કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાને પણ તેની કારકિર્દીના શરૂઆતના દિવસો સાથે સંબંધિત એક અનુભવ શૅર કર્યો. તેનું આ જૂનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. ફરાહે કહ્યું હતું કે એક મોટા ડિરેક્ટરે તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફરાહ ખાન
બૉલિવૂડમાં કરિયર બનાવવા માટે ઘણા કલાકારોને સંઘર્ષ કરવો પડે છે. આ દરમિયાન તેમને અનેક પ્રકારના અનુભવોનો સામનો કરવો પડે છે. કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાને પણ તેની કારકિર્દીના શરૂઆતના દિવસો સાથે સંબંધિત એક અનુભવ શૅર કર્યો. તેનું આ જૂનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. ફરાહે કહ્યું હતું કે એક મોટા ડિરેક્ટરે તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.
હૉટેલના રૂમમાં બોલાવવામાં બોલાવી
ADVERTISEMENT
ફરાહ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શો `ટૂ મચ`માં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કાનો અનુભવ વર્ણવ્યો. ફરાહના મતે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. તેણે દરેક કાર્યને ગંભીરતાથી લીધું, કારણ કે તેણે તેની કારકિર્દીમાં આગળ વધવા માટે તકોની જરૂર હતી. તેણે કહ્યું કે એકવાર એક ડિરેક્ટરે તેને સ્ક્રિપ્ટ પર ચર્ચા કરવા માટે હૉટેલના રૂમમાં તેને બોલાવી હતી. ડાયરેક્ટરના કહેવા પર તે ત્યાં પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચ્યા પછી પરિસ્થિતિ તેની અપેક્ષા મુજબ ન હતી.
ડિરેક્ટરને લાત મારી
ફરાહના કહેવા પ્રમાણે, તે ડિરેક્ટર તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું કે ડિરેક્ટર તેના બૅડ પર બેસવાનો પ્રયાસ કરવા લાગ્યા. આવી સ્થિતિમાં ફરાહે પોતાની સુરક્ષા માટે પગલાં ભરવા પડ્યા. ફરાહે જણાવ્યું હતું કે તેણે ડિરેક્ટરને લાત મારીને રૂમની બહાર ફેંકી દીધો હતો. તેણે શોમાં પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી. જોકે, ફરાહે આ નિવેદનમાં ડિરેક્ટરનું નામ જાહેર કર્યું નથી. તેથી, તે ડિરેક્ટરની ઓળખ અંગે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
બૉલિવૂડમાં અફેર વિશે પણ વાત કરી
આ વાતચીત દરમિયાન ફરાહ ખાને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અફેરના ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અફેર હોવું સામાન્ય વાત હતી. ફરાહે જણાવ્યું કે શરૂઆતમાં તેને સમજાતું નહોતું કે શૂટિંગ દરમિયાન લોકો સેટ પર આટલો સમય કેવી રીતે વિતાવે છે. બાદમાં તેને સમજાયું કે ઘણા લોકો તેમના અફેરને કારણે સેટ પર વધુ સમય વિતાવે છે. ફરાહ ખાન તેની સ્પષ્ટવક્તા સટાઈલ માટે જાણીતી છે. શોમાં પોતાની શરૂઆતના કરિયરના અનુભવો શૅર કરતી વખતે તેણે જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાના પ્રારંભિક તબક્કામાં તેને કેવા પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો.
મારો હસબંડ હવે મારા દીકરા જેવો લાગે છે
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને હાલમાં શેખર સુમનના ટૉક-શો ‘શેખર ટુનાઇટ’માં હાજરી આપી હતી. આ શોમાં તેણે લગ્ન પછી રોમૅન્સમાં આવતા બદલાવ વિશે તો વાત કરી જ હતી પણ સાથે-સાથે પતિ શિરીષ કુંદરના બદલાયેલા નવા લુક વિશે કહ્યું હતું કે હવે મારો હસબંડ મારા દીકરા જેવો લાગે છે.
