Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૬૭૮, ૨૨,૭૬૬ અને નીચામાં ૨૨,૨૬૮ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૬૭૮, ૨૨,૭૬૬ અને નીચામાં ૨૨,૨૬૮ મહત્ત્વની સપાટીઓ

Published : 26 October, 2026 10:00 AM | IST | Mumbai
Ashok Trivedi

હિન્દુસ્તાન યુનિલીવર (૧૮૧૪.૭૦)ઃ ૨૩૮૩.૬૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૪૩૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૪૨.૬૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૫૭૬.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૬૦૫.૪૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૩,૧૨૩.૮૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૩,૭૬૭ ઉપર ૭૪,૮૫૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૨,૮૭૭ નીચે ૭૨,૪૫૨, ૭૧,૨૯૨ તૂટે તો ૬૯,૩૩૦, ૬૭,૭૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. 

હાઇલી ઓવરસોલ્ડ બજારમાં જરૂરી પ્રત્યાઘાતી ઉછાળો પણ ન આવે એ બજારનો અન્ડરટોન ખૂબ જ નબળો છે એમ દર્શાવે છે. બજારમાં દર ૩-૪ વર્ષે મોટા ઘટાડા આવતા જ હોય છે. છેલ્લાં ૬ વર્ષથી મોટો ઘટાડો આવ્યો નથી. છેલ્લા થોડા સમયથી લોકો આંખ મીંચીને કોઈ પણ IPOમાં પૈસા લગાડે છે. ૧૯૯૨માં પણ આવું જ ગાંડપણ હતું. કેટલાયનું નામોનીશાન નથી. પડે છે ત્યારે સઘળું પડે છે. સબકો સન્મતિ દે ભગવાન! 



નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૭૬૬.૬૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ફોર્ટિસ હેલ્થકૅર (૭૧૨.૯૦) ઃ ૧૦૦૮.૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૪ ઉપર ૭૫૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૦૫ નીચે ૬૭૪, ૬૪૧ સુધીની શક્યતા જોવા મળશે. 


હિન્દુસ્તાન યુનિલીવર (૧૮૧૪.૭૦)ઃ ૨૩૮૩.૬૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૫૮ ઉપર ૧૮૯૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૮૧ નીચે ૧૭૨૫ મહત્ત્વની સપાટી ગણાય જેની નીચે ભારે વેચવાલી જોવા મળશે. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૨૪૨.૨૦)ઃ ૫૬,૧૮૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૦૯૦ ઉપર ૫૬,૧૮૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૮૧૦ નીચે ૫૨,૫૯૦, ૫૧,૩૭૦, ૫૦ ૫૦૦ સુધીની શક્યતા જોવા મળશે. 


નિફ્ટી ફ્યુચર (૨૨,૫૭૬.૬૦): ૨૩,૧૮૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨,૬૭૮, ૨૨,૭૬૬ ઉપર ૨૨,૮૫૩, ૨૨,૯૦૦, ૨૩,૦૫૦, ૨૩,૧૮૨ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૫૬૬ નીચે ૨૨,૪૩૫, ૨૨,૨૬૮ તૂટે તો ૨૧,૮૬૦, ૨૧,૭૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ભારત ઇલેક્ટ્રૉનિક્સ (૩૬૨.૦૦): ૪૧૬.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૦, ૩૭૫, ૩૮૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૩૫૪ નીચે ૩૪૦, ૩૨૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

કોલ ઇન્ડિયા (૩૯૭.૪૫): ૪૩૬.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧૦ ઉપર ૪૧૭ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૦ નીચે ૩૮૮ તૂટે તો ૩૭૮, ૩૬૭, ૩૫૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર: બસ પ્રણયના અંતનો આરંભ ત્યાંથી થાય છે, કે રિસાઈ જાઓ તો પણ કોઈ સમજાવે નહીં.  - બેફામ

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 10:00 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK