Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તાતા ગ્રુપની આગેવાની હેઠળ બજારમાં નરમાઈ ચાલુ રહી

તાતા ગ્રુપની આગેવાની હેઠળ બજારમાં નરમાઈ ચાલુ રહી

Published : 13 August, 2026 09:24 AM | IST | Mumbai
Anil Patel

બંધ બજારે તાતા મોટર્સ પૅસેન્જરનાં પરિણામો સારાં આવ્યાં: મનપ્પુરમ ફાઇનૅન્સમાં ૩૨૪ ટકા નફાવૃદ્ધિ એળે ગઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સતત ખોટ કરતી શિપરૉકેટનો ૧૬૧૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે જ પાર થયો :બેના શૅરદીઠ ૮૭૧ના ભાવનો ધૂત ટ્રાન્સમિશનનો ૩૦૬૭ કરોડનો IPO કુલ ૭૫ ગણો છલકાયો :તાતા સન્સના 
ચૅરમૅનપદેથી વિદાય લેવાની એમ. ચંદ્રશેખરનની જાહેરાત પાછળ તાતા ગ્રુપના શૅરમાં નરમ વલણ, TCS બન્ને બજારમાં ટૉપ લૂઝર બની :ગોદરેજ કન્ઝ્યુમરમાં CEOના અણધાર્યા રાજીનામાથી શૅર સવાત્રણ વર્ષના તળિયે ગયો, રોકાણકારોના ૧૦,૯૯૦ કરોડ એક જ દિવસમાં સાફ :બંધ બજારે તાતા મોટર્સ પૅસેન્જરનાં પરિણામો સારાં આવ્યાં: મનપ્પુરમ ફાઇનૅન્સમાં ૩૨૪ ટકા નફાવૃદ્ધિ એળે ગઈ

એશિયા-યુરોપ ખાતે એકંદર સુધારાતરફી વલણ વચ્ચે ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૯ પૉઇન્ટના સુધારામાં ૭૮,૨૬૩ ખૂલી અેને જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી, ત્યાંથી ૭૬૫ પૉઇન્ટ બગડી ૭૭,૪૯૮ની અંદર જઈ છેવટે ૧૮૮ પૉઇન્ટ ઘટીને ૭૭,૯૬૬ બંધ થયો છે. ૭૮,૦૦૦નું લેવલ ગુમાવ્યું છે. નિફ્ટી ૩૬ પૉઇન્ટના ઘટાડે ૨૪,૪૩૬ હતો. બજારનું માર્કેટકૅપ ૫૫,૦૦૦ કરોડ ઘટી ૪૯૨.૧૭ લાખ કરોડ થયું છે. મહત્ત્વના ઘટનાક્રમમાં તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને તેમના હોદ્દાની બીજી ટર્મ ફેબ્રુઆરી ૨૦૨૭માં પૂરી થાય એટલે વિદાય લેવાની જાહેરાત કરી છે. બજારમાં તેઓ ત્રીજી ટર્મ માટે પણ ચૅરમૅન બનશે એવી સાર્વત્રિક ધારણા હતી. તાતા સન્સ અને તાતા ટ્રસ્ટ વચ્ચેના સંબંધ તનાવભર્યા હોવાનો આભાસ આ નિર્ણય આપે છે. આ જાહેરાતના પગલે ગઈ કાલે તાતા ગ્રુપના શૅરોમાં એકંદર નબળાઈ જોવા મળી છે. TCS સવાબે ગણા વૉલ્યુમે નીચામાં ૨૩૦૧ થઈ પોણાચાર ટકા ગગડી ૨૩૫૦ નીચેના બંધમાં બન્ને બજારમાં ટૉપ લુઝર બની છે. તાતા મોટર્સ પૅસેન્જર પરિણામ પૂર્વે બે ટકા ઘટી ૩૪૨ હતી. ગ્રુપના અન્ય શૅરમાં તાતા ટેક્નૉલૉજી પોણાત્રણ ટકા, તાતા અૅલેક્સી સવાબે ટકા, નેલ્કો બે ટકા, તાતા સ્ટીલ દોઢ ટકો, તાતા ટેલી ૧.૭ ટકા, ઇન્ડિયન હોટેલ, તાતા પાવર તથા કમ્યુનિકેશન્સ અડધા ટકાથી વધુ, રાલીઝ ઇન્ડિયા એક ટકો, ટ્રેન્ટ ૦.૯ ટકા, ટાઇટન તથા તાતા કૅપિટલ નહીંવત નરમ હતી. તાતા મોટર્સ દોઢ ટકો વધી છે. તાતા કન્ઝ્યુમર દોઢ ટકો ઘટી છે.
સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક ૧.૩ ટકા અને નિફ્ટીમાં હિન્દાલ્કો પોણાત્રણ ટકા વધી બેસ્ટ ગેઇનર બની છે. ભારતી અૅરટેલ ૧.૨ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૧.૩ ટકા, અલ્ટ્રાટેક એક ટકા નજીક (BSEમાં અડધો ટકો) પ્લસ હતા. સામે મેક્સ હેલ્થકૅર ૩.૧ ટકા, અપોલો હૉસ્પિટલ્સ પોણાબે ટકા, મહિન્દ્રા ૧.૭ ટકા, લાર્સન સવા ટકો, એટર્નલ ૧.૨ ટકા, ઇન્ફોસિસ એક ટકો, ITC એક ટકા નજીક નરમ રહી છે. HDFC બૅન્ક ૭૨૨ની બે વર્ષની નવી બૉટમ બનાવી ૭૨૯ના લેવલે યથાવત હતી. રિલાયન્સ અડધા ટકા નજીકના સુધારે ૧૩૨૭ થઈ છે. ગઈ કાલે NSE ખાતે તાતા ગ્રુપનો ૨૫ ટકા કૅપ ઇન્ડેક્સ સવા ટકો ઘટ્યો છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો સુધર્યો હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બે ટકા મજબૂત થયો છે. નિફ્ટી IT ઇન્ડેક્સ દોઢ ટકા બગડી ઘટવામાં મોખરે હતો. 
બજાર બંધ થયા પછી તાતા મોટર્સ પૅસેન્જર દ્વારા ૨૦ ટકા વધારામાં ૨૦,૫૭૬ કરોડની આવક ઉપર ૮૩ ટકા વૃદ્ધિદરથી ૨૫૬૦ કરોડ નેટ નફો દર્શાવાયો છે. ઑપરેટિંગ માર્જિન દોઢ ટકો વધી ૯.૪ ટકા જોવાયું છે. 



સેન્કો ગોલ્ડ માર્જિનમાં ખરાબી પાછળ સાડાતેર ટકા તૂટ્યો 
ટીડી પાવર સિસ્ટમ્સે ૭૧ ટકા વધારામાં ૬૪૦ કરોડની આવક ઉપર ૭૨ ટકા વૃદ્ધિદરથી ૮૬૨૯ લાખ નેટ નફો કરતાં ભાવ અઢી ગણા કામકાજે ૧૫૨૯ના બેસ્ટ લેવલે જઈ ૧૫.૯ ટકા કે ૨૦૨ની તેજીમાં ૧૪૭૮ બંધ થતાં શૅર ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. માર્કસન્સ ફાર્માએ ૩૫.૬ ટકા વધારામાં ૬૨૦ કરોડની આવક ઉપર ૧૭૪ ટકાના વધારામાં ૧૫૯ કરોડ ચોખ્ખો નફો બનાવતાં શૅર ૪૪ ગણા વૉલ્યુમે ૩૨૦ની પોણાબે વર્ષની ટોચે જઈ ૧૨.૧ ટકા ઊછળી ૩૧૩ નજીક ગયો છે. બ્રાઝિલ ખાતે અૅલ્યુમિનાનું ઉત્પાદન કરતા વિશ્વના સૌથી મોટા પ્લાન્ટમાં ગૅસ સપ્લાયમાં વિક્ષેપ પડતાં ઉત્પાદન ૫૦ ટકા ઘટાડાયું હોવાના અહેવાલના પગલે વિશ્વબજારમાં અૅલ્યુમિનીયમના ભાવમાં તેજી આવી છે. અેની હૂંફમાં ઘરઆંગણે નાલ્કોનો શૅર ચાર ગણા કામકાજે ઉપરમાં ૪૨૨ થઈ આઠેક ટકા ઊછળી ૪૧૮ થયો છે. વેદાન્તા અૅલ્યુમિનિયમ ઉપરમાં ૪૭૬ વટાવી અડધો ટકો ઘટી ૪૬૧ હતી. હિન્દાલ્કો અઢી ગણા વૉલ્યુમે ૧૦૮૮ બતાવી સવાબે ટકા વધીને ૧૦૭૫ થઈ છે. અફાર ઇન્ડસ્ટ્રીઝ ૧૮,૪૩૨ની વિક્રમી સપાટી બનાવી બમણા વૉલ્યુમે સાડાસાત ટકા કે ૧૨૬૯ રૂપિયાની તેજીમાં ૧૮,૦૧૫ બંધ થઈ છે. 
સેન્કો ગોલ્ડની આવક ૬૭ ટકા વધીને ૩૦૫૬ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ત્રણ ટકા ઘટી ૧૦૧ કરોડ આવ્યો છે. શૅર ચાર ગણા કામકાજે સાડાતેર ટકા ઝંખવાઈ ૩૪૭ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બન્યો છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં CEO સુધીર સીતાપતિએ અણધાર્યું રાજીનામું ધરી દેતાં બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૭૭૨ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ જારી થયો છે. ભાવ ગઈ કાલે ૯૦૮ની મલ્ટિયર બૉટમ બનાવી સાડાદસ ટકા ખરડાઈ ૯૧૦ બંધ થયો છે. ૭૯ ટકાના વધારામાં ૨૪૪ કરોડના નેટ નફા સાથે સ્ટ્રોન્ગ રિઝલ્ટ આપનારી ફિનોલેક્સ કેબલ્સ ગઈ કાલે પણ જોશ જાળવી રાખતાં ૧૩૭૫ના નવા શિખરે જઈ પોણાછ ટકા વધી ૧૨૭૯ બંધ આવી છે. 
JSW ડિલક્સની આવક પોણાત્રણ ટકા ઘટી ૯૬૫ કરોડ તથા નેટ પ્રૉફિટ સાડાબાર ટકા ઘટી ૭૯૭૦ લાખ થયો છે. શૅર નીચામાં ૩૦૭૫ થઈ દોઢ ટકો ઘટી ૩૧૧૧ હતો. મનપ્પુરમ ફાઇનૅન્સની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૮.૨ ટકા વધી ૧૭૨૫ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૩૨૪ ટકા ઊછળી ૫૮૫ કરોડ આવ્યો છે, પરંતુ શૅર ૩.૭ ટકા બગડી ૩૫૪ બંધ થયો છે. PI ઇન્ડસ્ટ્રીઝની આવક સાડાદસ ટકા જેવા ઘટાડામાં ૧૭૦૨ કરોડ અને ચોખ્ખો નફો ૩૯ ટકા ગગડી ૨૪૪ કરોડ થતાં શૅર ૨૪૫૮ના ઐતિહાસિક તળિયે જઈ સાડાનવ ટકા કે ૨૬૨ રૂપિયાની ખરાબીમાં ૨૪૮૩ થયો છે.  


આર્ડી ઇન્ડસ્ટ્રીઝમાં ધારણાથી સારો ૨૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે મેઇન બોર્ડમાં નવી દિલ્હીની આર્ડી ઇન્ડસ્ટ્રીઝ બેના શૅરદીઠ ૫૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે ૧૩થી શરૂ થઈ નીચામાં ૬ થયા બાદ છેલ્લે ચાલતા ૧૭ના પ્રીમિયમ સામે ૭૩ ખૂલીને ૬૭ બંધ રહેતાં ૨૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ઔરંગાબાદ અર્થાત છત્રપતિ સંભાજીનગરની LAPL ઑટોમોટિવનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૧૨ રૂપિયા બોલાય છે. દરમ્યાન આગલા દિવસે ૨૪.૫ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૩૧ બંધ થયેલી એજસ ટેક્નૉલૉજી ગઈ કાલે ૧૩૭નું શિખર બતાવી પાંચ ટકા વધી ત્યાં જ બંધ થઈ છે. GV ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થઈ ઉપર ૨૬ થયા બાદ છેલ્લે બોલાતા પચીસના પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૧૫૮ ખૂલી ૧૬૬ બંધ આવતાં ૨૭.૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અનાવિલ વાયર ૩૮૧ની ટોચ બતાવી પાંચ ટકા વધી ત્યાં જ હતી. મનીપાલ હેલ્થ નીચામાં ૬૮૫ જઈ દોઢ ટકા ઘટી ૬૯૨ રહી છે. 
બૉશ લિમિટેડ રિઝલ્ટનો કરન્ટ આગળ વધારતાં ૪૬,૭૫૯ના નવા શિખરે જઈ બે ટકા કે ૯૫૫ રૂપિયા વધીને ૪૬,૨૫૦ બંધ થઈ છે. KEC ઇન્ટરનૅશનલ ૪૪૦ની પોણાચાર વર્ષની નવી બૉટમ દેખાડી પોણાબે ટકા ઘટી ૪૪૩ નજીક રહી છે. લુમેક્સ ઑટો ટેક્નૉલૉજીઝ ૨૧૦૯ની વિક્રમી સપાટી નોંધાવી ત્રણ ટકા ગગડી ૨૦૨૦ થઈ છે. કોલ્ટે પાટીલ ડેવલપર્સ રિઝલ્ટમાં આગલા દિવસના ૧૧.૪ ટકાના જમ્પ બાદ ગઈ કાલે સવાચાર ટકા ઘટી ૪૯૫ હતી. આગલા દિવસના ડબલ ડિજિટના ઉછાળા પછી ચેન્નઈ પેટ્રો ૩.૪ ટકા તથા MRPL સવાત્રણ ટકા ઘટી છે. 

ક્રિડેન્ટ કનેક્ટ ૧૮૯ના ભાવથી આજે SME ઇશ્યુ લાવશે
આજે, ગુરુવારે SME સેગમેન્ટમાં નવી દિલ્હીની ક્રિડેન્ટ કનેક્ટ અૅન્ડ કૅર લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૮૯ની અપરબેન્ડમાં કુલ ૯૪ કરોડનો NSE SME IPO કરશે. અેમાંથી પાંચ કરોડના શૅર માર્કેટ મેકર્સ માટે અનામત છે. QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૧૫માં ક્રિડેન્ટ કોલ્ડ ચેઇન લૉજિસ્ટિક્સ તરીકે સ્થપાયેલી આ કંપની નવા નામથી હેલ્થકૅર સેક્ટરમાં લૉજિસ્ટિક્સ તથા સપ્લાય ચેઇન સૉલ્યુશન્સ પ્રોવાઇડરનું કામ કરે છે. કંપનીએ ગત વર્ષે ત્રણેક ટકા વધારામાં ૭૮૨૩ લાખની આવક ઉપર ૧૫.૪ ટકા ઘટાડામાં સવાબે કરોડ નેટ નફો કર્યો છે. દેવું વધીને ૭૪૨ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૨૬૮૦ લાખ સબસિડિયરીમાં રોકાણ કરવામાં, ૩૭ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૬ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૫થી શરૂ થઈ હાલ ૫૦ છે. 
દરમ્યાન ગઈ કાલે જે ચાર ભરણાં ખુલ્યાં છે તેમાં શિપરૉકેટનો ૧૦ના શૅરદીઠ ૯૭ની અપરબેન્ડમાં ૧૬૧૭ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩.૫ ગણા સહિત કુલ એક ગણો તથા બિહારીલાલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૮૫ના ભાવનો ૩૦૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં પોણાત્રણ ગણા સહિત કુલ ૨.૨ ગણો ભરાયો છે. SME પ્રમોદિની મેડીકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૬૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૯ ટકા સહિત કુલ ૭૫ ટકા અને Q&T ટેક્સટાઇલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવનો ૨૬ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં ૧.૨ ગણા સહિત કુલ ૬૩ ટકા ભરાયો છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે શિપરૉકેટમાં ૩૩ રૂપિયા, બિહારીલાલમાં ૭૦ રૂપિયા, પ્રમોદિનીમાં ઝીરો તથા Q&Tમાં ૧૭ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. 
બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં મિલ્કી મિસ્ટ ડેરીનો બેના શૅરદીઠ ૧૪૦ની અપરબેન્ડમાં ૧૫૫૩ કરોડનો ઇશ્યુ કુલ ૨.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટી ૧૮ થયું છે તો SME સેગમેન્ટમાં ફેસિનેટ ટેક્સટાઇલનો ૧૦ના શૅરદીઠ ૧૫૬ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૬૭ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૨ ટકા અને શામફોમનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૦૪૮ લાખનો ઇશ્યુ કુલ માત્ર ૧૦ ટકા ભરાયો છે. ફેસિનેટમાં ઝીરો તથા શામફોમમાં ૯નું પ્રીમિયમ છે. 
મેઇન બોર્ડમાં ધૂત ટ્રાન્સમિશનનો બેના શૅરદીઠ ૮૭૧ના ભાવનો ૩૦૬૭ કરોડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૮.૩ ગણા સહિત કુલ ૭૫ ગણો તેમ જ મોબલાયો ડાયગ્નોસ્ટિક્સનો એકના શૅરદીઠ ૮૦૭ના ભાવનો ૯૪૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૩ ગણા સહિત કુલ ૭૦.૩ ગણો ભરાઈ પૂરો થયો છે. અત્યારે ધૂતમાં ૨૩૮નું અને મોલબાયોમાં ૧૩૬નું પ્રીમિયમ છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 09:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK