એજેક્સ એન્જિનિયરિંગ કુલ છ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો, પ્રીમિયમ તૂટીને ૭ રૂપિયાનું
પ્રતીકાત્મક તસવીર
હેક્સાવેર પ્રથમ દિવસે માત્ર ૪ ટકા જ ભરાતાં પ્રીમિયમ ગગડીને બે રૂપિયે : એજેક્સ એન્જિનિયરિંગ કુલ છ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો, પ્રીમિયમ તૂટીને ૭ રૂપિયાનું : સ્વિગી તથા હોનેસા કન્ઝ્યુમર ઑલટાઇમ તળિયે જઈ સુધર્યા, ઓલા ઇલેક્ટ્રિક નવા તળિયાની શોધમાં : બાયરક્રૉપ સાયન્સ નફામાં ૬૩ ટકાના ગાબડા પાછળ ૪૧૩ તૂટી વર્ષના તળિયે : લુપિનનો નફો ૪૦ ટકા વધવા છતાં શૅરમાં નબળાઈ : રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, તાતા મોટર્સ, જિયો ફાઇનૅન્સ સર્વિસિસ, અદાણી વિલ્મર, એલઆઇસી સહિત ૭૨૧ જાતોમાં નવા નીચા ઐતિહાસિક ભાવ જોવા મળ્યા



