઈ ૧૯૯૦ના રોજ સેન્સેક્સ માત્ર ૧૦૦૦ પૉઇન્ટ્સની સપાટીએ હતો તેને ૧૦૦૦૦ની સપાટીએ પહોંચતાં (૬ ફેબ્રુઆરી, ૨૦૦૬) આશરે દસ વર્ષ લાગ્યાં હતાં.

સેન્સેક્સને પ્રથમ ૩૦૦૦૦ની સપાટીએ પહોંચતાં ૨૧ વર્ષ લાગ્યાં, જ્યારે બાકીના ૩૦૦૦૦ પૉઇન્ટ હાંસલ કરવામાં તેને માત્ર ૨૧ મહિના લાગ્યા છે. સેન્સેક્સને ૨૯ ઑક્ટોબર, ૨૦૦૭ના રોજ ૨૦૦૦૦ની સપાટીએ પહોંચવામાં માત્ર ૧૩ મહિના (૪૩૨ દિવસ) લાગ્યા હતા.

25 September, 2021 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઘરના વિસ્તરણ માટે અને નાનું વેચીને મોટું ઘર લેવા માટે કયા પ્રકારની લોન મળી શકે?

જેમની પાસે બંગલો અથવા વિલા છે, તેઓ વર્ક ફ્રોમ હોમ માટેની વ્યવસ્થા કરવા વધારાનો શયનખંડ અથવા સ્ટડી રૂમ કે બીજા રૂમ બનાવી શકે છે.

23 October, 2021 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મર્સિડીઝ-બેન્ઝ ભારતમાં ગ્રાહકોને પ્રત્યક્ષ ડિલિવરી આપશે

ગ્રાહકોને બિલ પણ કંપની પાસેથી જ મળશે. 

23 October, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં રિયલ્ટી ક્ષેત્રનું મૂલ્ય જીડીપીના ૧૮થી ૨૦ ટકા થશે

વેપાર-ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી તેમણે કહ્યું હતું કે ગત ૧૮ મહિના ભારત માટે પડકારરૂપ બન્યા છે.

23 October, 2021 02:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK